ગરુણ પુરાણઃ આ 5 પ્રકારની સ્ત્રીઓને લગ્ન માટે માનવામાં આવે છે ખતરનાક, પુરુષોએ બચીને રહેવું, નહીં તો જિંદગી નરક થઈ જશે..
ગરુણ પુરાણઃ આ 5 પ્રકારની સ્ત્રીઓને લગ્ન માટે માનવામાં આવે છે ખતરનાક, પુરુષોએ બચીને રહેવું, નહીં તો જિંદગી નરક થઈ જશે..

ગરુણ પુરાણઃ આ 5 પ્રકારની સ્ત્રીઓને લગ્ન માટે માનવામાં આવે છે ખતરનાક, પુરુષોએ બચીને રહેવું, નહીં તો જિંદગી નરક થઈ જશે..

લગ્નએ વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. એટલે લગ્નની બાબતમાં ઉતાવળથી પગલું ન ભરવું જોઈએ. નહી તો, આખું જીવન પસ્તાવાનો વારો આવે છે. લગ્ન માટે નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ. લગ્ન એ સોળ સંસ્કારોમાં મહત્વપૂર્ણ સંસ્કાર છે. લગ્નજીવનમાં ખુશ રહેવા માટે ખૂબ જ જરૂરી છે એક સારો લાઈફ પાર્ટનર મળવો. એટલા માટે લગ્ન માટે તમારે એક એવી યુવતીની પસંદગી કરવી જોઈએ, જે પોતાના પતિ અને પરિવાર બંનેને પ્રેમપૂર્વક સંભાળી શકે.
વિષ્ણુ પુરાણ અનુસાર અમુક ખાસ પ્રકારની મહિલાઓ લગ્ન માટે અયોગ્ય જણાવવામાં આવેલી છે. તો ચાલો જાણીએ કે તે કોણ છે.

કડવું બોલનાર
વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીની વાણી મીઠી હોય છે, તેની વાણીમાં હંમેશા સરસ્વતી વાસ કરે છે. માનવામાં આવે છે કે વાણીમાં સરસ્વતીનો વાસ હોય છે અને જે સ્ત્રી મધુર વાણી બોલે છે, તેમનાથી માં સરસ્વતી હંમેશા પ્રસન્ન રહે છે. જો સ્ત્રી ખરાબ અથવા કટુ વચન બોલે છે તો તેના ઘરમાં ક્યારેય પણ શાંતિ રહેતી નથી. તે ઘરમાં હંમેશા અશાંતિનું વાતાવરણ રહે છે. એટલા માટે આવી સ્ત્રીઓ સાથે વિવાહ કરવા જોઇએ નહીં.

પરસ્પર સંબંધો અને એક જ ગૌત્રમાં લગ્ન કરવા નહીં
કોઈપણ વ્યક્તિએ તે સ્ત્રી સાથે ક્યારેય પણ લગ્ન કરવા જોઈએ નહીં, જેનો સંબંધ આપણા માતા-પિતા તરફથી કોઈ સંબંધ ધરાવતો હોય. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન પરસ્પર સંબંધો અથવા એક જ ગૌત્રમાં થાય તો જેનેટિક બીમારીઓ થવાની સંભાવના વધારે રહે છે. જે સ્ત્રીની માતા પક્ષ સાથે પાંચમી પેઢી સુધી અને પિતા પક્ષ સાથે સાતમી પેઢી સુધી કોઈ સંબંધ ન હોય તેની સાથે લગ્ન કરવા જોઈએ.

ખરાબ પુરુષ સાથે સંબંધ રાખનાર…
જો કોઈ સ્ત્રી કોઈ ખરાબ પુરુષ સાથે સંબંધ રાખે છે તો તેની સાથે લગ્ન કરવા જોઈએ નહીં. કારણ કે તે કોઈ પણ સમયે મુસીબતમાં મુકાઈ શકે છે. તે દુષ્ટ પુરુષ તે સ્ત્રીનો ઉપયોગ પોતાના કામ માટે પણ કરી શકે છે. તેની સંગતમાં રહીને સ્ત્રીનો સ્વભાવ પણ એવો જ બની શકે છે. આવું થવાથી તેના ચરિત્રમાં પણ દોષ આવી જાય છે. એટલે માટે આવી સ્ત્રી સાથે વિવાહ કરવા જોઇએ નહીં.

ઝીણા મનની અને કજિયાખોર સ્ત્રી
લગ્નએ બે વ્યક્તિને નહીં પણ બે પરિવારને એકબીજા સાથે જોડે છે. એટલે આ સંબંધ માટે મોટા મનની છોકરી પસંદ કરવી. નહીં ઝીણા મનની. જે નાની અમથી વાતમાં ઈર્ષા કરે અને ઝઘડો કરે. કારણ કે, પરિવારને એક રાખવા માટે તારું-મારું રાખતાં લોકો ક્યારેય પણ સંભાળી શકતાં નથી. એટલે કજિયાખોર અને ઈર્ષાળુ મહિલા સાથે લગ્ન કરવા નહી,,,

સવારે જલદી ન ઉઠનાર
એક વૈવાહિક સ્ત્રી ઉપર પરિવારની જવાબદારી હોય છે. જો તે આ જવાબદારીઓ નિભાવી શકતી નથી તો તે આળસની નિશાની હોય છે. માનવામાં આવે છે કે જો સ્ત્રી દિવસભરના કાર્યોમાં પોતાનો સમય ન આપી શકે તો તે મોડે સુધી સુધી રહે છે. તે સ્ત્રી પોતાનું ઘર ક્યારેય પણ સાફ રાખી શકતી નથી. જેના કારણે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીની કૃપા રહેતી નથી અને તે ઘરમાં હંમેશા ગરીબીનો વાસ રહે છે. એટલા માટે આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા જોઈએ નહીં.