આ 16 વર્ષીય દીકરીમાં છે ગજબનું ટેલેન્ટ, એકસાથે બે હાથે લખીને સર્જ્યો રેકોર્ડ…

કહેવાય છે કે, પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે છે. જો તમે સતત કોઈ વસ્તુનો અભ્યાસ કરો, તો તમે એમાં મહારત હાંસલ કરી શકો છો. આ વાતને મેંગલુરુમાં રહેતી આદિ સ્વરૂપાએ સાબિત કરી બતાવી છે.

આદિ સ્વરૂપા વિશે વાત કરતાં પહેલા તમને એક પ્રશ્નો પૂછવો છે કે શું તમે એકસાથે બે હાથથી લખતા કોઈ વ્યક્તિને જોઈ છે, અને જોઈ છે તો શું એ એકસાથે બે અલગ-અલગ ભાષામાં લખી શકે છે. ખરી..?? આજે હું તમને એવી વ્યક્તિ વિશે જણાવીશ જેણે આ કામમાં મહારત હાંસલ કર્યો છે. નાની ઉંમરથી જ સતત પ્રેક્ટિસ કરીને તેણે પોતાને એ રીતે તૈયાર કરી છે કે, તે આ અઘરા કાર્યને ખૂબ સરળતાથી કરી લે છે.

મેંગલુરુમાં રહેતી 16 વર્ષીય આદિ સ્વરૂપા બંને હાથથી એકસાથે લખી શકે છે. રસપ્રદ વાત એ છે કે, બે અલગ-અલગ ભાષા એકસાથે લખી શકે છે. આદિનું આ ટેલેન્ટ આજે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોકો તેને બંને હાથે એકસાથે બે લખતા જોઈને આશ્ચર્ચ અનુભવી રહ્યાં છે.

આ અંગે વાત કરતાં આદિ સ્વરૂપાએ જણાવ્યું હતું કે, તે અંગ્રેજી અને કન્નડ ભાષામાં એકસાથે લખી શકે છે તેણે પોતાનું માઈન્ડને એ રીતે ટ્રેઈન કર્યુ છે કે, એક મિનીટમાં 45 શબ્દ લખી શકે છે. આ સિવાય આદિને મિમિક્રી કરવું પણ ઘણું પસંદ છે.

આગળ વાત કરતાતં સ્વરૂપાએ કહ્યું હતું કે, તે IAS અધિકારી બનવા માગે છે. તેનું લક્ષ્ય ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સનું ટાઈટલ પોતાને નામ કરવાનું છે. આદિ આવતા વર્ષે SSLC પરીક્ષાઓમાં પ્રાઈવેટ કેન્ડિડેટ તરીકે સામેલ થશે. આદિએ 1 મિનિટમાં 40 શબ્દ લખવાનો રેકોર્ડ બનાવ્યો છે. પ્રેક્ટિસ બાદ હવે તે 50 શબ્દો લખી શકે છે. પહેલાં સ્વરૂપાએ 1 મિનિટમાં એકસાથે બંને હાથથી 25 શબ્દો લખવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

સ્વરૂપના પિતા જણાવ્યું હતું કે, તેણે બંને હાથથી લખવાની પ્રેક્ટિસ તેમની જ સંસ્થામાં કરી છે. તેના માટે કોઈ અલગથી ક્લાસ કર્યા નથી. લોકડાઉનમાં સ્વરૂપાએ યુનિડાયરેક્શન, ઓપોઝિટ ડાયરેક્શન, રાઈટ હેન્ડ સ્પીડ, લેફ્ટ હેન્ડ સ્પીડ, રિવર્સ રનિંગ, મિરર ઈમેજ, હેટેરોટોપિક, હેટેરો લિંગ્વિસ્ટિક, એક્સચેન્જ, ડાન્સિંગ અને બ્લાઈન્ડ ફોલન્ડિંગ જેવી રીતો અપનાવી હતી. સ્વરૂપા 2 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છે.

આમ, આદિ અભ્યાસ સાથે-સાથે પોતાના અનોખા ટેલેન્ટને પણ ધાર આપી રહી છે. પોતાની આવડતમાં વધુ કુશળ થવા માટે સતત પ્રેક્ટિસ કરે છે. સાથે-સાથે પોતાના પરિવારના સપનાને સાકાર કરવા માટે મન લગાવીને અભ્યાસ પણ કરે છે.

One thought on “આ 16 વર્ષીય દીકરીમાં છે ગજબનું ટેલેન્ટ, એકસાથે બે હાથે લખીને સર્જ્યો રેકોર્ડ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *