સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલું છે. સોનુ ગત વર્ષે પોતાના ઉચ્ચતમ સ્તરથી 10 હજાર રૂપિયાથી વધું નીચે આવી ચૂક્યું છે. આ વર્ષે અલબત્ત 4000 રૂપિયાથી વધું ઘટાડો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે અંતિમ વ્યવસાય દિવસની કિંમતોમાં 238 રૂપિયાનો ઘટાડા પછી આ અઠવાડિયના પહેલા દિવસે સોનામાં 278 રૂપિયાની મજબૂતી આવી. છતાં સોનું અત્યારે પણ 10,000 રૂપિયાથી વધું ઓછા ભાવ પર વેચાય રહ્યું છે. અઠવાડિયા પહેલા વ્યવસાય દિવસોમાં સોનું 46,013 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિમત પર પહોચી ગયું.
સોનાની કિંમતમાં આવેલી મજબૂતીના પાછળ આંતરાષ્ટ્રીય બજારમાં કિમતોમાં સુધારને જણાવવામાં આવી રહ્યું છે. આથી ઘરેલુ બજારમાં પણ થોડી મજબૂતી જોવા મળી. સોનાના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ 265 રૂપિયા વધ્યો, ત્યાર પછી કિલો ચાંદીની કિંમત 68,587 રૂપિયા પ્રતિ કિલો પહોચી ગયો.
જણાવી દઈએ કે 2021માં સોનામાં અત્યારસુધી લગભગ 4000 રૂપિયાથી વધુંનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં સોનાનો પોતાનો અત્યાર સુધીનું રેકોર્ડ સ્તર પર 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવથી વેચાય રહ્યું હતું. પરંતુ તેના પછી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો અને હવે આ 46 હજારથી પણ નીચા ભાવ પર પહોચી ચૂક્યું છે. જાણકારોનું માનીએ તો સોનામાં રોકાણનો આ શ્રેષ્ઠ અવસર છે. એક મહિના પછી લગ્નની સિઝન શરૂ થઈ જશે. એવામાં આભૂષણોની ખરીદારીથી લઈને રોકાણ સુધી જરૂરીયાતને પૂરી કરવા માટે અત્યારે સોના પર દાવ લગાવવામાં આવી રહ્યો છે.