ભોળાનાથે શા માટે પસંદ કરી નંદીની સવારી ? અને શા મંદિર બહાર બિરાજમાન છે નંદી…જાણો શું છે રહસ્ય

આપણે મંદિરમાં જઈએ ત્યારે  સૌથી પહેલા નંદીના દર્શન કરીએ છીએ. બાદમાં દેવી-દેવતાની પૂજા અર્ચના કરીએ છીએ. ખાસ કરીને શીવ મંદિરમાં તો નંદી (પોઠીયા) મંદિરના ગર્ભગૃહ બરાબર સામે જ બિરાજમાન હોય છે. દરેક શિવમંદિરમાં આ રીતે પ્રથમ સ્થાન નંદીનું જ હોય છે. એ જોઈને તમને ક્યારે પ્રશ્ન નથી થયો કે, આવું કેમ? શા માટે નંદીને પ્રથમ સ્થાન મળ્યું? શા માટે નંદી હંમેશા શિવજીની સાથે જ હોય છે ? તો આજે અમે તમને તમારા આ તમામ પ્રશ્નોનો જવાબ આપવાના છે.

નંદીનો ઉદ્ભવ….

પુરાણકાળમાં મહર્ષિ શિલાદ નામના એક મુનિ વેદ-વેદાંગ પારંગત બ્રહ્મચારી વ્રતનું પાલન કરનાર શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. એક દિવસ તેમને ઈચ્છા થઈ કે, તેમને એક પુત્ર હોય અને તેમનો પણ વંશ આગળ વધે, પરંતુ પોતે બ્રહ્મચર્ય પાળતા હતા. એટલે તેમણે શિવજીની કઠોર તપસ્યા કરી. જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને પુત્રપ્રાપ્તિનીનું વરદાન આપ્યું.

થોડા સમય બાદ જ્યારે મહર્ષિ શિલાદ ખેતર ખેડતા હતા. એ વખતે તેમને એક નાનુ બાળક મળ્યું, ત્યારે તેમને વિચાર આવ્યો કે, આ બળદ જેવા મુખવાળું બાળક કોનું હશે? એટલામાં આકશવાણી થઈ કે, શિલાદ મેં જે રૂપે તારે ત્યાં અવતાર લીધો છે એ તને આપેલું વરદાન છે. આ તારું બાળક છે. મહર્ષિ બાદમાં આ બાળકને પોતાના ઘરે લઈ ગયા.

સમયની સાથે નંદી મોટો થતો ગયો. એક દિવસ  બ્રાહ્મણ જ્યોતિષિઓ શિવાદમુનિને આશ્રમે પધાર્યા. એમને નંદીનું ભાવિ ભાખીને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આ બાળક અલ્પાયું છે. નંદીએ સ્મિત કરીને કહ્યું કે, હું તો ભગવાન શિવનો અંશ છું, મને મોતનો શું ભય?? બાદમાં નંદી તપશ્ચર્યા કરવા અઘોર વનમાં ચાલ્યો ગયો. એને એટલું કઠોર તપ કર્યુ ંેકે, શીવજીને પ્રસન્ન થવું જ પડ્યું. વરદાનના બદલામાં નંદીએ આયુષ્ય નહીં પણ જન્મોજનમ શિવજીના દાસ બની રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. બસ તે દિવસથી નંદી અને શિવ, શિવ અને નંદીનો સમન્વય થયો.

કહેવાય છે કે, અસુરો અને દેવતાઓ વચ્ચેને થયેલા સમુદ્ર મંથનમાં વિષ નીકળ્યું હતું, ત્યારે મહાદેવે સંસારને બચાવવા માટે વિષપાન કર્યુ હતું.એમાંથી થોડું વિષ ધરતી પર ઢોળાયું હતું, ત્યારે નંદીએ તે ઝોર જીભથી ચાટી લીધું હતુ. બાદમાં જ્યારે તેને આમ કરવાનું પાછળનું પૂછ્યું તો એના જવાબમાં નંદીએ કહ્યું હતું કે, જો મારો નાથ ઝેર ગ્રહણ કરતા હોય તો શું હું એક ટીપું ના પી શકું? બસ એ દિવસથી શિવજીએ નંદીને પોતાના સૌથી મોટા ભક્ત તરીકેની ઉપાધિ આપી હતી.

આમ, નંદીની પ્રબળ શિવભક્તિના પ્રતાપે જ અને શિવમંદિરમાં પ્રથમ સ્થાન મળ્યુ. આજે પણ લોકો શિવને ચરણે જતા પહેલા ચરણ પખાળે છે. એક વખત રાવણે અભિમાનને હિલોળે ચડીને કૈલાસ પર્વતને ઉપાડીને શિવજીને હેરાન કર્યા હતા, ત્યારે રોષે ભરાયેલા નંદીએ માત્ર એક અંગૂઠાના વજનથી કૈલાસની દબાવી દીધો. જેની નીચે રાવણનો હાથ આવી ગયો. આખરે રાવણને હાર માનવી પડી અને શિવજીને મનવવા પડ્યાં. ત્યારબાદ નદીએ વજન હળવું કર્યુ અને રાવણનો હાથ બહાર નીકળ્યો હતો.

આમ, શીવ આરાધ્ય તરીકે નંદીનું સ્થાન સૌથી પહેલું છે. જેના કારણે કે, નંદીને શિવજીનો દ્વારપાલ પણ કહેવાય છે. જે હંમેશા શીવજી સાથે રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *