19 જાન્યુઆરીએ ગુરૂ ગ્રહ મકર રાશિમાં અસ્ત થઈ ચૂક્યો છે. હવે આ ગ્રહ 16 ફેબ્રુઆરીએ ઉદય થશે. વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહનું અસ્ત હોવું ખૂબ મહત્વપૂર્ણ ઘટના છે. દર વર્ષે કેટલાક દિવસો માટે આકાશમાં ગ્રહ જોવા નહી મળે, કારણ કે તે સૂર્યની ખૂબ નજીક આવી જાય છે. તેમને ગ્રહનો અસ્ત અથવા ખોવાઈ જવું પણ કહેવાય છે. બૃહત્સંહિતા ગ્રંથમાં કહેવામાં આવે છે કે ગુરૂ અસ્ત હોવાથી દેશની આર્થિક સ્થિતિ સાથે ઋતિમાં પણ બદલાવ આવે છે. જાણીએ ગુરૂ અસ્ત થવાનો કેવો પડશે પ્રભાવ…
ઋતુમાં અચાનક બદલાવનો યોગ
-કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્ર અનુસાર, ગુરૂ ગ્રહ અસ્ત હોવાથી ઋતુમાં અચાકન બદલાવ થઈ શકે છે.
-દેશમાં ઠંડી વધવાની સાથે જ કેટલાક ભાગમાં વરસાદ થવાની સંભાવના છે અને ઉત્તરી -રાજ્યોના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ શકે છે.
-જ્યોતિષ ગ્રંથ ભદ્રબાહુ સંહિતામાં જણાવવામાં આવ્યું છે કે મકર રાશિમા ગુરૂ અસ્ત હોવાથી અડદ, તલ, મગ, અન્ય ડાંગર મોંઘું થાય છે.
-અનાજ પણ મોંઘું થવાનો યોગ છે. શનિ સાથે ગુરૂનું પણ અસ્ત થઈ જવું અશુભ માનવામાં આવે છે.
મેષ રાશિ
બિઝનેસ કરી રહેલા અને નોકરીવાળા લોકોએ વિચારપૂર્વક નિર્ણય લેવો પડશે. કામ-કાજ પર અસર પડી શકે છે. ખોટા નિર્ણયથી નુકસાન થઈ શકે છે. સમજી-વિચારી બોલો. વાતચીત કરતા સમય સાવધાની રાખવી પડશે. માન-સન્માનમાં ઉણપ આવી શકે છે.
વૃષભ રાશિ
સ્વાસ્થયને લઈને સાવધાની રાખવી પડશે. મહેનત વધશે. જોકે, તેનો ફાયદો પણ મળશે. જીવનસાથી સાથે વિચારોમાં મતભેદ થઈ શકે છે. સંતાન સંબંધી તણાવ રહેશે. ભાગ્યનો સાથ ઓછો મળશે. પ્રવાસનો યોગ બનશે.
મિથુન
વિચારેલા મોટા અને ખાસ કામ માટે સમય યોગ્ય નથી. સંપત્તિને લગતી બાબતમાં વિવાદ થઈ શકે છે. સાવચેત રહો. બચત ખતમ થઈ શકે છે. ગુપ્ત વાતો જગજાહેર થવાનો યોગ બની રહ્યો છે. રોકાણમાં સાવધાની રાખવી પડશે.
કર્ક રાશિ
વિચારેલા કામ પૂર્ણ થવામા સમય લાગશે.પરંતુ સફળતા મળશે. નોકરી અને બિઝનેસમાં કોઈપણ નિર્ણય સમજીને જ લો. કુટુંબીક સંબંધોથી લઈને પૈસાની લેતી-દેતી સુધી દરેક જગ્યાએ સાવચેતી રાખવી પડશે. પરંતુ લાભ પણ મળશે.
સિંહ રાશિ
ભાગ્યના વિશ્વાસ ન રહો. આ દરમિયાન કામના નવા અવસર મળશે. જોખમી ભરેલા કામ કરવાથી બચવું જોઈએ. દુશ્મનો પર જીત મળશે. ધન લાભ થવાનો યોગ છે. પરંતુ ખર્ચ પણ થશે.
કન્યા રાશિ
આ દિવસમાં કરવામાં આવેલા મહેનતનો ફાયદો આગામી દિવસોમાં મળશે. આ દિવસમાં કરેલું રોકાણ ફાયદા આગામી દિવસોમાં મળશે. વિચારેલા કામ પૂરા થવામાં સમય લાગશે. કોઈ ખાસ યોજનાની સફળતા માટે તમારે રાહ જોવી પડશે.
તુલા રાશિ
ઘરમાં કોઈના સ્વાસ્થ્ય લઈને ચિંતા વધશે. ખર્ચ વધશે. પ્રવાસનો યોગ બનશે. સંપત્તિની બાબતમાં સાવચેતી રાખવી પડશે. જોખમ ભરેલું રોકાણ કરવાથી બચો. કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. દરેક કામને યોજના બનાવીને કરો.
વૃશ્ચિક રાશિ
તમારી ખામીને જોવાનો અને સમજવાનો મોકો મળશે. તમારા સુધારો અને બદલાવ કરશો તો આગામી દિવસોમાં તેનો ફાયદો મળશે. જીવનસાથીના આરોગ્યને લઈને ચિંતા રહેશે. રોજિંદા કામમા અડચણ આવી શકે છે.
મકર રાશિ
સંતાન સંબધી ચિંતા બની રહેશે. નસીબનો સાથ પણ ઓછો મળશે. નવા કામ અને જવાબદારીઓ મળશે. પ્રવાસનો યોગ પણ બની રહ્યો છે. રોજિંદા કામમાં અડચણ આવી શકે છે. કામકાજને લઈને ચિંતા બની રહેશે. કુટુંબી તણાવ વધી શકે છે.
કુંભ રાશિ
વિવાદ થવાનો યોગ બની રહ્યો છે. ખર્ચ વધશે. રોકાણ અને લેતી-દેતીમાં સાવચેતી રાખવી પડશે. ધન હાનિનો થઈ શકે છે. સંપત્તિને લગતા વિવાદ થઈ શકે છે. માતાના આરોગ્યને લઈને ચિંતા વધશે. દુશ્મન હેરાન કરી શકે છે.
મીન રાશિ
અધિકારીઓ અથવા અન્ય મોટા અને ખાસ લોકોથી મદદ મળી શકે છે. તમારા કામકાજની વખાણ થશે. સંતાન સંબંધી ચિંતા રહેશે. કિસ્મતનો સાથ મળશે, પણ ઓછો. આ રાશિના નોકરી અને વ્યવસાય કરી રહેલા લોકોની મહેનત વધી શકે છે.