તમે અત્યાર સુધી પ્લાસ્ટિક સર્જરી દ્વારા ચહેરાના લક્ષણો સુધારવા વિશે સાંભળ્યું હશે. ઘણી અભિનેત્રીઓ પોતાનું નાક, હોઠને પોતાને ગમતા આકારમાં લાવવા સર્જરી કરાવતી હોય છે, પરંતુ ચીનની એક 15 વર્ષની યુવતીની આ સર્જરી જોઈ તમે ખૂબ ચોકી જશો. આ તસવીરમાં એક તરફ તમને વૃદ્ધ મહિલા અને બીજા તફર એક યુવાન યુવતી નજર આવી રહી છે, પણ તમને જણાવી દઈએ કે, આ બંને એક જ છે.
હકીકરતમાં, આ યુવતી શાઓ ફેંગની ઉંમર 15 વર્ષ છે, પરંતુ તે લાગતી 60 વર્ષની. તે પ્રોગેરિયાથી પીડિત છે. 29 ડિસેમ્બરે આ યુવતીની 10 સર્જરી કરવામાં આવી. આ યુવતીનું ઓપરેશન કરનારા ડોક્ટર શી લિંગ્જી પ્રમાણે, સર્જનએ યુવતીના ચહેરા પરથી 2.7 ઈંચ મોટી સ્કિનને નીકાળી છે, ત્યારે જઈને આ પરિણામ મળ્યું.
ડોક્ટરે આગળ જણાવ્યું કે, અમે લોકોએ શાઓ ફેંગના બધું મેડિકલ બિલને રદ્દ કર્યું છે, જેનો થોડા 5 લાખ એટલે (52 લાખ રૂપિયા) હતાં. એક સંસ્થાએ શાઓની મદદ માટે ફંડ પણ જમા કર્યું. અમે ઈચ્છે છે કે હવે આ ફંડનો ઉપયોગ શાયો પોતાનો અભ્યાસ અને રિકવરીમાં લગાવશે.
તેમજ શાઓ ફેંગ પણ પોતાની સર્જરીને લઈને ઘણી ખુશ છે. તેના પિતાએ જણાવ્યુ, જ્યારે તે એક વર્ષની હતી, ત્યારથી તેની ચામડી લટવા લાગી હતી. સ્કુલમાં તેને નવી મિત્ર બનાવામાં ડરતા હતાં. પહેલા તેની સાથે સ્કુલમાં કોઈ વાત ન હતું કરતું. તેની કોઈ મિત્ર ન હતી. તે ખૂબ ગુમચુમ રહેતી હતી. અન્ય યુવતીઓ જેમ જ તે મેકઅપ કરવા માંગતી હતી. હવે તે બધું જ કરી શકે છે.
શું હોય છએ પ્રોગેરિયા?
પ્રોગેરિયા એક દુર્લભ આનુવંશિક સ્થિતિ છે, જેના કારણે શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. આ બીમારી પર બોલિવૂડમાં ફિલ્મ ‘પા’ પણ બની ચૂકી છે. આ બીમારીથી પીડિત મોટાભાગના બાળક 13 વર્ષની ઉંમર બાદ જીવિત નથી રહેતા. આ બીમારી યુવક અને યુવતી બંનેને હોય છે. 40 લાખમાંથી એક બાળક આ બીમારીથી પીડિત જરૂર થાય છે. આ બીમારીથી પીડિત મોટાભાગના લોકો સ્ટોકથી મરી જાય છે.