જો ATMમાં જતી વખતે નહીં રાખો આ વાતનું ધ્યાન, તો થઈ જશો ઠન-ઠન ગોપાલ

છેલ્લાં કેટલાંય સમયથી ઓનલાઈન છેતરપીંડીના કિસ્સા વધી રહ્યાં છે. જેના પગલે RBIએ કેટલાંક નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં ડેબિટ અને ક્રેડિટ સાથે જોડાયેલા નિયમોને બદલવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે તમારે પણ સંતર્ક રહેવાની જરૂર છે. કારણ કે, એક નાનકડી લાઈટની ભૂલથી તમારુ બેન્કનું ખાતુ ખાલી થઈ શકે છે.

જી હા…તમને જાણીને નવાઈ લાગશે પણ આ વાત હકીકત છે. કારણ કે, હેકર્સ  નાની સરખી માહિતી દ્વારા પણ તમારું એકાઉન્ટ હેક કરીને તમને રોડ પર લાવી શકે છે. એટલે જ્યારે ATMમાં જાવ ત્યારે  આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

ATMમાં લીલી લાઈટનું રાખો ખાસ ધ્યાન, નહીં થઈ જશો ઠન-ઠન ગોપાલ…..

તમે જ્યારે ATM જાઓ ત્યારે,  એટીએમ મશીનના કાર્ડ સ્લોટને ધ્યાનથી જુઓ. જો તમને લાગે કે, એ.ટી.એમ. કાર્ડ સ્લોટમાં કંઇક છેડછાડ થઈ છે અથવા સ્લોટ ઢીલા છે કે પછી  તેમાં કોઇ ગરબડ છે તો તમે તે એટીએમનો ઉપયોગ કરશો નહીં.

કાર્ડ સ્લોટમાં કાર્ડ લગાવતી વખતે તેમાં દેખાતી લાઇટ પર ધ્યાન રાખો. જો સ્લોટમાં લીલી લાઇટ ચાલુ છે તો એટીએમ સુરક્ષિત છે. પરંતુ જો તમને એટીએમ મશીનમાં લાલ કે કોઇપણ લાઇટ  દેખાતી નથી,તો તે એટીએમનો ઉપયોગ ન કરો. કારણ કે, તેમાં કોઈ મોટી ગરબડી થઇ શકે છે. જો એટીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય તો જ તેમા ગ્રીન લાઇટ ચાલુ રહે છે.

આ ઉપરાંત હેકર કોઈપણ યુઝરના ડેટા ATM મશીનમાં કાર્ડ કાર્ડ સ્લોટમાંથી ચોરી શકે છે. તે એટીએમ મશીનનાં કાર્ડ સ્લોટમાં પણ આવી ડિવાઇસ લગાવે છે, જે તમારી કાર્ડની સંપૂર્ણ માહિતી સ્કેન કરે છે. તે પછી તે બ્લૂટૂથ અથવા કોઈ અન્ય વાયરલેસ ડિવાઇસથી તમારો ડેટા ચોરી લે છે અને બેંક ખાતું ખાલી કરી દે છે.

જ્યારે તમને લાગે કે તમે હેકર્સની જાળમાં ફસાઇ ગયા છો અને બેંક પણ બંધ છે. તો તમે તરતજ પોલીસનો સંપર્ક કરો. આવુ એટલા માટે કારણ કે, ત્યાં હેકરનાં ફિંગરપ્રિન્ટ મળી જશે. આ સાથે તમે એ પણ જોઇ શકો છો કે તમારી આસપાસ કોનું બ્લૂટુથ કનેક્શન ચાલુ છે. જેની મદદથી તમે તે વ્યક્તિ સુધી પહોંચી શકો છો.

નોંધનીય છે કે, તમારા ડેબિટ કાર્ડ (ડેબિટ કાર્ડ)નો સંપૂર્ણ એક્સેસ લેવા માટે હેકર્સ પાસે તમારો પિન નંબર હોવો જરૂરી છે. હેકર્સ પિન નંબરને કોઈપણ કેમેરાથી ટ્રેક કરી શકે છે. આનાથી બચવા માટે તમે જ્યારે પણ એટીએમમાં ​​પીન નંબર દાખલ કરો ત્યારે તે તેને બીજા હાથથી છૂપાવી લો. જેથી તેની ઇમેજ સીસીટીવી કેમેરામાં ન આવી શકે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *