ટેલીવિઝન દુનિયામાં ભાભીજી ઘર પર છૈ શોએ પોતાની અલગ અને એક ખાસ ઓળખ બનાવી છે. આ શો છેલ્લા પાંચથી ચાલી રહ્યો છે અને દરેક વર્ગના દર્શક તેમને ખૂબ પસંદ કરે છે. શોમાં જોવા મળતા દરેક પાત્ર લોકોને ભરપૂર મનોરંજન કરાવી રહ્યાં છે. હંમેશા શોમાં જોવા મળતા પાત્રની ચર્ચા થતી રહે છે, એવામાં આજે અમે તમને ભાભીજી ઘર હૈની અમ્મા એટલે કે સોમા રાઠોડ વિશે જણાવા જઈ રહ્યાં છે.

સોમા રાઠૌડ લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે પણ આ શોનો એક મુખ્ય હિસ્સા માનવામાં આવે છે. જોકે એપિસોડમાં ટૂંક સમય માટે જ સોમ રાઠૌડ જોવા મળે છે, પરંતુ જ્યારે પણ આવે છે, તો તેનો જાદુ છવાય રહે છે. અન્ય કલાકારો સાથે અમ્માજીની ભૂમિકા પણ દર્શકો ખૂદ પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, ભાભીજી ઘર પર હૈ શોની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. દેશમાં નિહાળતા લોકોની કોઈ કમી નથી. સોમા પોતાના સુંદર હાસ્ય માટે જાણીતી છે. સીરિયલમાં તે આવતા જ લોકો તેના હાસ્યને નિહાળવા માટે ટીવી સામે બેસી જાય છે. તમે સીરિયલમાં ઘણીવાર એ પણ જોયું અને સાંભળ્યું હશે કે, વિભૂતિ નારાયણ મિશ્રા હંમેશા તેને મુટલ્લી કહેની ચિડાવે છે અને તેના વજન પર કટાક્ષ ઘણાં કડક છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે સોમા ખૂબ સ્લિમ હતી અને તે ખૂબ હોટ એન્ડ બોલ્ડ પણ જોવા મળતી હતી, પણ બીમારીના પગલે તેની સાથે પરિવર્તન આવી ગયું.

આજે સોમા રાઠૌર પોતાના વજનને લઈને પણ ચર્ચામાં બની રહે છે. જોકે પહેલા તે ફિટનેસમાં આજની યુવતીઓ જેવી જ જોવા મળતી હતી. વાસ્તવમાં તમે અમ્માજી એટલે કે સોમા રોઠૌડની જૂની તસવીર પર નજર નાંખશો તો તમે ખૂદ જ સમજી જશો કે મામલે શું છે.

તસવીરને વારંવાર જોયા બાદ પણ કોઈ એ વિશ્વાસ નહી કરી શકે અને ના જ તો કોઈ કહી શકશે કે, આ તસવીર અમ્માજીની છે, પરંતુ આ તસવીર હકીકત તેમની જ છે. થોડા વર્ષો પહેલા અમ્માજી એટલે કે સોમા રાઠૌડ આવી જ જોવા મળતી હતી. અમ્માજી સાથે એક ઘટના બની હતી, જે બાદ તેનું વજન વધવા લાગ્યું હતું.

23 વર્ષની ઉંમરમાં સોમાએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધાં હતાં. આ લગ્ન સફળ ન થઈ શક્યા અને 10 વર્ષ બાદ બંને અલગ થઈ ગયાં. જણાવવામાં આવે છે કે સોમા અને તેના જીવનમાં મતભેદ વધતો ગયો અને મતભેદના કારણ બંને માર્ગ અલગ થઈ ગયાં. તે સમય સોમાની ઉંમર 33 વર્ષની હતી. છુટાછેડાના કારણે સોમાને ખૂબ ઝટકો લાગ્યો હતો અને તે એવામાં પોતાનું જીવન ખૂબ ખરાબ રીત પસાર કરવા લાગી હતી.

સોમાએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા અને 10 વર્ષ બાદ તેનાથી અંતર સોમા સહન ન કરી શકી અને તેના પગલે તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ. તણાવમાં રહીને સોમા પોતાના દિવસો પસાર કરવા લાગી, એવામાં માનસિક પીડા સાથે જ સોમા શારીરિક પીડાની પણ ઝપેટમાં આવી ગઈ. વાસ્તવમાં, ડિપ્રેશનના કારણ તેનું વજન પણ વધવા લાગ્યું. ત્યારથી લઈ અત્યા સુધી તેનું વજન વધતું જઈ રહ્યું છે, પરંતુ તે પોતાના કામમાં પરિપૂર્ણ છે અને દર્શકોને હંમેશા જ સોમા રાઠૌડ મનોરંજન કરાવે છે.
