સનાતન ધર્મમાં દેવી માતાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. એવામાં દર વર્ષે માતાજીની આરાધના માટે ચાર પાવન પર્વ આવે છે, જેમને નવરાત્રીનું નામ આપવામાં આવે છે. તેમાંથી બે નવરાત્રી ક્રમશ: ચૈત્ર નવરાત્રી તેમજ શાદરીય નવરાત્રી હોય છે. તેમજ બે નવરાત્રી અતિ રહસ્યમય અને ગોપનીયના પગલે ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. તેમજ આ દિવસો માઘ માસામાં માઘની ગુપ્તનવરાત્રી ચાલી રહી છે. એવામાં આજે અમે તમને દેવી માતાના એક એવા સ્વરૂપ વિશે જણાવી રહ્યાં છે. જેમના મંદિરમાં થનારા ચમત્કારોને આજ દિવસ સુધી વિજ્ઞાન પણ નથી સમજી શક્યું.
વાસ્તવમાં માતાના આ સ્થાન પર અજ્ઞાત કાળથી જ્વાળા નીકળી રહી છે આ જ કારણથી તેમને જ્વાલાદેવીનું મંદિર કહેવામાં આવે છે. જ્વાલાદેવીનું મંદિર પણ 51 શક્તિપીઠોમાંથી એક છે, જે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં કાલીધાર ડુંગરના વચ્ચે વસેલું છે.
શાસ્ત્રો અનુસાર, જ્વાલાદેવીમાં માતા સતીની જીભ પડી હતી. જ્વાલામુખી મંદિરને જ્યોતા વાળાનું મંદિર અને નગરકોટ પણ કહેવામાં આવે છે. મંદિરના શિખર પર સોનાની પરત ચડેલી છે.
જ્વાલાદેવી મંદિરમાં સદીઓથી તેલ વગર-વાટ પ્રાકૃતિક રૂપથી 9 જ્વાળાઓ પ્રગટી રહી છ. 9 જ્વાલાઓમાં પ્રમુખ જ્વાલા માતા, જે ચાંદીના દીવા વચ્ચે સ્થિત છે, જેમના મહાકાળી કહેવામાં આવે છે. અન્ય 8 જ્વાલોઓને રૂપમાં માતા અન્નપૂર્ણા, ચંદી, હિંગજાલ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી જ્વાલાદેવી મંદિરમાં નવિસા કરે છે.
જ્વાલાદેવી શક્તિપીઠમાં માતાની જ્વાલાના ઉપરાંત એક અન્ય ચમત્કાર જોવા મળે છે. મંદિર પરિસરના નજીક જ એક સ્થળે ગોરખ ડિબ્બી છે. જોવા પર લાગે છે કે આ કુંડમાં ગરમ પાણી ઉકળતું હશે, જ્યારે સ્પર્શ કરવા પર કુંડનું પાણી ઠંડુ લાગે છે. આ ગોરખનાથનું મંદિર કહેવાય છે.
એક દંતકથા અનુસાર, માતાના અનન્ય ભક્ત ગુરૂ ગોરખનાથએ અહી માતાની ખૂબ સેવા કરી હતી અને તે માતાના સાક્ષાત દર્શન પણ કરતાં હતાં. એકવાર ગોરખનાથને ભૂખ લાગી ત્યારે તેમણે માતાથી કહ્યું કે તમે આગ પ્રગટાવી પાણી ગરમ કરો, હું ભિક્ષા માંગીને લાઉ છું. માતાએ પોતાના પુત્રના કહ્યાં અનુસાર અગ્નિ પ્રગટાવી પાણી ગરમ કર્યું અને ગોરખનાથની પ્રતિક્ષા કરવા લાગ્યાં, પરંતુ ગોરખનાથ અત્યા સુધી પરત નથી આવ્યાં.
કહેવાય છે કે આજે પણ માતા જ્વાલા પ્રગટાવીને પોતાના ભક્તની પ્રતિક્ષા કરી રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કળિયુગ ખતમ થઈને ફરીથી સતયુગ આવશે, ત્યારે ગોરખનાથ પરત માતાના પાસે આવશે.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good. https://accounts.binance.com/kz/register-person?ref=UM6SMJM3