વેલેન્ટાઈન ડે અઠવાડિય ચાલી રહ્યું છે. આ દરમિયાન તમે ઘણી પ્રેમભરી કહાનીઓ વાંચી હશે. ઘણાં એવા યુગલો છે જે પ્રેરણા બનીને સામે આવ્યાં છે. આજે તમને આવી જ એક વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છે જે ભણવામાં ખૂબ નબળી હતી અને 12મું નાપાસ પણ થઈ હતી. નાપાસ થયા છતાં તે હતાશ ન થયાં અને ટેમ્પો ચલાવવા લાગ્યાં, પરંતુ તેની ગલફ્રેન્ડ પ્રેરણા બનીને સામે આવી. તેણે હિંમત આપી અને કહ્યું કે જો માણસ ઈચ્છે તો કઈ પણ કરી શકે છે. આ પ્રકારથી આ વ્યક્તિએ મહેનત કરી અને આઈપીએસ બનીને દુનિયા સામે મિસાલ રજૂ કરી.
પ્રેમિકા બની પ્રેરણા
અમે વાત કરી રહ્યાં છે 2005 બેન્ચના મહારાષ્ટ્ર કેડરના અધિકારી મનોજ શર્માની. મનોજ સરની સંઘર્ષની કહાની તેમનો મિત્ર અનુરાગે એક પુસ્તકમાં જણાવી છે. તેમણે પુસ્તકમાં મનોના સંઘર્ષને લઈને ઘણી ઘટનાનો ઉલ્લેખ કર્યો. કેમ એક અસફળ વ્યક્તિએ ગલફ્રેન્ડથી મળેલી પ્રેરણ બાદ ખૂદને દુનિયા સામે સાબિત કરી દેખાડ્યું કે અસફળ હોવા છતાં માણસે હાર ન માનવી જોઈએ.

12મું થયા હતા નાપાસ
જે વિદ્યાર્થીનું પરિણામ ખરાબ આવે છે અને તે મોતને ગળે લગાવવા ઈચ્છે છે, તેના માટે મનોજ શર્માની કહાની પ્રેરણાદાયક છે. મનોજ 9મું,10મું, અને 11માં થર્ડ ડિવીજનથી પાસ થયાં હતાં. એટલું જ નહી 12મુમાં નાપાસ પણ થયાં હતાં. જે બાદ મનોજએ વિચાર્યું કે નબળું પરિણામના કારણ તેને નોકરી નહી મળી શકે. ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહતીં, એટલા માટે આગળના અભ્યાસની જગ્યાએ તે ભાઈ સાથે ટેમ્પો ચલાવવા લાગ્યાં. એક દિવસ તેનો ઓટો એક એસડીએમે પકડી લીધો. તેની જ અસર મનોજ પર પડી કે અંતે કોણ છે આ વ્યક્તિ જે આટલો પાવરફુલ છે. હું પણ એક દિવસ આ જ બનીશ.
ગણિત અને અંગ્રેજી હતુ ખૂબ નબળુ
ગામના એક વ્યક્તિની મદદથી મનોજ ગ્વાલિયર આવી ગયો અને અહી તૈયારી શરૂ કરી. પરંતુ અભ્યાસ માટે પૈસા નહતાં. ઘણીવાર તેને ભિખારી સાથે પણ ઉંઘવું પડ્યું. બાદમાં એક લાઈબ્રેરિયનમાં પટાવાળાની નોકરી મળી ગઈ. આથી અભ્યાસમાં મદદ મળવા લાગી. ત્યારબાદ તે દિલ્હી આવી ગયો. ત્યાં તેને એક એવી શિક્ષકા પણ મળી જે ફી વગર તેને ભણાવવા લાગી પરંતુ મનોજ શર્માની ગણિત અને અંગ્રેજી ખૂબ નબળું હતું. છતાં તેણે મહેનત ચાલુ રાખી.
તુ સાથ આપીશ તો હું દુનિયા બદલી નાંખીશ
મનોજ શર્માની દિલ્હીમાં એક ગલફ્રેન્ડ પણ હતી. મનોજ સતત યૂપીએસસીની પરિક્ષા આપી રહ્યો હતો પરંતુ અંગ્રેજી ખૂબ નબળું હતું. તેણે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે હું જે યુવતીને પ્રેમ કરતો હતો, તેનાથી કહ્યું કે તું સાથ આપ તો હું દુનિયા પલટી નાંખીશ. ત્યારબાદ ગલફ્રેન્ડથી જુસ્સો મળ્યો અને ચોથા પ્રયાસમાં મનોજ આઈપીએસ બની ગયાં. આ કહાની બધાં માટે પ્રેરણાદાયક છે. માણસે ક્યારેય પણ હાર ન માનવી જોઈએ.
As I am looking at your writing, baccaratcommunity I regret being unable to do outdoor activities due to Corona 19, and I miss my old daily life. If you also miss the daily life of those days, would you please visit my site once? My site is a site where I post about photos and daily life when I was free.