મોદી સરકારમાં મોટું ભંગણા, ખેડૂતો મુદ્દે કેન્દ્રીયમંત્રીએ ચડાવી બાયો, આપ્યું રાજીનામું

કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ચોમાસુ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ સુધાર બિલને લઈને કેટલાંક વટહુકમો જાહેર કરાતાં ખડભડાટ મચી ગયો હતો. મોટાભાગના નેતાઓએ આ બિલ સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાંથી એક ભાજપના સમર્થનમાં રહેતી શિરોમણી અકાલી પાર્ટી પણ હતી. જેના કારણે  એનડીએમાં ફૂટ પડવાની શક્યતા હતી, એવામાં પંજાબની બઠિંગા બેઠકની સાંસદ હરસિમરત કૌર બાદલે રાજીનામું આપીને પાર્ટીને મોટો આંચકો આપ્યો છે.


હરસિમરત કૌરે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ વાત જાણકારી આપતાં પત્ર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, ખેડૂત વિરોધી વટહુકમો અને કાયદાના વિરોધમાં મેં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે, પણ ખેડૂતોની સાથે તેમની દીકરી અને બહેનના તરીકે તેમની લડતમાં સાથે હોવાનો ગર્વ છે.

નોંધનીય છે કે, શિરોમણી અકાલી દળના સાંસદ અને પાર્ટી અધ્યક્ષ સુખબીરસિંઘ બાદલે લોકસભામાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ખેડૂત બિલના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ શિરોમણિ અકાલી દળમાંથી રાજીનામું આપશે.

આ ઘટના અંગે શું કહે છે સુખબીર સિંહ

ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે ચેતવણી આપતી શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે 16 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, તેમની પાર્ટી ખેડૂતોના હિત માટે કોઈ પણ કુરબાની આપવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા કૃષિ સંબંધિત ત્રણ વટહુકમોનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોને લઈને કેન્દ્ર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી.

સાથે જ કેન્દ્ર સરકારના બિલનો વિરોધ કરતાં સુખબીરસિંહે કહ્યું હતું કે, શિરોમણી અકાલી દળ આ બિલનો સખત વિરોધ કરે છે. દરેક બિલ, જે દેશ માટે છે, દેશના કેટલાક ભાગો તેને પસંદ કરે છે, કેટલાક ભાગોમાં તે આવકાર્ય નથી, ખેડૂતોને લાવવામાં આવેલા આ ત્રણ બીલ પંજાબના 20 લાખ ખેડુતોને અસર કરશે. 30 હજાર આડતીયા, 3 લાખ મંડી મજૂરો, 20 લાખ ખેતમજૂરો આનાથી પ્રભાવિત થવા જઈ રહ્યા છે.

અમરિન્દર સિંહે આપી ચેતવણી

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ તથા શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહને NDA  ગઠબંધન છોડી દેવાની ચેતવણી આપી હતી. ગુરુવારે એક નિવેદનમાં કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, બાદલ પરિવાર હજુ પણ સરકાર સાથે ચોંટેલું છે. જ્યારે મોદી સરકાર ખેડૂતોના વિરોધમાં વિધેયક રજૂ કરવા જઈ રહી છે. એવા સંજોગોમાં અકાલી દળના નાટકથી પંજાબના ખેડૂતોનું નુકસાન પાછું નહીં આવે. આવું અગાઉ પણ થઈ ચુક્યુ છે.

આ 3 વટહુકમોનો થઈ રહ્યો છે વિરોધ

  • મોદી સરકારે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 માં સુધારો કર્યો છે. જે અંતર્ગત ખાદ્ય વસ્તુઓના સંગ્રહિત પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. એટલે કે, વેપારીઓ અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્યતેલો વગેરે સંગ્રહિત કરી શકે છે.
  • કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) એક્ટ, 2020. આ વટહુકમનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિ એટલે કે, એપીએમસી બજારની બહાર કૃષિ ઉત્પાદનો વેચવા અને ખરીદવાની એક પદ્ધતિ બનાવવી છે. એટલે કે, મોદી સરકારે આ વ્યવસ્થાનો અંત લાવી દીધો છે, જેમાં ખેડુતો માત્ર એપીએમસી બજારમાં લાઈસન્સ ધરાવતા ખરીદદારોને તેમની પેદાશો વેચી શકશે.
  • ખેડુતો (એન્ડોમેન્ટmodi government અને સિક્યુરિટી) કૃષિ સેવાઓ એક્ટ, 2020 હેઠળ ફાર્મિગને કાયદેસર ગણાવે છે. જે મોટા વેપારીઓ અને આદ્યોગિક કંપનીઓ કોન્ટ્રેક્ટ પર જમીન મેળવીને ખેતી કરી શકે.

ઉલ્લેખનીય છે કે,  મોદી સરકાર જે  વટહુકમને લાગુ કરવા માગે છે,  તેનો પર મોટા ભાગની રાજકીય પાર્ટીઓએ વિરોધ દર્શાવ્યો છે. જેમાં કોંગ્રેસ અને પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. એનડીએનો ભાગ હોવા છતાં પણ અકાલી દળે કૃષિ વટહુકમ સાથે જોડાયેલા બિલ પર સરકારનો વિરોધ કરી ખેડૂતોનો સાથ આપવાનું નક્કી કર્યુ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *