પિતાએ દીકરાને પરીક્ષા અપાવવા 105 કી.મી સાઈકલ ચલાવી, તો આનંદ મહિન્દ્રાએ કરી મોટી જાહેરાત….

સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના એક સામાન્ય ગામમાં રહેતા પિતા-પુત્રની જોડી ચર્ચાનો કેન્દ્ર બની છે. જેને લઈને ઉદ્યોગતિ આનંદ મહિન્દ્રાએ પણ એક મહત્વની જાહેરાત કરી છે.

કારણ કે, 38 વર્ષીય મજૂર પિતાએ કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈને બાળકને શિક્ષણ અપાવવાની ધગશે સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

આ વ્યક્તિનું નામ શોભારામ છે. જેને પોતાના દીકરાને ધોરણ 10ની બોર્ડની અપાવવા માટે 105 કિ.મી સુધી સાઈકલ ચલાવી હતી.

આ વાત જાણ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને મીડિયા દ્વારા જાણવા મળીને તેઓ પોતાને આ મહત્વકાંક્ષી પિતાની મદદ કરતાં ન રોકી શક્યાં.

<p>આનંદ મહિન્દ્રાએ આ ઘટના અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, આ એક એવો હીરો છે. તે પોતાના બાળકો માટે ઉંચા સપના જુએ છે અને તેના પૂરા કરવા માટે ગમે તે મુશ્કેલીનો સામનો કરવા માટે અડીખમ રહે છે. આવી જ મહત્વકાંક્ષા દેશના વિકાસને ગતિ આપે છે. જેથી હવે અમારું ફાઉન્ડેશન આશીષના નામના આ બાળકના ભણતરનો ખર્ચ ઉઠાવશે.</p>

ઉલ્લેખની છે કે, શોભારામ પોતાના દીકરાની પરીક્ષાના એક દિવસ પહેલા સોમવારે જ ખાવા-પીવાની સામગ્રી લઈને આ સફર પર નીકળ્યા હતા. જેમણે પોતાના સ્વાસ્થ્યનીચિંતા કર્યા વગર રાતમાં પણ સાઈકલ ચલાવીને દીકરાને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો.

આપણે સૌ જાણીએ છીએ કે, કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાય મહિનાથી બસ સેવા બંધ કરાઈ છે. જેથી શોભારામ પાસે સાઈકલ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. વળી તેમની પાસે એટલા પૈસા પણ નહોતા કે એ ટેક્સી કરી શકે એટલે તેમને પોતાની સાઈકલ પર જ દીકરાને પરીક્ષા કેન્દ્રએ પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો.

નોંધનીય છે કે, માધ્યમિક શિક્ષણ બોર્ડની 2020ની પરીક્ષામાં નિષ્ફળ વિદ્યાર્થી માટે ‘રુક જાના નહીં યોજના’ લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં અસફળ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા લેવાની તક આપવામાં આવી છે અને પૂરક પરીક્ષાનું કેન્દ્ર સમગ્ર જિલ્લામાં જ બનાવવામાં આવ્યું છે.

ધાર જિલ્લાના બયડીપુરા ગામના રહેવાસી શોભારમે કહ્યું હતું કે, ‘મારા પુત્ર આશિષની દસમી પૂરક પરીક્ષા કેન્દ્ર ધારમાં હતું. પૂરક પરીક્ષા મેળવવા માટે હું મારા પુત્રને સાયકલ પર બેડીપુરાથી ધારથી આશરે 105 કિ.મી લાવ્યો હતો. કારણ કે, અન્ય સુવિધા નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *