યૂપી ગેટ પર લગભગ દોઢ મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો હિસ્સો બની રહ્યાં છે. આ વચ્ચે ગુરૂવારે ઘરણા સ્થળ પર એક 80 વર્ષની વૃદ્ધ મહિલા ટ્રેક્ટર ચલાવતી જોવા મળી. આ સમયેે વૃદ્ધ મહિલાને જોવા માટે ભારે ભીડ જામ હતી કારણ કે વૃદ્ધ મહિલા પૂરા ઉત્સાહ સાથે ખેડૂત આંદોલનમાં જોવા મળી.
વાસ્તવામાં આ વૃદ્ધ મહિલા જલાલપુર ગામની પૂર્વ મુખ્યમંત્રી રામકુમારી છે. ખેડૂત આંદોલનના સમર્થન આપવા પહોચેલી રામકુમારીએ જેવું જ ટ્રેક્ટરનું સ્ટેરિંગ સંભાળ્યું તો અહી સુરક્ષમાં તૈનાત જવાનો પણ તેને જોઈને જોતા જ રહી ગયાં. જોતા જોતમાં વૃદ્ધ મહિલા ખેડૂત આંદોલનમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. ઘરણા સ્થળ પર ચર્ચા થવા લાગી કે વૃદ્ધ મહિલાનો જુસ્સા ગજબનો છે અને તે ટ્રેક્ટર ચલાવવામાં પણ એક્સપર્ટ જોવા મળી રહી છે.
આ દરમિયાન રામકુમારીએ જણાવ્યું કે તે ખેડૂત પરિવાર સાથે છે અને ખેડૂતોનો અવાજ ઉઠાવવા માટે અહી આવી છે. સરકાર દ્વારા જે પ્રકારથી ખેડૂતોની વાત દર વખતે સાંભળવામાં નથી આવતી તે યોગ્ય નથી. તે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું પૂરૂ સમર્થન કરે છે. આ ઉંમરમાં ટ્રેક્ટર ચલાવવાની વાત પર તેણે કહ્યું કે તે પોતાના ખેતરમાં પણ ટ્રેક્ટર ચલાવે છે. એટલા માટે તેના માટે કોઈ નવી વાત નથી.
તમને જણાવી દઈએ કે કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડૂતો 6 ફેબ્રુઆરી એટલે કે શનિવારે દેશભરમાં ચક્કાજામ કરશે. કિસાન સંગઠનોએ શુક્રવારે કહ્યું કે, દિલ્હીને બાદ કરતાં સમગ્ર દેશમાં હાઇવે પર ચક્કાજામ કરાશે. કિસાન નેતા દર્શનપાલ સિંહે કહ્યું કે, અમે કાલે દિલ્હીમાં ચક્કાજામ નહીં કરીએ. અમે બોર્ડર પર શાંતિપૂર્વક બેસીશું. અમે દિલ્હી ઉપરાંત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવે બંધ કરીશું. બપોરે 12 થી 3 વાગ્યા સુધી ચક્કાજામ રહેશે.
કિસાન નેતાએ કહ્યું કે, અમે સિંધુ અને ટિકરી બોર્ડર પર શાંતિપૂર્વક બેસી રહીશું. બપોરે 3 વાગ્યે ચક્કાજામ પૂરું થશે તો અમે એક સાથે એક મિનિટ માટે પોતાની ગાડીઓના હોર્ન વગાડીશું. ઇન્ટરનેટ બંધ થતાં અમને ઘણી મુશ્કેલી પડી રહી છે. સંયુક્ત કિસાન મોર્ચા અહીંથી જ ચક્કાજામ કોર્ડિનેટ કરશે.
ન્યૂઝ એજન્સી એએનઆઇ પ્રમાણે, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, જે લોકો અહીં આવી શક્યાં નથી તે પોત-પોતાની જગ્યાએ ચક્કાજામ શાંતિપૂર્વક રીતે કરશે. ચક્કાજામ દિલ્હીમાં નહીં થાય.