સામાન્ય રીતે પતિ અને પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા તો થતા રહેતા હોય છે. અમુક વાતોને લઈને બંને વચ્ચે મતભેદ થાય છે અને પછી એકબીજા સમજી જાય છે. પરંતુ ઘણીવાર નાની-મોટી વાતોથી કિસ્સો ખૂબ વધી જાય છે, જે છેક છૂટાછેડા સુધી પણ પહોચી જાય છે. ત્યારે આવો એક કિસ્સો ચીનથી સામે આવ્યો છે. ખબર અનુરાસ પતિ પોતાની પત્ની માટે નાની સાઈઝની બ્રા લઈને આવ્યો. આ વાતથી નિરાજ પત્ની ખૂબ ખિજાય ગઈ અને મામલો એટલો વધ્યો કે પોતાના પતિથી તલાક માંગ્યો.
પાર્ટીમાં થયો ઝઘડો
સોશિયલ મીડિયા પર છુટાછેડાની આ વિચિત્ર માંગણી ચર્ચાનું કેન્દ્ર બની છે. એક રિપોર્ટ અનુસાર, ચીનના ગુઈઝોઉ વિસ્તારમાં રહેનારા જુઓ અને યાંગે ગત દિવસોમાં જ લગ્ન થયાં હતાં. લગ્ન બાદ મહેમાનો માટે એક એક ખાસ પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટીમાં ઘણાં લોકો ઉપસ્થિત રહી નવપરિણત યુગલને આશીર્વાદ આપવા પહોચ્યાં, પરંતુ અચાનક જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો. પતિથી થયેલી નાની ભૂલથી પત્નીને સહન ન થયું. પહેલા તો ગુસ્સામાં આવીને હંગામો કર્યો અને પાર્ટીના લાઈટ બંધ કરી દીધી અને પછી પતિથી છુટાછેડા માગ્યાં.
નવવધૂએ લગાવ્યો આ આરોપ
પાર્ટીમાં ઉપસ્થિત લોકોએ કઈ સમજાયું નહી, પરંતુ જ્યારે તેને ઝઘડાનું કારણ જાણવા મળ્યું તો બધાંએ પોતાનું માથુ પકડી લીધું. ખબર અનુસાર, વરરાજાએ પોતાની નવવધૂને ગિફ્ટમાં એક બ્રા આપી, જે આકારમાં નાની હતી. નવવધૂએ અપમાન અનુભવ્યું. તેનું કહેવું છે કે મારા પતિને મારી સાઈઝ ખબર છે, છતાં તે એક નાની બ્રા લઈને આવ્યો. તેણે આગળ કહ્યું કે જે કોઈ લગ્નના આટલા સમયમાં આવું કરે છે. તે મારૂ ભવિષ્ય શું ધ્યાન રાખશે.