શરીર માટે અત્યંત ગુણકારી છે અજમો, પેટની, કાન અને દાંતના દુખાવાથી મળશે છૂટકારો

આપણાં રસોઈઘરમાં એટલી બધી ગુણકારી વસ્તુઓ તમને મળી રહેશે જેના ઉપયોગથી આપણે શરીરની ઘણી તકલીફોથી બચી શકીએ છીએ. ખાદ્ય પદાર્થોની સાથે-સાથે ભોજનને ટેસ્ટી બનાવતા મરી-મસાલા પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી બની રહે છે. આ મરી મસાલામાંથી અજમો શરીર માટે ઉત્તમ છે. પેટમાં વાયુની તકલીફ થાય એટલે અજમો ખાવાની સૂચના આપવામાં આવે છે, એ જ કારણ છે કે લગભગ દરેક ઘરે મુખવાસમા વરિયાળી અને તલની સાથે અજમો ચોક્કસ હોય છે. આજે આપણે આજમો કઈ કઈ રીતે ફાયદાકારક તે વિશે જાણીશું….

પેટની સમસ્યા માટે

આપણાં ભોજનમાં અજમાનો ઉપાય ખાસ કરીને કરવામાં આવે છે તેનું કારણ આપણે જાણીએ છીએ. અજમો પેટની ઘણી તકલીફ દૂર કરે છે, તે પાચનશક્તિ મજબૂત બનાવે છે. જેથી અપચાની તકલીફના કારણે થતી બીમારીથી આપણે બચી શકીએ છીએ. તેનાથી વધારે ભૂખ લાગે છે, જેને ભૂખ ન લાગતી હોય તેના માટે.

કોઈ પણ ઋતુ બદલાય અને બે ઋતુ ભેગી થાય એટલે શરદી, ઉધરસ અને કફની તકલીફ બધાને થતી જ હોય છે. તેમાંથી રાહત મેળવવા માટે અજમો,આદું અને ગોળને ક્રશ કરીને ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરી પી લોસ સતત ચારથી પાંચ દિવસ આ પાણી પીવાથી શરદી, ઉધરસ અને કફથી છુટકારો મળશે.

કાન અને દાંતનો દુખાવો

કાનમાં દુખાવો થતો હોય તો તરત છુટકારો મેળવવા અજમાના તેલનાં બે ટીપા નાખવાથી દર્દથી તરત રાહત મળશે. એ જ રીતે દાંતનો દુખાવો હોય તો હૂંફાળા પાણીમાં એક ચમચી અજમો અને મીઠું મિક્સ કરીને તેના કોગળા કરો. દાંતનો દુખાવો પણ દૂર થશે. જે વ્યક્તિને પેઢા પર સોજો આવી જતો હોય, પેઢામાંથી દુર્ગધ આવતી હોય તેમણે ટૂથપેસ્ટમાં અજમાને ક્રશ કરીને તેનો પાઉડર મિક્સ કરવો. આમ કરવાથી પેઢાની તકલીફ પણ દૂર થશે.

ઈજા થઈ હોય ત્યાં

અજમાંની અંદર થાઈમલ નામનું તત્વ હોય છે જે ઈન્ફેક્શન દૂર કરવાનું કામ કરે છે. થાઈમલ એન્ટિ બેક્ટેરિયસ પણ હોય છે તેથી પડવાથી ઈજા આવ્યો હોય, છોલાયુ હોય ત્યાં સૌ પ્રથમ ગરમ પાણીમાં અજમો મિક્સ કરી તે પાણીથી ઈજા થઈ હોય તે જગ્યા સાફ કરો. ત્યાર બાદ તેની પર કોઈ દવા લગાવો. તમે ચાહો તો અજમાને ક્રશ કરી તેમાં થોડું પાણી મિક્સ કરી તેની પેસ્ટ ઈજા ઉપર લગાવી શકો છો.

મચ્છર દૂર કરવા

મચ્છર ઘરમાં પ્રવેશ ન કરે તે માટે અજમાનું તેલ અને સરસો મિક્સ કરીને પૂઠાંના નાના-નાના ટુકડા તે તેલમાં બોળી ઘરમાં અલગ અલગ જગ્યાએ લગાવી રાખો. આમ કરવાથી મચ્છર નહીં આવે અને ઘરમાં હશે તે પણ જતાં રહેશે.

ગર્ભવતી મહિલાઓ માટે

ગર્ભાવસ્થામાં એસિડિટી, અપચો જેવી સમસ્યાઓ થતી હોય છે. એવા સમયે ગરમ પાણીમાં એક ચમચી અજમો નાખીને પીવાથી તે સમસ્યા નહીં થાય. બાળક આવી જાય તે પછી પણ આ પાણી પીતા રહેવાથી પેટ સાફ રહે છે. જે યુવતીને માસિક સમયે દુખાવો થતો હોય તેના માટે પણ આ ઈલાજ ઉત્તમ બનશે. નવજાત બાળકોને દૂધ પીવાથી પેટનો દુખાવો થાય છે તેને અજમાનું ગરમ પાણી પીવાડાવવાથી દુખાવો નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *