દુનિયાભરમાં બોલીવુડના અનેક ચાહકો જોવા મળે છે. કારણ કે, બોલીવુડ એક એવી ઈન્ડસ્ટ્રી છે જે સંગીત, ડાન્સ અને ભરપૂર ઈન્ટરનેઈમેન્ટથી ભરેલી છે. જેના અનેક દીવાના વિદેશોમાં પણ જોવા મળે છે અને આ વાતને સાબિત કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
ઈન્ડોનેશિયાના બોલીવુડ ફેન્સ((Bollywood Fans)) નામના ગ્રુપે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ‘કભી ખુશી ગમ’ ફિલ્મના હિટ ગીત ‘બોલે ચૂડિયા, બોલે કંગના’ પર જોરદાર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.
ઈન્ટરનેટ પર આવા કેટલાંય વીડિયો છે જેમાં લોકો બોલીવુડના સીન્સને રિક્રિએટ કરી ખૂબ વાહવાહી મેળવે છે. ઈન્ડોનેશિયાના બોલીવુડ ફેન્સ ગૃપ પણ ‘કભી ખુશી ગમ’ના આ હિટ સોન્ગ પર ડાન્સ કરીને ખૂબ પ્રશંસા મેળવી રહ્યાં છે.
આ વીડિયો વીના ફેન દ્વારા શેર કરાયો છે. જે એક ઈન્ડોનેશિયા ડાન્સર,(YouTuber) અને એક બોલીવુડ પ્રશંસક છે. વીના ફેન અને તેના ગૃપે ‘બોલ ચૂડિયા’ ગીતના તમામ પાત્રોને હૂબહૂ અસલી ગીતને જેમ ઉતારવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, પ્રત્યેક કલાકારે ફિલ્મ સ્ટાર્સ જેવા જ કપડાં પહેર્યા છે અને તેમના જ જેવા ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યાં છે.
હાલ, આ વીડિયોને પર મિલિયન કરતાં વધુ વ્યૂ મળ્યાં છે. આ ગીતને ડાયરેક્ટર કરણ જોહર અને અન્ય ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન, કાજોલ અને ઋતિક રોશનને પણ ટેગ કર્યુ છે. જે હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યું છે.
અત્યારસુધીમાં આ વીડિયોને 1.2 લાખ લાઈક્સ અને 23 હજારથી વધુ કમેન્ટસ આવી ચૂક્યા છે. આ પહેલા તેમને ‘કમલી’, ‘તુમ જો મિલે’, ‘ઝરા સા ઝૂમ લૂ મે’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ સહિતના ઘણા ગીતોને રિક્રિએટ કર્યા છે. આમ, બોલીવુડ ફેન્સ સદાબહાર ગીતોની નકલ કરીને અધધ કમાણી કરવાની સાથેે લોકપ્રિયતા પણ મેળવી રહ્યાં છે.
Hello there I am so happy I found your site, I really found
you by mistake, while I was looking on Google for
something else, Anyhow I am here now and would just like to say kudos for
a remarkable post and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time
to look over it all at the minute but I have book-marked it
and also added in your RSS feeds, so when I have time I
will be back to read more, Please do keep up the awesome work.