હિન્દુ પંચાગ અનુસાર અમાસ મહિનાનો અંતિમ દિવસ હોય છે. આ તિથિ પિતૃની તિથિ કહેવામાં આવે છે. તંત્ર તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં આ તિથિનું આગવું મહત્વ હોય છે. માસમાં આ એક દિવસ ભક્તિ, દાન, પુણ્ય અને પરોપકાર માટે અતિશુભ છે. આ દિવસ કરવામાં આવેલા આ કાર્યોનું શીઘ્ર ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ દિવસ દાન તેમજ ઉપાય કરવાથી પિતૃ દોષ, છાયા દોષ, માનસિક સમસ્યાઓ આદિ દૂર થાય છે. આ તિથિ પર કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનને ચમત્કારોથી ભરી શકાય છે.
પૈસાને લગતી સમસ્યાઓ થશે દૂર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અમાસના દિવસે પાણીમાં ગંગાજળ નાંખી સ્નાન કરવું જોઈએ. જે બાદ માતા તુલસીની 108 વાર પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. અમાસની સંધ્યા કાળમાં શિવલિંગ પર કાચું દૂધ અને દહીંથી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે. માન્યતા છે કે આથી તમામ અટકેલા કામ બનવા લાગે છે અને ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
વેપાર-વ્યપાસાયમાં ધન હાનિ
અમાસની સાંજના સમય છાણાની અગ્નિમાં ગોળ અને ઘીનો ધૂપ જરૂર કરો. માન્યતા છે કે આમ કરવાથી પિતૃના આશીર્વાદ મળે છે. જો વેપાર-વ્યવસાયમાં સતત ધન હાનિનો સામનો કરવો પડી રહ્યો હોય તો અમાસની રાત્રે કોઈ કુંવામાં એક ચમચી દૂધ અને એક રૂપિયાનો સિક્કો નાંખી દો. આવી રીતે કરવાથી ધન લાભ થાય છે.
નારિયળનો ઉપયોગ
અમાવસ્યાની રાત્રે એક પાણીનું નારિયળના પાંચ એક સરખા ટૂકડા કરી લો. આ ટૂકડાને ભગવાન શિવની કોઈ તસવીર સામે સાંજના સમયે રાખી દો અને તમારી સમસ્યા શિવજીને કહો. રાત્રે આ નારિયળને બારી પર રાખી દો. સવારે ઉઠતા જ આ નારિયળને ઘરથી દૂર કયાંક મૂકીને આવો. તમને ધન સંબંધી લાભ મળશે.
તમામ પરેશાનીઓ દૂર થશે
મહિનાની શરૂઆતમાં તમે એક લાલ દોરો તમારા ગળામાં પહેલી લો. ધ્યાન રાખો કે તેમાં કોઈ પણ તાબીજ ના હોય. આ દોરાને મહિના સુધી ગળામાં રાખો અને અમાસની રાત્રના સમયે કયાય સુમસામ જગ્યા પર એક ખોડો ખોદી દાંટી દો. તમારી બધાં જ પરેશાની દૂર થવા લાગશે, આમ દરેક માસ કરો.