500 વર્ષથી માણસોમાં જોવા મળે છે વિટામિન Dની ઉણપ, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હેરાન કરનાર કારણ
500 વર્ષથી માણસોમાં જોવા મળે છે વિટામિન Dની ઉણપ, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હેરાન કરનાર કારણ

500 વર્ષથી માણસોમાં જોવા મળે છે વિટામિન Dની ઉણપ, વૈજ્ઞાનિકોએ જણાવ્યું હેરાન કરનાર કારણ

કોરના વાયરસથી એ લોકો જ સુરક્ષિત રહે છે જેમનામાં વિટામીન ડી ભરપૂર માત્રામાં હોય છે. તાજેતરના રિસર્ચમાં જાણવા મળ્યું છે છે કે, વિટામિન ડીની ઉણપ આખરે કયા કારણથી ઉદ્ભવે છે, અને શા માટે લોકો આવશ્યક વિટામિનની ઉણપના કારણે ભયંકર રોગોનો શિકાર બની રહ્યા છે? રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા 500 વર્ષથી લોકોમાં વિટામિન ડીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ પાછળનું કારણ પણ ખૂબ રસપ્રદ છે.

Human Migration Brings Vitamin D Deficiency

છેલ્લા 500 વર્ષથી, સમગ્ર વિશ્વમાં લોકોમાં વિટામિન ડીની ઉણપનું મુખ્ય કારણ સ્થળાંતર છે. તમને આશ્ચર્ય થશે કે, આ કેવી રીતે થઈ શકે. જો તમને થોડી પણ ગરમી પણ થાય છે તો તમે એસી ચલાવો છો. તમે ગરમીના મહિનાઓ ઠંડા સ્થળોની મુલાકાત લો છો. આમ, દરેક લોકો પોતાની જરૂરિયાત અનુસાર સ્થળાંતર કરે છે. જેના કારણે લોકોમાં વિટામિન ડીનો અભાવ જોવા મળે છે.

કદાચ તમે જાણતા નથી, પરંતુ વિટામિન ડીની ઉણપથી કોરોના વાયરસ, હ્રદયરોગ, ડાયાબિટીઝ, તાણ અને કેટલાક પ્રકારના કેન્સર થઈ શકે છે. તેથી, ઠંડા વિસ્તારોમાં રહેતા કેટલાક લોકો આ ઉણપને પહોંચી વળવા માટે સનબાથ લેવા દરિયા કાંઠે જાય છે. જેથી તેમના શરીરમાં વિટામિન ડીની ઉણપ પૂરી થઈ શકે.

યુનિવર્સિટી ઓફ સાઉડર્ન ડેનમાર્ક અને યુનિવર્સિટી અને કોપનહેગનના સંશોધનકારોએ સાથે મળીને રિસર્ચમાં કર્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા 500 વર્ષોમાં, લોકો દક્ષિણના વિસ્તારોમાંથી ઉત્તરીય વિસ્તારો તરફ આવ્યા છે. તે આખા વિશ્વમાં બન્યું છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર વધારે છે તે સ્થાનો સિવાય, લોકો આ કિરણોની ઓછી અસરવાળા વિસ્તારોમાં રહેવા અથવા ફરવા માટે આવ્યા હતા. આનાથી તેમના શરીરમાં વિટામિન ડીનો અભાવ જોવા મળ્યો હતો.

Human Migration Brings Vitamin D Deficiency

બંને યુનિવર્સિટીના સંશોધકોનો આ અભ્યાસ ઓક્સફર્ડ ઇકોનોમિક્સ પેપર્સમાં પણ પ્રકાશિત થયો છે. આ અભ્યાસ તે લોકો પર કેન્દ્રિત હતો જેઓ સૂર્યપ્રકાશવાળા વિસ્તારોમાંથી ઓછા પ્રકાશવાળા વિસ્તારોમાં આવ્યા હતા. અધ્યયનનો સમયગાળો 500 વર્ષનો હતો. તેનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. 20 મી સદીમાં અમેરિકાનું આ સૌથી મોટું સ્થળાંતર હતું.

20 મી સદીમાં, આફ્રિકન-અમેરિકનો અમેરિકાના દક્ષિણ પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને ઉત્તરીય વિસ્તારો તરફ આવ્યાં હતા. આજીવિકા સુધારવા અને ગુજરાતન ચલાવવા માટે તેમણે આ રસ્તો અપનાવ્યો હતો. તે દરમિયાન આ લોકોએ શરીર પર થતી આડઅસર તરફ ધ્યાન આપ્યું ન હતું. આ અધ્યયન સાથે સંકળાયેલા ડો. થોમસ બાર્નેબેકે જણાવ્યું હતું કે વિસ્થાપનથી આફ્રિકન-અમેરિકન લોકોના સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર પડી છે.

ઉદાહરણ તરીકે, જો અમેરિકનો જ્યોર્જિયાથી ન્યુ યોર્ક તરફ જાય છે, તો અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં 43 ટકાનો ઘટાડો છે. ફક્ત આ તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપનું કારણ બની શકે છે. જ્યોર્જિયાથી ન્યૂ યોર્કનું અંતર લગભગ 1474 કિલોમીટર છે. એટલે કે, ભારતમાં પુણેથી દિલ્હીનું અંતર લગભગ સમાન છે. હવે તમે આનો અંદાજ લગાવી શકો છો કે તમને કેટલી વિટામિન ડીની ઉણપ હશે.

Human Migration Brings Vitamin D Deficiency

જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં આવીએ છીએ ત્યારે મોટાભાગે આપણા શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. આ માટે, આપણે આપણા શરીરને પૂરતા સમય માટે સૂર્યપ્રકાશમાં રાખવું જોઈએ. પરંતુ લોકો મહિનાઓ સુધી એસી કાર, ઘર, ઓફિસમાં કામ કરે છે પરંતુ પોતાને સૂર્યપ્રકાશમાં લેવાની ઇચ્છા રાખતા નથી. પરિણામે તેમનામાં વિટામિન ડીની ઉણપ રહે છે.

એક રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે દર પાંચમાંથી એક બ્રિટિશ નાગરિક વિટામિન ડીની ઉણપથી પીડિત છે. વિટામિન ડી ગોળીઓ ખાવાથી રોગો દૂર રહે છે, પરંતુ ડર ઓછો થતો નથી. એવું જરૂરી નથી કે, જે લોકોની ત્વચાનો રંગ ઘાટો હોય તેવા લોકોમાં વિટામિન ડીની કમી હોતી નથી.

ભવિષ્યમાં, વિટામિન ડીના અભાવના કારણે માનવ વિસ્થાપન પર ઘણું સંશોધન કરવાની શક્યતાઓ વધી રહી છે. દરેક વ્યક્તિને ઠંડા પ્રદેશોમાં રહેવાનું પસંદ છે, પરંતુ તેના ગેરફાયદા પણ છે. જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય, તો કોરોના સહિતના ઘણા ભયંકર રોગો તમને ઘેરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.