આ વિશ્વમાં ઘણાં એવા લોકો હોય છે જેને સ્ટંટ કરવાનો ખૂબ જ શોખ હોય છે. કેટલાક લોકો મોટરસાઈલ સાથે તો કેટલાક લોકો સાયકલ સાથે ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. ત્યારે સોશિય મીડિયા પર આ પ્રકારના ઘણાં બધાં વીડિયો તમને જોવા મળતા હોય છે. આ લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને ભયંકર સ્ટંટ કરે છે. ઘણીવાર આ સ્ટંટ તે લોકોને ઘણો મોંઘો પડે છે. ત્યારે તાજેતરમાં જ એક વ્યક્તિ સાયકલ સાથે સ્ટંટ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ યુવકે સાયકલને 140 મીટર ઊંચી બિલ્ડિંગ પર ચઢાવી દીધી. આ દરમિયાન તેણે પોતાના પગ જમીન પર જ ન રાખ્યા અને સફળતા પૂર્વક સ્ટંટ કરી દેખાડ્યો. જેને સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.
140 મીટર ઊંચી બિલ્ડિંગ પર ચડાવી સાયકલ
એક રિપોર્ટ મુજબ, આ યુવક ફ્રાન્સનો હોવાનો જણાવામાં આવે છે. આ યુવકે સાઈકલ સાથે એવો સ્ટંટ કર્યો કે જોઈ રહેલા તમામ લોકો જોતા જ રહી ગયાં હતાં. બધાં લોકો એ વિચારવા મજબૂર થયા છે કે છેવટે આ યુવકે આ સ્ટંટ કેમ કર્યો. ફ્રેન્સ માઉન્ટેન બાઈકિંગ ચેમ્પિયનએ આ સ્ટંટ પુરો કરવામાં ફકત 30 મીનિટનો સમય લીધો. તેણે ઈમારતની છાપરા સુધી પહોચવા માટે 33 ફ્લોર અને 768 સીડીઓ ચડ્યો હતો.
લોકો જોરદાર કરી રહ્યાં છે કમેન્ટ
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ અદ્દભૂત વીડિયોને જોઈને સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે. આ યુવકને સાઈકલ સાથે ગજબનો સ્ટંટ કરવો ખૂબ પસંદ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના અદ્દભૂત સ્ટંટના વીડિયો શેર કરતો રહે છે. પરંતુ તેને આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.
Aurelien Fontenoy climbed a 140-meter-high building in Paris on his bike. The French mountain-biking champion took 30 minutes to work his way up 33 floors and 768 steps without once putting his feet on the ground pic.twitter.com/DCSdpF9eIL
— Reuters (@Reuters) January 18, 2021