સરહદ પર ભારતીય આર્મીની પરાક્રમ જોઈ ચીની સૈનિકો ડરથી થરથર કાપવા લાગ્યાં છે. આલમ એ છે કે સરહદ પર જવાનોના તૈનાતીના નામથી ચીની સૈનિકોના આંસુ વહેવા લાગ્યાં છે. સોશિયલ મીડિયા પર ચીનના સૈનિકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતા નજર આવી રહ્યાં છે, અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સૈનિક ભારત બોર્ડર પર પોતાની પોસ્ટિંગના પગલે દુખી છે.
તાઈવાન ન્યૂઝની રિપોર્ટમાં જણાવવામાં આવે છે કે આ વીડિયોને પહેલા ચીની સોશિયલ મીડિયા વીચેટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવ્યો. આ વીડિયો ફૂયાંગ રેલવે સ્ટેશ જતા સમય બસમાં શૂટ કરવામાં આવ્યો છે. આર્મીમાં ભરતી થયેલા આ જવાનોને ટ્રેનિંગ બાદ જ ભારતથી જોડાયેલી સરદહ પર તૈનાતી માટે મોકલવામાં આવી રહ્યાં હતાં.
રડતા ગાઈ રહ્યાં ગીતો
વીડિયોમાં ચીની સૈનિકો રડતા-રડતા ચીની સેના PLA (People’s Liberation Army)નું ગીત ગ્રીન ર્ફ્લાવર્સ ઈન ધ આર્મી ગાતા દેખાય રહ્યાં છે. તાઈવાન ન્યૂઝના મુજબ, વીડિયોને પહેલીવાર ફૂયાંગ સિટી વીકલી (Fuyang City Weekly)ના વીચેટ (Fuyang City Weekly)પેઝ પર પોસ્ટ કર્યો હતો, બદનામીના ડરથી તુંરત હટાવી દેવામાં આવ્યો.
被派到中印邊境的解放軍,在車上唱歌時,忍不住哭鼻子了。
想想也是,花了銀子入伍,本身來計划是鍍個金,轉業當大王,現在变成當砲灰。 pic.twitter.com/wFU9L4xqch— 林才竣Michael新號 (@Michael90656953) September 19, 2020
પાકિસ્તાની કોમેડિયને પણ ઉડાવ્યો મજાક
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની કોમેડિયન જેદ હામિદએ પણ આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. હામિદે ચીની સેના પર ટીકા કરતા કહ્યું હતું કે ચીનની એક બાળક વાળી નીતિના પગલે અમારા ચીની ભાઈઓનું પ્રેરણા સ્તર ગંભીર રીતે પ્રભાવિત થયું છે.
હવે નહી ઈચ્છતા લડાઈ
લદ્દાખમાં ભારતીય સેના સતત ચીનને જડબાતોડ જવાબ આપી રહી છે. હાલમાં જ ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશને પણ તેણે નિષ્ફળ કરી હતી. આ ઘટના બાદ ચીની રાષ્ટ્રપતિ શી જિગપિંગને પોતાના સૈનિકોથી નાખુશ થવાના સમાચાર સામે આવ્યાં હતાં. શી એ વાતથી નારાજ હતો કે ચીની આર્મી ભારતીય ફોઝીઓને જોઈ પીછેહટ કેમ કરે છે.