મારુતિ 800ને શોધવા બેબાકળો બન્યો સચિન તેંડુલકર!! જાણો શું છે કારણ

સચિન તેંડુલકર હાલ તેના ક્રિકેટ પ્રેમને લઈને નહીં પણ ‘કાર’ પ્રેમને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને પોતાની પહેલી  કાર ‘મારુતિ 800’ પાછી જોઈએ છે. કારણ કે, તેણે આ કાર પોતાની પહેલી કમાણીથી ખરીદી હતી. એ કાર સાથે તેની ઘણી યાદો જોડાયેલી છે.

ક્રિકેટ જગતમાં  શ્રેષ્ઠ બલ્લેબાજોમાં મોખરાનું સ્થાન ધરાવતા સચિન તેંડુલકરે મેદાનની બહાર પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.  હાલ,  તેની પાસે દરેક પ્રકારની સુખ સાહ્બી છે. છતાં તે એક વસ્તુને મેળવવા ઝંખી રહ્યો છે. જે હાલ બજારમાં જ  ઉપલબ્ધ નથી.

હા, સાચે જ…. તમને જાણીને નવાઈ લાગશે. પણ આ વાત ખરેખર સાચી છે. સૌ કોઈ જાણે છે કે, સચિનને ગાડી કલેક્શન માટે ગજબનો શોખ છે. તેની પાસે એકથી એક ચડિયાતી  ગાડી છે. છતાં તે ‘મારુતિ 800’ ખરીદવા માટે અધીરો બન્યો છે.

  • મારુતિ 800′ સાથે શું છે સચિનનું કનેક્શન?? જાણો….

આ કોઈ વિંટેજ કાર નથી, પણ એક સમયે ભારતીય રસ્તાઓ પર સૌથી વધુ ચાલતી અને સૌથી વધુ લોકપ્રિય થયેલી ગાડી મારુતિ સુઝુકી 800′ છે. જેને યાદ કરતાં સચિને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ” ‘મારુતિ 800’ મારી પહેલી કાર હતી. જેને  મેં  મારી પહેલી કમાણીમાંથી ખીરીદી હતી. પરંતુ દુર્ભાગ્યવશ હાલ તે મારી પાસે નથી. એટલે હું મને સાંભળનાર તમામ લોકોને વિનંતી કરું છું કે, જો તેમની પાસે એ ગાડી હોય તો મને સંપર્ક કરે.”

આગળ વાત કરતાં સચિને કહ્યું હતું કે, તેમને બાળપણથી જ ગાડીઓ પ્રત્યે ખાસ લગાવ  રહ્યો છે. કારણ કે, તેમના ઘર પાસે સિનેમા હૉલ હતો, જ્યાંથી હંમેશા મોંઘી ગાડિયો પસાર થતી હતી અને સચિન  તેના ભાઈ સાથે ઘરની બાલકનીમાંથી તે ગાડીઓને કલાકો સુધી જોયા કરતાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *