ભારતમાં હાથીને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે સાથે જ અહીં ગજરાજની પૂજા કરવામાં આવે છે. પરંતુ જે બાદ પણ ઘણાં લોકો એવા છે જે હાથિઓના સાથે અત્યાચાક ગુજારે છે. આ વચ્ચે શ્રીલંકાથી અમુક એવા ફોટા સામે આવ્યાં જે અત્યંત દર્દનાક છે અહીં કચરાના ઢગલામાં હાથિઓનું ટોળું જોવા મળ્યું, જે કચરો ખાત જોવા મળ્યો. કચરાનો આ મોટો યાર્ડ હાથિઓથી ભરી દીધો, ત્યાં તે કચરો સાથે પ્લાસ્ટિક ખાતા જોવા મળ્યાં.
શ્રીલંકાના ઓલુવિલમાં જંગલી હાથિઓને તેના નિવાસ સ્થાન પર અતિક્રમણ કરનાર ડંપમાં કચરો ખાતા નજરે પડ્યાં. આ હાથી કચરોમાં પ્લાસ્ટિક ખાતા જોવા મળ્યાં.
20 થી 30 જંગલી હાથીઓનું ટોળું રોજના ખોરાકની તલાશમાં ખુલ્લા કચરાના ઢગલા પર જાય છે. જેથી તેના આરોગ્યને પણ ખતરો છે .
હાથી આ ડંપથી પસાર થાય છે, તેમાં સામંતથુરાઈ, કલમુરાઈ, કરેથેવુ, અડાલચૈચેનઈ, અક્કાયપટ્ટુ અને અલય્યાદિ વેસૂ સહિત જિલ્લાનો કચરો નાખવામાં આવે છે.
ખુલ્લા કચરાના ઢગલાને પૂર્વી પ્રાંતના જંગલોમાં નાંખવામાં આવે છે. પહેલા અહીં જંગલ હતું હવે આ ડંપયાર્ડ બની ગયું છે.
એક હાથી ભોજનની ખોજમાં વિશાળ પ્લાસ્ટિકનાં ઢગલા નજીક દેખાય રહ્યો છે. ત્યાં જમીન પ્લાસ્ટિકની થેલીઓ અને ખતરનાક કચરાથી ભરી દેવામાં આવી છે.
બંને હાથી ડંપમાં ભોજનની તલાશ કરતા અહીં હાથીઓ સાથે પક્ષી પણ જોવા મળી રહ્યાં છે. તે ખાવા માટે હાથી સામે લડે પણ છે. પહેલા ડંપના ચારો તરફ એક બાડ લગાવી હતી, પરંતુ હવે આ તૂટી ગઈ છે અને હાથિઓને પ્રવેશ માટે રોકવા મુશ્કેલ છે.
અશરફ નગરના નજીક આવેલું કૂડા ડંપ જગંલના નજીક, જે અમ્પારા જિલ્લાની સરહદ પર સ્થિત છે. અહી પણ હાથીઓને ખાતા જોવા મળે છે.
ડંપના વિસ્તાર સાથે, જંગલ હવે પોલિથીન બેગ, ખારિજ પ્લાસ્ટિક અને ભયંકર ભરાયેલો છે.
જંગલી પ્રાણીઓમાં મળમૂત્રમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક મળી આવ્યાં છે. હાથીના પોસ્ટમોર્ટમમાં તેના પેટમાં પ્લાસ્ટિક ઉત્પાદો અને ગેર પાચક પોલીથિન જોવા મળી છે.