11 જાન્યુઆરી રાશિફળ: મહાદેવ આજે આ રાશિના જાતક પર થશે મહેરબાન, જાણો કેવો રહેશે તમારો દિવસ

સોમવાર એટલે ચંદ્ર… જ્યોતિષમાં ચંદ્રને દેવ ગ્રહોના મંત્રી માનવામાં આવે છે. તેમજ કુંડળીમાં તેમને મનના કારક માનવામાં આવે છે. તેમનો રંગ સફેદ તેમજ રત્ન મોતી છે. આ દિવસના કારક દેવ સ્વંય મહાદેવ છે. આજે વર્ષ 2021ની પહેલા માસિક શિવરાત્રિ પણ છે.

જાણો આજે 11 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ

1. મેષ રાશિ
સામાજિક પ્રતિષ્ઠા વધશે. મૂડી રોકારણ શુભ રહેશે. ધન પ્રાપ્તિ સુગમ થશે. લગ્ન માટે કરેલા પ્રયત્નો સફળ રહેશે. સંતાનની ચિંતા રહેશે. વિવેકથી કાર્ય કરો.

2. વૃષભ રાશિ
મૂડી રોકાણ શુભ રહેશે. શુભ સમાચાર મળશે. વિવાદ ન કરો. જૂની પીડાથી ગ્રસ્ત રહેશો. ભવિષ્યની ચિંતા રહેશે. કોઈને જામીન આપીને જોખમ ન લો.

3. મિથુન રાશિ
બેરોજગારી દૂર થશે. નવા કાર્યની શરૂઆત લાભદાયી રહેશે. મન ખુશ રહેશે. જીવન આધ્યાત્મિક તરફ વળશે. શંકર ભગવાનના આશીર્વાદથી કાર્ય સફળ થશે.

4. કર્ક રાશિ
જીવનસાથીનું આરોગ્યની ચિંતા રહેશે. વિવાદ ન કરો. નકામા ખર્ચ ન કરો. ચિંતાના કારણ મન હતાશ રહેશે. સમય રહેતા તમારા કાર્યોનું વિભાજન કરી દો.

5. સિંહ રાશિ
અટકેલું ધન મળવાની આશંકા છે. યાત્રામાં લાભ થશે. તમારી ટેવો બદલો અને પ્રયત્ન કરો કે જે પણ નિર્ણય લો તેના પર કાયમ રહો. સંતાનથી ભેદભાવ થશે.

6. કન્યા રાશિ
કાર્યસ્થળમાં બદલાવ સંભવ છે. વ્યવસાયમાં નવી યોજના લાગુ થશે. તમારા મિત્રથી મનની વાત કહેવાની તક મળશે. નોકરી તેમજ યાત્રાથી લાભ થશે.

7. તુલા રાશિ
વિચારેલા કાર્ય સમયસર પૂર્ણ કરવાથી મન ખુશખુશાલ રહેશે. ઘર-પરિવારમાં ચાલી રહેલા વિવાદોના કારણ ચિંતિત રહેશો. નોકરીમાં ભાગદોડ રહેશે. દાન ધર્મ કરી શકો છો. રચનાત્મક કાર્યોમાં રૂચિ રહેશે.

8. વૃશ્ચિક રાશિ
નવું વાહન, મશીનરી પર પૈસા ખર્ચ થશે. બીજાના ઝંઝટમાં ન પડો. કુંટુબીક કાર્યક્રમોમાં ભાગદોડ વધું રહેશે. જીવનસાથીની ચિંતા રહેશે.

9. ધન રાશિ
તમારા જુસ્સાને દેખાડવાનો અવસર મળશે. કોઈની સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો. સંતાન સુખ મળશે. પરિણામ કાર્યની અડચણ દૂર થશે. માતા-પિતાથી મતભેદ થઈ શકે છે.

10. મકર રાશિ
સંપત્તિના કાર્ય લાભ આપશે. રોજગાર માટે કરી રહેલા પ્રયત્નો સફળ થશે. પ્રિયજનથી મનની વાત કહેવાની તક મળશે. પેટ સંબંધિત રોગ થઈ શકે છે.

11. કુંભ રાશિ
તમારા વ્યવહારને નમ્ર રાખો. પરિવારમાં વૃદ્ધજનનો સાથ મળશે. મન આનંદમય રહેશે. વિદ્યાર્થી વર્ગ સફળતા મળવશે. પાર્ટી તેમજ પિકનિકનો આંનદ મળશે.

12. મીન રાશિ
કાર્યસ્થળ પર વિવાદથી બચો. મૂડી રોકારણમાં જોખમ ન ઉઠાવો. અંગત જીવનમાં તણાવ રહેશે. નોકરીમાં પરિશ્રમ વધું આવશે. ઈજા તેમજ ચોરી વગેરેથી નુકાસાન થઈ શકે છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *