મોતના આ સાગરમાં છે લાખો ઔષધીય ગુણ, બચાવે છે લોકોના જીવ

જૉર્ડન ઈઝરાઈલ અને ફલીસ્તાનની વચ્ચે એક મૃત સાગર આવેલો છે. અહીં  દુનિયાનું સૌથી ખારા પાણીનું ઝરણું આવેલું છે. જ્યાં સૌથી વધુ મીઠું જોવા મળે છે. એની  ખારાશ પાણીને એટલું સઘન બનાવી દે છે કે, કોઈ પણ મૃતસાગરમાં સરળતાથી તરી શકે છે.

મૃત સાગર ધરતીના સૌથી નીચેના ભાગમાં આવેલો છે. આ સમુદ્ર કિનારો 423 મીટર નીચે આવેલો છે. તાપ અને બાષ્મીકરણના કારણે મૃતસાગરના પાણીની ખારાશ 33.7 ટકા જોવા મળે છે. જે સામાન્ય માહાસાગરોની સરખામણીએ 10 ટકા વધુ છે.

ખૂબ ખારા પાણીના કારણે સમુદ્રમાં જોવા મળતા જીવ મૃતસાગરમાં હોતા નથી. એટલું જ નહીં, તેના આજુ-બાજુમાં પણ કોઈ પ્રાણી કે છોડ જોવા મળતા નથી. જેના કારણે આ સમુદ્રને મૃત સાગરના નામે ઓળખવામાં આવે છે. જો કે, અહીંનું પાણી ખૂબ ખારું હોવાના કારણે ખાસ પ્રકારના છોડ, માછલી, ફંગસ અને બેક્ટેરિયા જોવા મળે છે.

મૃતસાગરના પાણીમાં છે ઔષધીય ગુણ

મૃત સાગરના પાણીમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. વાયુમંડળનું દબાણ, હવા અને પાણીમાં ભળેલા મિનરલ્સ તેમજ  મીઠાંના કારણે માણસના શરીર પર તેની ખા અસર જોવા મળે છે. આ ઉપરાંત શ્વાસ સંબંધિત બીમારીઓ માટે મૃત સાગર ખૂબ જ જાણીતું છે.

મૃત સાગરના પાણીનો મુખ્ય સ્ત્રોત જૉર્ડન નદી છે. પશ્ચિમ એશિયાની આ સૌથી લાંબી નદી છે. જૉર્ડન નદી સીરીયા અને લેબનાનની વચ્ચેથી નીકળે છે. તેમજ ઈઝરાયેલ અને પશ્ચિમ કિનારે જૉર્ડન અલગ થઈને વહે છે. આમ, પાણીનું અલગ થવાનો વિવાદ પણ મૃતસાગર માટે નુકસાનકારક છે.

દર વર્ષે મૃત સાગર એક મીટર જેટલો સાંકળો થઈ રહ્યો છે.  નદીનું 135 કરોડ ઘનમીટર પાણી દર વર્ષે મૃત સાગર સુધી પહોંચે છે, ત્યારે  આજે ફક્ત બે કરોડ ક્યૂબિકમીટર પાણીથી મૃત સાગર પોતાની તરસ છુપાવી રહ્યો છે. આમ, ઈઝરાયેલ અને જૉર્ડનના ખનની અસર પર સાગર પડી રહી છે.

નવેમ્બર 2016માં દુનિયાભરમાં 25 તરવૈયા મૃત સાગરમાં 17 કિલોમીટર સુધી તરીને જૉર્ડનથી ઈઝરાયેલ પહોંચ્યા હતા. સતત 7 કલાક સુધી તરીને આ તરૈયા મૃતસાગરને બચાવવાનો સંદેશ લઈને ઉતર્યા હતા. ઈકોપીસની જૉર્ડન રિવર પ્રોજ્ક્ટના મેનેજર મીરા એનલ્ડેશ્ટાઈન અનુસાર, મૃતસાગર દિવસેને દિવસે સાંકળો થઈ રહ્યો છે.જેથી તેને ઝડપથી બચાવવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *