Categories: મનોરંજન

Holi Songs:ધૂળેટી પર તમને તમને ખુશ કરી દેશે આ 6 દમદાર ગીતો, એકથી એક ચઢિયાતા છે…,જાણી લો

હોળીનાં ગીતો: આખો દેશ હોળીના રંગોમાં રંગવા તૈયાર છે. હોળીનો પવિત્ર તહેવારને ગણતરીના કલાકો જ બાકી છે. દરેક લોકો આ તહેવારની પોતપોતાના રીતે તૈયારી કરી રહ્યા છે. રંગોનો આ તહેવારનો બોલીવુડ સાથે પણ ખાસ રીતે જોડાયેલો છે. હોળી પરના બોલિવૂડનાં ગીતો પણ ખૂબ લોકપ્રિય છે.. બોલીવુડમાં અત્યાર સુધી ઘણા ગીતો હોળી પર બની ચૂક્યા છે અને દર્શકોએ પણ તેને ખૂબ પસંદ કર્યા છે.

આપણે જાણીએ કે હોળીના તહેવારમાં ગીતોનું ખાસ મહત્વ હોય છે. મોટાભાગે લોકો ગીતો સાથે હોળીની ઉજવણી કરવાનું પસંદ કરે છે. આજે અમે તમને બોલિવૂડની કેટલીક ફિલ્મો અને ગીતો જણાવી રહ્યા છીએ, જેમાં હોળીને લગતાં મજેદાર ગીતો છે, જેને સાંભળીને તમે પણ ઝૂમી ઉઠશો…

કટી પતંગ – 1971
હિન્દી સિનેમાના સુપરસ્ટાર રાજેશ ખન્નાનાની ફિલ્મ કટી પતંગને હિટ બનાવવામાં ધૂળેટી પર બનેલા ગીતનો મોટો ફાળો રહ્યો છે. 1971 ની ફિલ્મ કટી પતંગ દરમિયાન રાજેશ ખન્નાનો સ્ટારડમ આસમાને હતું ખૂબ જ ટૂંક સમયમાં રાજેશ ખન્નાને બોલિવૂડ સુપરસ્ટારનો દરજ્જો મળ્યો હતો. શક્તિ સામંથા દિગ્દર્શિત આ ફિલ્મમાં રાજેશ ખન્ના અને આશા પારેખનો યાદગાર દ્રશ્ય છે જ્યારે ‘કાકા’ આશા પારેખને હોળી રમવા માટે ખેંચે છે. ફિલ્મનું ગીત ‘આજ ના છોડો ગે તુજે’ એક મોટું હીટ સાબિત રહ્યું છે.

શોલે – 1975
અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અમજદ ખાન, સંજીવ કુમાર, હેમા માલિની અને જયા બચ્ચન જેવા દિગ્ગજ અભિનેતાઓની યાદગાર ફિલ્મ શોલે બોલીવુડ સૌથી હીટ અને લોકપ્રિય ફિલ્મોમાની એક છે. 45 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શોલે’ ના ગીત ‘હોલી કે દિલ મીલ જાતે હૈ, ને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું મસ્તીભરેલા આ હોળી ગીત ધર્મેન્દ્ર અને હેમા માલિની પર ફિલ્માવવામાં આવ્યું હતું.

સિલસિલા – 1981 (હોળી ગીત)
હિન્દી સિનેમામાં ચાહકોને વાસ્તવિક જીવનમાં તેમજ ફિલ્મના પડદા પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રેખાની જોડી ખૂબ ગમી ગઈ હતી. એક સમયે બંનેના અફેરની ચર્ચાએ ઘણી હેડલાઇન્સ મેળવી હતી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેએ છેલ્લે 1981 માં આવેલી ફિલ્મ સિલસિલામાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનું ‘રંગ બરસે’ ગીત આજે પણ એટલું લોકપ્રિય છે.આ ગીતમાં જયા, અમિતાભ, રેખા અને સંજીવ કુમાર ધૂળેટી રમતા જોવા મળે છે.

ગોલિયોં કી રાસલીલા-રામલીલા – 2013
અભિનેતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 2013 માં આવેલી ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’માં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તમે ફિલ્મનું ‘લહુ મુંહ લગ ગયા’ ગીત સાંભળ્યું હશે. આ ગીતમાં દીપિકા અને રણવીર એક બીજાને ગુલાલ લગાવતા જોવા મળે છે.

યે જવાની હૈ દિવાની – 2013 (હોળી ગીત)
આ ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. 2013 માં આવેલી આ ફિલ્મનું ‘બલમ પિચકારી’ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીત આજે પણ ધૂળેટી દરમિયાન સાંભળવા મળે છે.

નદિયા કે પાર 1982 (હોળી ગીત)
1982ની આવેલી ફિલ્મ ‘નાદિયા કે પાર’ ગ્રામીણ જીવનશૈલી પર બની હતી. જેને આજે પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે. આ ફિલ્મમાં પણ હોળીનું એક ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મ ‘જોગી જી યા’ નું ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીત ફિલ્મના મુખ્ય અભિનેતા સચિન પીલગાંવકર અને અભિનેત્રી સંધ્યા સિંહ પર ફિલ્માવવામાં આવ્યું હતું

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021