વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ વેલેન્ટાઇન વીકમાં વિવિધ ડે ઉજવીને પ્રેમીઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં હોય છે. જેમાં વેલેન્ટાઇન વીકનો આજે ‘ટેડી ડે’ છે.
ટેડી ડે પર, તેમના પ્રિયજનોને ટેડી તરીકે ભેટ આપવામાં આવે છે અને તેમનો પ્રેમને વ્યક્ત કરે છે. આજે અમે તમને આ કહાણીમાં જણાવવા જઈ રહ્યા છીએ કે, તમે કેવી રીતે ટેડી ડે પર તમારા પ્રિયજનોની ઇચ્છા પૂરી કરી શકો છો.
કેવી રીતે થયો હતો ટેડીનો જન્મ, કેવી રીતે આવ્યું બજારમાં આવો જાણીએ..
ટેડી વાર્તા અમેરિકામાં શરૂ થઈ હતી. જ્યારે મિસિસિપી અને લ્યુઇસિયાના વચ્ચે સરહદ વિવાદ ચરમસીમાએ હતો. તે સમયે યુ.એસ. ના રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ હતા. જે અમેરિકાના 26 મા રાષ્ટ્રપતિ હતા. રૂઝવેલ્ટ રાજનેતા હતા, પરંતુ તે એક સારા લેખક પણ હતા. રુઝવેલ્ટ મિસિસિપી અને લ્યુઇસિયાના વચ્ચેના વિવાદના સમાધાન માટે મિસિસિપીની સફર પર ગયા હતા. સમસ્યાને સમજવા માટે, તેમણે ખાલી સમયમાં મિસિસિપીના જંગલની મુલાકાત લીધી.
આ સમય દરમિયાન, તેણે એક ઇજાગ્રસ્ત રીંછ જોયું જે એક ઝાડ સાથે બંધાયેલું હતું. રીંછ તડપતુ હતું. રૂઝવેલ્ટે રીંછને મુક્ત કર્યો પરંતુ તેને ગોળી ચલાવવાનો આદેશ આપ્યો. જેથી તેને દુઃખમાંથી રાહત મળે. આ ઘટનાની ચર્ચા સમગ્ર અમેરિકામાં થઈ હતી. આ ઘટનાથી સંબંધિત એક કાર્ટૂન એક નામાંકિત અખબારમાં પ્રકાશિત થયું હતું જેમાં લોકોને રીંછ ગમ્યું જે કાર્ટૂનિસ્ટ બેરીમેને બનાવ્યું છે.
વિશ્વની પ્રથમ ટેડી અહીં રાખવામાં આવી છે
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં રમકડાની દુકાન ધરાવતા મોરિસ મિક્તોમ રીંછના કાર્ટૂનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે એક સુંદર રમકડું બનાવ્યું અને તેનું નામ ટેડી રાખ્યું હતું. તેનું નામ પણ રૂઝવેલ્ટ નામ પરથી રાખવામાં આવ્યું હતું. કારણ કે, રૂઝવેલ્ટનું નિક નામ ‘ટેડી’ હતું.
રાષ્ટ્રપતિની પાસેથી આ રમકડાને તેમના નામે રાખવાની મંજૂરી મળ્યા પછી, આ બજારમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકોએ ટેડીને ખરીદવાનું શરૂ કર્યું. થોડાક જ સમયમાં આ ટેડી એટલું લોકપ્રિય બની ગયું હતું,. વિશ્વની પહેલું ટેડી ઇંગ્લેંડના પીટરફિલ્ડમાં સચવાયેલું છે. તે 1984 માં મૂકવામાં આવ્યું હતું.