હસ્તરેખા શાસ્ત્ર: શું તમારા શરીર પર પણ બનેલા છે રાજયોગ જેવું સુખ મળવાના આવા નિશાન

હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિની હથેળીમાં બનેલા અલગ-અલગ નિશાન, રેખાઓ અને હથેળીનો આકાર વ્યક્તિનો સ્વભાવ અને અને ભવિષ્યમાં તેનું જીવન કેવું હશે તે વિશેની માહિતી આપે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વ્યક્તિની જીંદગીમાં રાજયોગની ખુશી તેની કુંડળીમાં રહેલ શુભ ગ્રહોના શુભ સ્થાનમાં રહીવાથ ખબર પડે છે. આ સિવાય સમુદ્રિક શાસ્ત્રમાં હથેળી પર કેટલાક ખાસ પ્રકારના નિશાનથી રાજયોગના શુખ વિશે જાણી શકાય છે. ત્યારે આવો જાણીએ હથેળી પર ક્યાં-ક્યાં અને કેવા નિશાન બનવાથી વ્યક્તિને રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે.

જે વ્યક્તિની હથેળીના એકદમ વચ્ચેના ભાગમાં કોઈ તોરણ, બાણ, રથ, ચક્ર કે ધ્વજાનુ નિશાન જોવા મળે છે તેને જીવનમાં મહાન સિદ્ધિઓ હાંસિલ થાય છે. અને શાસન કરવાનો પણ મોટો અવસર મળે છે.

હથેળી પર બનેલા ખાસ નિશાન સિવાય જો ગરમાં ચક્ર, કમળ, શંક અને આસનનું નિશાન હોય તો તેવી વ્યક્તિને આજીવન સુવિધા મળે છે. તેવા લોકોના ઘરમાં હંમેશા લક્ષ્મીનો સદાય વાસ રહે છે. 

એવા લોકો જેમની હથેળીની વચ્ચો-વચ્ચ તિલ બનેલો હોય છે. તે લોકો ખુબ ધનવાન અને ભાગ્યશાળી હોય છે. આ સિવાય પણ પગના તળિયામાં તિલનું હોવું રાજ જેવું માન-સમ્માન અપાવે છે.

જે કોઈના ભાગ્યની રેખા (કાંડાથી શરૂ થઈને શનિ પર્વત એટલે કે, મધ્યમાં આંગળી સુધી) સીધી, સાફ અને અખંડિત થયા વિના સીધી જ શનિ પર્વત સુધી જાય તો તે વ્યક્તિને દરેક પ્રકારનું લાંલાપિર સુખ, સુવિધા અને યશ પ્રાપ્ત થાય છે.

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે, જે વ્યક્તિની છોડી પહોળી હોય, નાક લાબું હોય, અને નાભી ઊંડી હોય, તેનું જીવન એક રાજાની જેમ પસાર થાય છે. તેની પાસે જમીન-મીલકતની કોઈ કમી નથી રહેતી. જ્યાતિષ પ્રમાણે, હથેળી અને પગના તળિયા પર શંખ, ચક્ર, ગદા, અડગ, અંકુશ, ધનુષ, બાણ વગેરેના નિશાન હોવા પર રાજયોગનું શુખ મળે છે. 

જો તમારા હાથ કે, પગમાં છત્ર, માછલી, તળાવ કે વીણા જેવું મળતું ભળતું નિશાન બનતા દેખાય તો તે વ્યક્તિ ઉત્તર અને ખુબ માન-સમ્માન પ્રાપ્ત કરનાર વ્યક્તિ હોય છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *