દિલ્હીના મંગોલપુરીમાં બીજેપી કાર્યકર્તાની હત્યા પર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. બીજેપી અને વિશ્વ હિન્દૂ પરિષદનો આરોપ છે કે રામ મંદિર નિર્માણથી જોડાયા હોવાના કારણથી હત્યા થઈ છે. બીજેપીની સાથે જ પરિવાર લોકો પણ આ જ આરોપ લગાવી રહ્યાં છે. જોકે, દિલ્હી પોલીસ આરોપીની ધરપકડ કરીને મામલાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે મંગોલપુરીમાં રિંકૂ શર્મા નામના યુવકની ચાર લોકોએ ચાકૂ મારીને હત્યા કરી નાંખી. પોલીસનું કહેવું છે કે રિંકૂના મિત્રએ પોતાના ત્રણ મિત્રો સાથે મળીને હત્યા કરી છે. આ હત્યા બર્થડે પાર્ટીમાં રેસ્ટોરન્ટ ખોલવાને લઈને થયેલા વિવાદમાં કરવામાં આવી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, પોલીસે દાવાથી ઉલ્ટું રિંકૂના પરિવારજનોનું કહેવું છે કે હત્યા રામ મંદિરના કારણ થઈ છે.
પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ
પોલીસે આરોપીઓની ઓળખ મોહમ્મદ દાનિશ, મોહમ્મદ ઈસ્લામ, જાહિદ અને મોહમ્મગ મેહતાબ તરીકે કરી છે. દાનિશ અને ઈસ્લામ દર્જી છે, જાહિદ એક કોલેજ વિદ્યાર્થી છે અને મેહતાબ 12 ધોરણમાં અભ્યાસ કરે છે, રિંકૂના પરિવારનો દાવો છે કે તેની પાછળ ધર્મ નફરતથી ભરેલી ખતરનાક માનસિકતા છે.
પરિવારના મુજબ આમ થઈ હત્યા
રિંકૂના ભાઈના જણાવ્યાં પ્રમાણે, રિંકૂ બુધવારે સાંજે વિસ્તારમાં જ એક જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. જ્યારે તે પાર્ટીથી પરત ફરી રહ્યો હતો, આ જ દરમિયાન ઘર નજીક એક પાર્ક પાસે તેના પાડોશમાં રહેતો એક વ્યક્તિ અને તેના કેટલાક સાથીઓને તેને પકડી લીધો હતો, ત્યાં તેની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો વધતા અને રિંકૂ ભાગીને ઘરે આવ્યો.
રિંકૂના ભાઈના જણાવ્યાં પ્રમાણે, આરોપી પીછો કરતા ઘર સુધી આવી ગયો અને જોરદાર મારમીટ કરી અને રિંકૂ પર ચાકૂથી હુમલો કર્યો. બાદમાં રિંકૂને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં તો ત્યાં જ તેનું મોત થઈ ગયું. ચાકૂ રિંકૂની પીઠમાં જ હતું. આરોપ છે કે હુમલા દરમિયાન હુમલાખોરોએ રિંકૂના ઘરનું LPG સિલેન્ડર પણ ખોલી નાખ્યું. 25 વર્ષની રિંકૂ એક ખાનગી હોસ્પિટલમાં લૈબ ટેક્નીશિયનનું કામ કરતો હતો.
ભાઈ બોલ્યો- રામ મંદિરના કાર્યક્રમ પછી મળી રહી હતી ધમકી
રિંકૂના ભાઈનું કહેવું છે કે રિંકૂ એટલા માટે નિશાન પર આવી ગયો, કારણ કે તે એક રામ ભક્ત હતો, રામ મંદિર નિર્માણથી જોડાયેલો હતો અને બીજેપીના કાર્યક્રમોમાં આગળ વધીને ભાગ લઈ રહ્યો હતો. જો પરિવારની વાત માનીએ તો, હત્યારાઓએ ઘર પર હુમલો કર્યો હતો. રિંકૂના સાથોસાથ વૃદ્ધ માતા-પિતા પર પણ હુમલો કર્યો. આ ઘટના પર હવે દિલ્હીનું રાજકારણ ગરમાય ગયું છે.
હત્યાને સાંપ્રદાયિક રંગ ન આપવામાં આવે: AAP
તેમજ, આમ આદમી પાર્ટીએ કહ્યું કે તેણે જે કર્યું છે, તેને કડકમાં કડક સજા થવી જોઈએ, તેને જેલમાં નાંખવા જોઈએ અને હિન્દુસ્તાનના કાયદામાં જે પણ સૌથી કડક ધારા છે, જેના હિસાબથી કાર્યવાહી થવી જોઈએ. આમ આદમી પાર્ટી એ પણ કહ્યું કે તેને સાંપ્રદાયિક રંગ ન આપવામાં આવે, ધાર્મિક મામલા ન બનાવવા જોઈએ અને જે પણ દોષી હોય તેને ફાંસીની સજા આપવામાં આવે.