શું હસવું રાખે છે જુવાન?, જાણો હસવાના અઢળક ફાયદા

આજે વર્લ્ડ સ્માઈલ ડે છે, પહેલી વાર વર્લ્ડ સ્માઈલ ડે 1999માં મનાવવામાં આવ્યો હતો. જે બાદથી આ દર વર્ષે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ હસવાનું મહત્વ બનાવવા માટે દર વર્ષે ઓક્ટોમ્બરના પહેલા શુક્રવારે વર્લ્ડ સ્માઈલ ડે માનવવામાં આવે છે. હસવાના ઘણાં પ્રકારથી ફાયદા થાય છે. તેનાથી ન ફક્ત ચહેરાની સુંદરતા વધે છે પરંતુ લાંબા સમય સુધી યુવાની ટકી રહે છે. હેલ્થ સાઈટના મુજબ, જો માણસ હસવાનું તમારી રોજની ચર્ચામાં સામેલ છે તો તમે તંદુરસ્ત રહો છો. સ્વાસ્થ્ય વિશેષજ્ઞાના મુજબ, હંસવું (Laughter benefits) એક પ્રકારની કરસત છે. જેથી બીમારીઓ દૂર રહે છે. એટલે કે સ્માઈલ જ્યાં તમારી પર્સાનિલીટીને નિખારે છે, તેમજ હસવાથી સ્વાસ્થ્યમંદ રહેવામાં પણ મદદ મળે છે. તમે પણ જાણો કે હસવાથી શું શું ફાયદા થાય છે.

હૃદય રહેશે તંદુરસ્ત
કેટલાક અધ્યયન મુજબ, હસવાથી હૃદયની બીમારીઓ, અને સ્ટ્રોકનું ખતરો ઓછો કરે છે, જેનું કારણ એ છે કે જ્યારે આપણે હસીએ છે તો આપણાં શરીરમાં વધુ માત્રામાં ઓક્સીજન પહોચે છે. આ હાર્ટ પંપિગ રેટને ઠીક રાખવામાં મદદગાર છે. તેમજ હસવાથી શરીરની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે.

ઉંઘ આવે છે સારી
હસવાથી ઉંઘ સારી આવે છે. હકીકતમાં હસવાથી શરીરમાં મેલાટોનિન નામનું હાર્મોન બને છે. આ સારી ઉંઘ આપવામાં સહયોગ આપે છે. આવામાં સારી ઉંઘ લેવાથી શરીર પણ તંદુરસ્ત રહે છે.

યુવાન રાખશે હસવું
શું તમે જાણો છો કે હસવાથી તમે લાંબા સમય સુધી યુવાન રહી શકો છો. જી, હા જ્યારે તમે સતત હસો છો તો ઉંમર તમારા પર હાવી નથી થતી. જ્યારે તમે હસો છો તો માંસપેશિઓના સાથે તમારો ચહેરોની પણ એક્સસાઈઝ થાય છે. સતત હસવાની ટેવના કારણે ચહેરા પર કરચલી નથી પડતી.

તણાવ રહેશે દૂર
હસવું દરેક પ્રકારે આપણાં શરીરને ફાયદા પહોચાડે છે. જ્યારે આપણે હસીએ છે તો શરીરમાં ફીલગુડ હાર્મોન રિલીઝ થાય છે.આ તણાવને દૂર કરે છે. એટલે હસવું સૌથી સારૂ શ્રેષ્ઠ ઉપાય છે. તમે ખુશ રહેવાના કારણથી લોકો તમારા મિત્ર બની જાય છે.

હસવું કરશે થાક દૂર
હસવાથી શરીરનો થાક પણ દૂર થાય છે, વાસ્તવમાં હસવા દરમિયાન ફેફસાથી ઝડપથી હવા નીકળે છે. સાથે જ શરીરમાં ઓક્સીજનની સપ્લાઈ સારૂ રીતથી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *