સામાન્ય રીતે એક નાની કારમાં 5 લોકોને બેસવાની જગ્યાં હોય છે. જ્યારે થોડી વ્યવસ્થા કરવામાં આવે તો 5ની જગ્યાએ 6 લોકોને આમારથી બેસાડી શકાય છે, પરંતુ મોટરસાઈકલ પર ગમે તેટલી વ્યવસ્થા કરી લો તો પણ 5 થી વધું લોકોને બેસાડવા અસંભવ હોય છે, પરંતુ આપણાં દેશમાં અશક્ય કઈ જ નથી હોતું. અહી વ્યક્તિ મોટરસાઈકલ પર કારથી વધું લોકોને બેસડી શકે છે. જો તમને આ અંગે વિશ્વાસ ન હોય તો આ વાયરલ ફોટોને ધ્યાનથી જોઈ લો. આ દ્રશ્યો કોઈ ચમત્કારથી કમ નથી કે એક સામાન્ય મોટરસાઈકલ પર 7 લોકો એકસાથે મુસાફરી કરી રહ્યાં છે.
શું છે પૂરો કિસ્સો?
આ તસવીર બિહારના પૂર્વી ચમ્પારણ જિલ્લાના ઢાકાની જણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરના દ્રશ્યો જોઈ શકાય છે કે 7 લોકો એક મોટરસાઈકલ પર સવારી છે, જેમાં એક પુરૂષ, મહિલા અને પાંચ બાળકો છે. આ એક આખો પરિવાર છે. ગજબની વાત તો એ છે કે તેના ઉપરાતં બાઈક પર સામાન પણ રાખેલો જોવા મળી રહ્યો છે. ખરેખર, જે પુરૂષે બાઈકની કમાન સંભાળી રાખી છે, તેમને તો પુરસ્કાર આપવો જોઈએ, કારણ કે તેણે દેખાડી દીધું કે ઓછી વસ્તુ હોવા છતાં એક પરિવાસ કેમ વ્યવસ્થા કરે છે.
પોલીસવાળાએ જોડ્યા હાથ!
જ્યારે એક પોલીસકર્મીએ આ દ્રશ્યો જોયા તો તેમણે ન ફક્ત બાઈક રોકવી પણ બાઈક ચાલકના અદમ્ય સાહસ અને હિંમતને જોઈને તેની સામે હાથ જોડવા લાગ્યાં. જોકે,બાદમાં પોલીસકર્મીએ બાઈક પર બેઠેલા લોકોને ઠપકો આપ્યો અને રોડ નિયમનું પાલન કરવાની સૂચના આપી. ત્યારે કોઈએ આ દુર્લભ દ્રશ્યને કેમેરામાં કેરી લીધી, ત્યારબાદ ઈન્ટરનેટ પર છવાઈ ગયાં છે.
આ રીતે વ્યવસ્થિત હતો પરિવાર
મોટરસાઈકલ પર કુલ 7 લોકો બેસેલા હતાં. બાઈકની ટાંકી વાળા ભાગ પર ત્રણ બાળકો બેઠા હતાં. ત્યારબાદ બાળકોના પિતા એટલે બાઈક ચાલક, પછી એક બાળક અને સૌથી પાછળ મા પોતાના ખોળામાં એક બાળકને લઈને બેઠી હતી. બની શકે છે તમે પણ બાળપણમાં ટાંકી પર બેસીને મુસાફરી કરી હશે અથવા સ્કૂટરના આગળ ભાગ પર ઊંભા રહીને અથવા સાઈકલ પર પણ આગળ બેઠા હશે.