માતા સરસ્વતીને સંગીત અને જ્ઞાનના દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. માતા સરસ્વતીનું હિન્દુ ધર્મમાં એક વિશેષ સ્થાન છે. દર વર્ષ માઘ માસની શુલ્ક પક્ષની પંચમી તિથિએ દેશભરમાં ધૂમધામથી વસંત પંચમીના રૂપમાં માનવવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણ રીતે માતા સરસ્વતીને સમર્પિત રહે છે. આ દિવસ માતા સરસ્વતીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
આ વખતે વસંત પંચમી આગામી રવિવારે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. સુર અને જ્ઞાનના દેવી માતા સરસ્વતીને આ દિવસ પ્રસન્ન કરવા માટે લોકો સંપૂર્ણ વિધિ-વિધાન સાથે માતાની પૂજા-અર્ચના કરે છે. આથી તેમના પર હંમેશા માતાની કૃપા બની રહે અને તેમને માતાના આશીર્વાદ પ્રાપ્ત થતા રહે.
તમને જાણકારી માટે જણાવી દઈએ કે, માઘ માસની શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે કે વસંત પંચમીના દિવસ વિદ્યાલયો, મહાવિદ્યાલયો, અને વિશ્વવિદ્યાલયોમાં પણ માતા સરસ્વીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. કહેવાય છે કે, એવા વિદ્યાર્થી જે ભણવામાં નબળા અથવા કાચા હોય છે, તે આ દિવસ માતાનું પૂજન કરે છે તો તેમાં તેને ઘણો લાભ થાય છે. આવો તમને જણાવી દઈકે, વસંત પંચમીના દિવસ તમારે કયા ઉપાય કરવા જોઈએ, જેથી તમને ફાયદા મળી શકે.
વસંત પંચમીના દિવસે નવજાત શિશુ, જેમની આ પહેલી વસંત પંચમી છે તે દિવસ ‘ૐ એં’ મંત્ર લખવો જોઈએ . તેમનાથી બાળકનેલાભ થશે કે, બાળક મોટું થતા મધુર બોલશે. જ્યારે બૌદ્ધિક રૂપથી તે મજબૂત થશે. સાથે જ અભ્યાસમાં પણ તે હંમેશા આગળ રહેશે.
આ દિવસ જો ત્રણ વર્ષની ઉંમર સુધી બાળકના હાથથી કોઈ પુસ્તકમાં લાલ રંગની સહીથી ૐ એં મંત્ર લખાવીને ફરી તેમના પછી માતા સરસ્વની પૂજા કરવામાં આવે તો તેમનાથી શિશુ દિમાગી રૂપથી સ્વસ્થ, હોશિયાર અને મજબૂત બને છે.
માતા સરસ્વતીને વીણા સાથે જ વાણીના દેવીના નામથી પણ જાણવામાં આવે છે. જો બાળકોને વાતચીત કરતી વખતે ગડબડ, તોતડું અથવા અચકાવું જેવી સમસ્યા હોય છે, તો વસંચ પંચમીના દિવસ કેસરથી ‘ૐ હ્રીં શ્રીં સરસ્વત્યૈ નમ:’ મંત્ર લખી દો. તેનો લાભ એ થશે કે, બાળક આ તમામ સમસ્યાઓથી મુક્ત થઈ જશે. જ્યારે તેમનું પરિણામ એ પણ છે કે, મોટા થઈને તે એક શ્રેષ્ઠ વક્તાના તરીકે ઓળખવામાં આવશે.