નવરાત્રિ દરમિયાન કુવારીકાઓને કરો આ વસ્તુની ભેટ, મળશે ખૂબ લાભ...
નવરાત્રિ દરમિયાન કુવારીકાઓને કરો આ વસ્તુની ભેટ, મળશે ખૂબ લાભ…

નવરાત્રિ દરમિયાન કુવારીકાઓને કરો આ વસ્તુની ભેટ, મળશે ખૂબ લાભ…

નવરાત્રિ એટલે આદ્યશક્તિનો પર્વ. જેમાં મા દુર્ગાને રીઝવવા માટે વિવિધ પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાને નારી શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે, એટલે મા દુર્ગાની કૃપા મેળવવા માટે કુમારીકા એટલે કે, નાની કન્યાઓની પૂજા કરવામાં આવે છે.

ખાસ કરીને આઠમ અને નોમના દિવસે નાની કન્યાઓને પૂજા કરાવવાની પરંપરા છે. જેમાં સૌ પોતાના સામર્થ્ય પ્રમાણે દક્ષિણા સાથે ભેટ આપે છે અને મા દુર્ગાની કૃપા મેળવે છે.

કુમારિકાઓને ભોજન કરાવ્યા બાદ મોટાભાગે સોળ શણગારની વસ્તુ વધુ આપવામાં આવે છે. જેમાં લાલ રંગના વસ્ત્રો, બંગડી અને ચાલ્લા સહિત ફળ અને સિક્કાની ભેટ આપવામાં આવે છે.

શ્રુંગાર સામગ્રી

શ્રુંગાર સામગ્રી ભેટ કરવી તમારા માટે શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે. શ્રુંગારમાં ચાલ્લા, બંગડી,વાળ માટેની ક્લીપ્સ સહિતની અનેક વસ્તુ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે, કુંવારિકાઓ દ્વારા કરેલો શૃંગારનો  માતા  સીધો સ્વીકાર કરે છે.

ફળ આપવા

નવરાત્રિમાં ફળ ભેટ આપવી જોઈએ. જેનાથી સ્વાસ્થ્ય સંબંધી બીમારી દૂર થાય છે. તેમજ ધનથી સંબંધી કાર્યોમાં કોઈ પણ જાતના રૂકાવટ આવતા નથી.ફળમાં ખાસ કરીને કેળુ અને નારિયેળ આપવામાં આવે છે. કારણ કે, એવી માન્યતા છે કે, કેળુ વિષ્ણુજીને પ્રિય છે અને નારિયેળ મા લક્ષ્મીને પ્રિય છે. એેટલે આ ફળ આપવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

લાલવસ્ત્રો

નવરાત્રીમાં ભોજન કરાવ્યા પછી કુવારીકાઓના લાગ રંગના વસ્ત્રો ભેટ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે, લાલ રંગ શુભ કાર્યનું પ્રતિમા માનવામાં આવે છે.

સિક્કા ભેટમાં આપવા 

નવરાત્રીમાં કુંવારિકાને પૈસા ભેટ આપવામાં આવે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પૈસા આપવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એવી માન્યતા છે કે, આ રીતે દાન કરવાથી લક્ષ્મીનો ભંડાર ક્યારે પૂરો થતો નથી.

આમ, કન્યાઓને ભોજન કરાવીને મા દુર્ગાને કૃપા મેળવવા માટે તેમની પ્રિય વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે. આઠમના દિવસે તો કન્યાને પોતાના હાથે તૈયાર કરીને તેમના પગને દૂધ ધોઈને કુમકુમનો ચાંદલો કરીને અક્ષત લગાવીને ફૂલ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ ભોજનમાં તેમને ખીર અને પૂરી જમાડવામાં આવે છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે તેમને ભેટ આપવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન કુવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે, તેમની પૂજા કર્યા બાદ તેમને ભેટ આપીને તેમના આશીવાર્દ મેળવવામાંઆવે છે. કહેવાય છે કે, કુમારીકાનું ભોજન કરાવવું મા દુર્ગાની પૂજા બરાબર છે. એટલે જ આ નવ દિવસ દરમિયાન કુમારીકાની પૂજા કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.