ખેડૂતો આંદોલનનું સમર્થન કર્યા બાદ આલોચનાનો સામનો કરી રહેલી વયસ્ક ફિલ્મોની પૂર્વ કલાકાર મિયા ખલીફાએ શુક્રવાર કહ્યું કે તે ”અત્યારે પણ ખેડૂતો સાથે ઉભી છે.”
પોપ ગાયિકા રિહાનાના ખેડૂતોના આંદોલનની તરફ ધ્યાન આકર્ષિત કરનારૂ ટ્વિટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકપ્રિય ઘણાં કલાકારો, કાર્યકર્તાઓ અને રાજકીયનેતાઓ ખેડૂતોનો સાથ આપતા જોવા મળ્યાં હતાં. ખલીફાએ પણ આ જ સંબંધમાં ટ્વિટ કર્યું હતું. વિદેશ મંત્રાલયએ તેની નિંદા કરતા કર્યું હતું કે થોડો નિ:સ્વાર્થ સમૂહ આંદોલન પર પોતાનો એજેન્ડા થોપવાનો પ્રયત્ન કરી રહી છે.
Confirming I have in fact regained consciousness, and would like to thank you for your concern, albeit unnecessary. Still standing with the farmers, though ♥️ pic.twitter.com/ttZnYeVLRP
— Mia K. (@miakhalifa) February 4, 2021
સંસદમાં આખી ચર્ચા બાદ કૃષિ સુધારા વિશે દેશના કેટલાક ભાગમાં ખેડૂતોને ખૂબ નાના વર્ગને થોડો વાંધો છે અને વિરોધ પ્રદર્શન વિશે આલોચના કરવાની ઉતારળ પહેલા તથ્યોની તપાસ-કસોટી કરવી જોઈએ. ખલીફાએ ટ્વિટર પર તેનું વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોના સમૂહની તસવીસ શેર કરી.
You meant this backhandedly, but brb I’m gonna go donate some more money to my homeland’s Red Cross organization, maybe my ancestors will rest a little better now. https://t.co/BtzDrJLP8T pic.twitter.com/h52VVQRrsR
— Mia K. (@miakhalifa) February 3, 2021
તસવીરમાં લોકો બેનરો લઈને જોવા મળી રહ્યાં છે, જેમાં તેના, રિહાના અને સ્વીડનની જળવાયું કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના વિરોધ નારા લખ્યાં છે. એક બેનસ પર લખ્યું છે, ” મિયા ખલીફા હોશમાં આઓ.” ખલીફાએ આ તસવીર શેર કરતા લખ્યુ,” તેની પૃષ્ટિ કરૂ છું કે હું હોશમાં આવી ગઈ છું અને ચિંતા કરવા માટે આભાર. જોકે હું અત્યારે પણ ખેડૂતો સાથે છું”
“Paid actors,” huh? Quite the casting director, I hope they’re not overlooked during awards season. I stand with the farmers. #FarmersProtest pic.twitter.com/moONj03tN0
— Mia K. (@miakhalifa) February 3, 2021
તેના પહેલા ખલીફાએ આંદોલન સ્થળોની આજુબાજુ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ટીકા કરી હતી. તેણે ટ્ટિટ કર્યું હતું, ”માનવઅધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેણે નવી દિલ્હીની આસપાસ ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. ખેડૂત આંદોલન”
કેન્દ્રના નવ કૃષિ કાયદાના વિરૂધ ખેડૂતોનું આંદોલન આંતરાષ્ટ્રીય સ્તર પર ચર્ચાનો વિષય બનવાને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતને કોઈ વાંધો નથી. દિલ્હીથી જોડાયેલી બોર્ડર્સ પર આંદોલન કરી રહેલા ભારતીય ખેડૂત યૂનિયન (બીકેયૂ)ના નેતા રાકેશ ટિકૈતએ પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રટા થૈનર્બગ જેવી આંતરાષ્ટ્રીય હસ્તીઓનું આંદોલનના સમર્થનનું સ્વાગત કર્યું, પરંતુ સાથે જ કહ્યું કે તે તેને નથી ઓળખતા.
આંતરાષ્ટ્રીય હસ્તીઓના ખેડૂત આંદોલનના સમર્થન કરવાના પ્રશ્ન પર દિલ્હી-ઉત્તર પ્રદેશની બોર્ડર પર ગાજીપુરમાં ગુરૂવારે તેણે પત્રકારોથી કહ્યું, આ આંતરાષ્ટ્રીય કલાકારો કોણ છે? તેને જ્યારે પોપ સ્ટાર રિહાના, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનર્બગ, વયસ્ક ફિલ્મોની અભિનેત્રી મિયાં ખલીફ વિશે જણાવ્યું તો રાકેશ ટિકૈતે કહ્યું, તેણે અમારૂ સમર્થન કર્યું હશે પરંતુ હું તેને નથી ઓળખતો.