આજે એટલે 12 ફેબ્રુઆરી 2021થી મહા ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે. જે 21 ફેબ્રુઆરી 2021 સુધી રહેશે. ગુપ્ત નવરાત્રી ચૈત્ર અને શાદરીય નવરાત્રીથી અલગ હોય છે. આમ તો આ નવરાત્રી પણ શક્તિની પૂજા માટે જ હોય છે, પરંતુ પોતાની ગોપનીયતા અને દેવી માતાના અલગ સ્વરૂપના કારણ થોડી અલગ છે. સાથે જ આ મુખ્ય રૂપથી તાંત્રિક ક્રિયા માટે કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને ગુપ્ત નવરાત્રીની દેવીઓ અને તેમના મંદિરો વિશે જણાવી રહ્યાં છે.
ગુપ્ત નવરાત્રીની દેવી માતાઓ
માતા કાલિકે, માતા તારા દેવી, લલિતા માતા / ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્વરી દેવી, માતા ચિત્રમસ્તા, માતા ત્રિપુર, ભૈરવી, માતા બગ્લામુખી, માતા માંતગી, માતા ધૂમવ્રતી અને માતા કલમા દેવી.
માન્યતા અનુસાર, માતાએ સતી અને પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો. સતી રૂપમાં જ તેમણે 10 મહાવિદ્યાઓના માધ્યમથી પોતાનો જન્મો વર્ણવ્યાં હતાં.
દેવી માતાઓના મંદિર અને સ્વરૂપ
માતા કાલિકે
માનવામાં આવે છે કે માતાએ કાળી રૂપ રાક્ષસોના સંહાર માટે લીધો હતો. જીવનની દરેક પરેશાની તેમજ દુ:ખ દૂર કરવા માટે તેમની આરાધના કરવામાં આવે છે. માતા કાલિકાને વિશેષ રૂપથી બંગાળ અને આસામાં પૂજવામાં આવે છે. માતા કાળીને દેવી દુર્ગાના દસ મહાવિદ્યાઓ માંથી એક માનવામાં આવે છે. માતા કાળીના ચાર રૂપ છે- દક્ષિણા કાળી, શમશાન કાળી, માતૃ કાળી અને મહાકાળી.
માતા કાળીના મંદિર
દક્ષિણેશ્વર કાળી મંદિર (પશ્ચિમ બંગાળ)
રામકૃષ્ણ પરમહંસના આરાધ્યા દેવી માતા કાલિકાનું કોલકતામાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. આ સ્થાન પર માતા સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. એટલા માટે આ સતીના 52 શક્તિપીઠોમાં સામેલ છે. આ સ્થાન પર 1847માં જાન બાજારની મહારાણી રાસમણિએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 25 એકર ક્ષેત્રમાં ફેલાયેલું આ મંદિરનું નિર્માણ કાર્ય 1855ના રોજ પૂર્ણ થયું. કોલકાતાના ઉત્તરમાં વિવેકાનંદ પુલના નજીક સ્થિત આ આખા વિસ્તારને કાળીઘાટ કહેવામાં આવે છે.
માતા ગઢ કાલિકા, ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
ઉજ્જૈનના કાળીઘાટ સ્થિત કાલિકા માતાનું પ્રાચીન મંદિર છે, જેમને ગઢ કાલિકાના નામથી ઓળખવામાં આવે છે. ઉજ્જૈન વિસ્તારમાં માતા હરસિદ્ધિ શક્તિપીઠ હોવાના કારણ આ વિસ્તારનું મહત્વ વધી ગયું છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે સ્થિત ભૈરવ પર્વત પર માતા ભગવતી સતીના હોઠ પડ્યાં હતાં.
તાંત્રિકોના દેવી કાલિકાના આ ચમત્કાર મંદિરની પ્રાચીનતાના વિષયમાં કોઈ નથી જાણતું, છતાં માનવામાં આવે છે કે તેમની સ્થાપના મહાભારત કાળમાં થઈ હતી, પરંતુ મૂર્તિ સતયુગ કાળની છે. પછી આ પ્રાચીન મંદિરના જીર્ણોદ્વાર સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવામાં આવેલો ઉલ્લેખ મળે છે. રાજ્યકાળમાં ગ્વાલિયરના મહારાજાએ તેમનું પુનનિર્માણ કરાવ્યું. કાલજયી કવિ કાલિદાસ ગઢ કાલિકા દેવીના ઉપાસક હતાં.
મહાકાળી શક્તિપીઠ, પાવાગઢ (ગુજરાત)
ગુજરાતની ઊંચા પર્વતો પર વસેલું માતા કાલિકાનું શક્તિપીઠ સૌથી જાગૃત માનવામાં આવે છે. અહી સ્થિત કાલી માતાને મહાકાળી કહેવામાં આવે છે. કાલિકા માતાનું આ પ્રસિદ્ઘ મંદિર માતા શક્તિપીઠોમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત પર પડી હતી.
આ મંદિર ગુજરાતની પ્રાચીન રાજધાની ચંપારણ્ય નજીક સ્થિત છે, જે વડોદરા શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર છે. પાવાગઢ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. રોપ-વેથી ઉતર્યા બદા તમારે લગભગ 250 સીડીઓ ચડવી પડશે, ત્યારે જઈને તમે મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોચશો.
કાલિકા મંદિર, કાંડા બજાર-કાંડા જિલ્લા બાગેશ્વર (ઉત્તરાખંડ)
આ કાલિકા મંદિરની સ્થાપના દસમી સદીમાં આદિ શંકરાચાર્યે કરી હતી. કૈલાશ યાત્રા પર અહીં પહોચી શંકરાચાર્યએ લોકોની રક્ષા માટે માતા કાળીના વિગ્રહની સ્થાપના વૃક્ષના થડ પર કરી હતી. આ સ્થાન પર 1974માં એક મંદિર બનાવવામાં આવ્યું.
લોક માન્યતા અનુસાર, આ ક્ષેત્રમાં કાલનો આતંક હતો. તે દર વર્ષે નરબલિ લેતા હતાં. તે અદ્રશ્ય કાલ જેનું પણ નામ લેતા તેનું તાત્કાલિક મૃત્યુ થઈ જતું હતું. લોકો પરેશાન હતાં. પરેશાન લોકોએ શંકરાચાર્યથી આપવીત્તી સંભળાવી. ગુરૂએ સ્થાનિક લુહારોના હાથે લોખંડના નવ કુવાડા બનાવ્યાં. લોક માન્યાતા અનુસાર, તેમણે અદ્રશ્ય કાલથી સાત કુવાડી નીચે દબાવી દીધી. તેમના ઉપર એક વિશાળ શિલા રાખવામાં આવી. તેમણે અહી એક વૃક્ષના થડ પર માતા કાલીના સ્થાપના કરી. ત્યારથી કાલનો ખોફ ખતમ થયો.
ભીમાકાલી મંદિર, શિમલા (હિમાચલ)
શિમલાથી લગભગ 180 કિલોમીટરના અંતર પર સરાહનમાં વ્યાસ નદીના કાંઠે ભીમાકાલી મંદિર સ્થિત છે. માનવામાં આવે છે કે અહીં દેવી સતીના કાન પડ્યાં હતાં. એટલા માટે આ શક્તિપીઠના રૂપમાં માનવામાં આવે છે. અહીં દેવીએ ભીમ રૂપ ધારણ કરીને અસુરોંનો વધ કર્યો હતો, એટલા માટે દેવી ભીમા કહેવાય છે. અહી દેવી કાળીની પૂજા થાય છે. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણે અહી વાણાસુરનો વધ કર્યો હતો.
આ ઉપરાંત કાલિકના પ્રાચીન મંદિર, ગોવાના મહામાયા, કર્નાટકના બેલગામમાં, પંજાબના ચંડીગઢમાં અને કાશ્મીરમાં આવેલા છે.
માતા તારા દેવી મંદિર
સૌંદર્ય અને રૂપ એશ્વર્યના દેવી તારા આર્થિક પ્રગતિ અને ભોગ સાથે જ મોક્ષ આપનારા માનવામાં આવે છે.
મંદિર- શિમલા સાથે જોડાયેલા શિખર પર સ્થિત માતા તારાનું મંદિર દરેક મનોકામનાઓ પૂર્ણ કરનારી છે. શિમલા શહેરથી લગભગ 11 કિલોમીટરના અંતર પર બનાવવામાં આવેલું આ મંદિર ઘણું જૂનું છે. દર વર્ષે અહી લાખો લોકો માતાના આશીર્વાદ લેવા પહોચે છે.
કહેવામાં આવે છે કે લગભગ 250 વર્ષ પહેલા માતા તારાને પશ્ચિમ બંગાળથી શિમલા લાવવામાં આવ્યાં હતાં. સેન કાળના એક શાસક માતાની મૂર્તિ બંગાળથી શિમલા લઈને આવ્યાં હતાં. જ્યાં સુધી કે મંદિર બનાવવાની વાત છે રાજા ભૂપેન્દ્ર સેનએ માતાનું મંદિર બનાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે એકવાર ભૂપેન્દ્ર સેન તારાદેવીના ઘનઘોર જંગોલમાં શિકાર માટે ગયાં હતાં.
આ દરમિયાન તેમને માતા તારા અને ભગવાન હનુમાનના દર્શન થયાં. માતા તારાએ ઈચ્છા જણાવી કે તે આ સ્થળમાં વસવા માંગે છે, જેથી ભક્ત અહી આવીને સરળતાથી તેમના દર્શન કરી શકે. જે બાદ રાજાએ અહી મંદિર બનાવવાનું શરૂ કર્યું.
લલિતા માતા ત્રિપુર સુંદરી
શ્રી લલિતા દેવીનું ત્રિપુર સુંદરીના નામથી પણ ઓળખવામાં આવે છે. લલિતા લાલ વસ્ત્ર પહેરીને કમળ પર બેઠેલા છે. તેમની પૂજા સમૃદ્ધિ તેમજ યશ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.
મંદિર સીતાપુરના નૈમિષારણ્યમાં સ્થિત લલિતા દેવી મંદિર તે જ મંદિર કહેવાય છે જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું. જણાવવામાં આવે છે કે નૈમિષારણ્ય તીર્થ ઋષિ મુનિઓની તપોભૂમિ માનવામાં આવે છે. આ સ્થાન પર એક ચક્ર તીર્થ પણ છે. માન્યતાઓ અનુસાર, આ ચક્ર તીર્થમાં ભગવાન વિષ્ણુનું ચક્ર પડ્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર, ચક્ર તીર્થમાં સ્નાન કરનારા મનુષ્યના તમામ પાપ ધોવાય જાય છે. નેમિષારણ્યમાં જ માતા લલિતા દેવીનું પ્રસિદ્ધ ધામ છે. આ મંદિરની એક વિશેષ વાત એ પણ છે કે અહીં જે પણ માતાના ભક્ત પોતાના મનમાં સાચી શ્રદ્ધા ભાવથી આવે તે ક્યારેય ખાલી હાથ પરત નથી ફરતાં, માતા તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
માતા ભુવનેશ્વરી દેવી
માતા ભુવનેશ્વરી એશ્વર્યની સ્વામિની છે. દેવી દેવતાઓની આરાધનામાં તેમને વિશેષ શક્તિ દાયક માનવામાં આવે છે. આ સમસ્ત સુખો અને સિદ્ધઓને આપનારા છે.
મંદિર
પ્રસિદ્ધ ભુવનેશ્વરી મંદિર ગુવાહાટીમાં નીલાચલના પર્વત પર આવેલું છે. તેમને ભુવનેશ્વરી દેવીનું સન્માન બનાવવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મના અનુસાર, ભુવનેશ્વરી દેવી 10 મહાવિદ્યા દેવીમાં ચોથી દેવી છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 7મી થી 9મી ,સદીના વચ્ચે કરાવવામાં આવ્યું હતું.
પથ્થરથી બનેલું આ મંદિરની સંરચના કામાખ્યા મંદિરથી ઘણું મળી આવે છે અને અહી તમે આસપાસ શાંત માહોલનો આનંદ લઈ શકો છો. અહી દર મહિને લગભગ 100 પર્યટક આવે છે. અમ્બુબાચી અને મનાશા પૂજા દરમિયાન આ મંદિર આખા વિશ્વથી મોટી સંખ્યામાં પર્યટકો અને શ્રદ્ધાળુઓને પોતાની તરફ ખેચે છે.
માતા ભુવનેશ્વરી સિદ્ધપીઠ સાંગુડા, ઉત્તરાખંડ
પૌડી ગઢવાલના બિલખેત, સાંગુડા સ્થિત માતા ભુવનેશ્વરી સિદ્ધપીઠ પહોચવા માટે રાષ્ટ્રીય હાઈવે 119 પર કોટદ્વાર-પૌડીના મધ્ય કોટદ્વારથી લગભગ 54 કિમી તથા પૌડીથી 52 કિમીના અંતર પર સ્થિત એક નાના કસ્બે સતપુલી સુધી પહોચવું પડે છે. સતપુલીથી બાંધાટ, બ્યાસટ્ટી, દેવપ્રયાગ માર્ગ પર લગભગ 8 કિલોમીટરના અંતર પર પ્રાકૃતિક સુંદરતા તેમજ ભવ્યતાથી પરિપૂર્ણ સાંગુડા નામના સ્થાન પર અહી માતા ભુવનેશ્વરી સિદ્ધપીઠ આવેલું છે.