ધર્મ ગ્રંથો અનુસાર, ઉત્તરાયમાં દાનનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસ દાન કરવાથી તેને 100 ગુણ અધિક ફળ મળે છે. આ વખતે 14 જાન્યુઆરી, ગુરૂવારને મકરસંક્રાંતિના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્ય કાળ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં પ્રફુલ્લ ભટ્ટના અનુસાર, આ દિવસ રાશિ અનુસાર ઉપાય કરવાથી અને કેટલીક અગત્યની વસ્તુનું દાન કરવાથી તમારા જીવનની પરેશાનીઓ થોડા અંશે ઘટી શકે છે. આ છે તે ઉપાય…
મેષ-ગરીબને તલ- ગોળ અન્ન અને વસ્ત્રોનું દાન કરો.
વૃષભ – આ દિવસ તાબાંના લોટોમાં તલ તલ નાંખીને સૂર્યને અર્ઘ્ય આપો. ચોખા અને ખાંડનું દાન કરો.
મિથુન-જળમાં તલ, ધરો અને ફૂલ મિક્સ કરીને સૂર્યને અર્ઘ્ય આપો. મગનું દાન કરો.
કર્ક– ગરીબને ચોખ અને તલનું દાન આપો. ગાયને રોટલી ખવડાવો.
સિંહ– તલ, ગોળ, ઘઉંનું દાન કરો. ગરીબના બાળકને પુસ્તક, પેન વગેરે અભ્યાસની વસ્તુનું દાન કરો.
કન્યા– પાણીમાં લાલ ફૂલ નાખી સૂર્યદેવને અર્પણ કરો.જરૂરીયાતમંદને અન્ન અને વસ્ત્રનું દાન કરો.
તુલા– કોઈ યોગ્ય બ્રાહ્મમને સફેદ ચંદન, દૂધ અને ચોખાનું દાન કરો
વૃશ્ચિક– કોઈ મંદિરમાં તાબાંના વાસણનું દાન કરો. ગરીબે ધાબળા, ચોખા અને ખિચડીનું દાન કરો.
મકર– તલ મિક્સ કરીને સૂર્યને અર્ઘ્ય આપો. તલના તેલનું દાન કરો.
કુંભ– તેલ અને તલનું દાન કરો. સાથે જ શનિ મંદિરમાં તેલ ચડાવો.
મીન– હળદર, કેસર, પીળા ફૂલ, તલ મિક્સ કરીને સૂર્યને અર્ઘ્ય આપો. સરસવ, કેસરનું દાન કરો.