ભાઈ-બહેન માંથી પતિ-પત્ની બનેલ આ જોડીએ આજે એ સાબિત કરી દીધું કે, સાચે જ પ્રેમ આંધળો હોય છે.. જાણો આ અજીબ કિસ્સો

એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે આજના જમાનામાં લોકો પોતાના સંબંધો અને પોતાની મર્યાદાઓને ભૂલતા જાય છે. જી હાં જેમ-જેમ કળીયુગનો સમય આગળ વધતો જઈ રહ્યો છે. તેમ તેમ સંબંધોની પરિભાષા પણ બદલાતી જઈ રહી છે. એટલે કે, આજના સમયમાં સંબંધોની કોઈ વેલ્યું નથી. કાંઈ મહત્વ નથી. આજે અમે આપને એક એવા જ કિસ્સાથી સુરબું કરાવવા જઈ રહ્યા છીએ જેના વીશે જાણ્યા પછી એવું કહેવા માટે મજબૂર થઈ જશો કે, હકીકતમાં પ્રેમ આંધળો હોય છે.

ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો યમુનાનગરનો છે. જી હાં યમુનાનગરમાં ઓનર કિલિંગના ડરથી એક પ્રેમી યુગલ 4 કલાક સુધી એક વકીલની ચેમ્પરમાં તેના ટેબલ નીચે છુપાઈને રહ્યું. કારણ કે, યુવતીના પરિવારજનો વકીલની ચેમ્બરની બહાર જ ઉભા હતા. જેના કારણે તે બંને ટેબલ નીચે છુપાઈ ગયા હતા. તેવામાં વકીલે પોલીસને બોલાવી અને પછી બંનેને કોર્ટમાં રજૂ કર્યા. નવાઈની વાત તો એ છે કે, જજે તેમને પોલીસની સુરક્ષામાં એક સેફ ઘરમાં મોકલી આપ્યા છે. તમને જાણીને નવાઈ તો એ લાગશે કે, આ પ્રેમી યુગલ પહેલા એક-બીજાના ભાઈ-બહેન હતા.

તમે વિચારમાં પડી ગયા હશો કે, આવું તો કેવી રીતે શક્ય છે. પરંતુ અહીં તમારે વધુ વિચારવાની જરૂર નથી. કારણ કે, અમે આપને સમગ્ર ઘટના વિસ્તારથી બતાવી રહ્યા છીએ. હકીકતમાં આ ઘટનામાં એક વર્ષ પહેલા છોકરીની મુલાકાત પોતાની માસીની જેઠાણીના દીકરા સાથે થઈ. બસ ત્યારથી જ બંને એક બીજાના પ્રેમમાં પડ્યા. અને પ્રેમને વધુ મજબૂત કરવા માટે એકબીજા સાથે લગ્ન કરવા ઘરેથી ભાગી ગયા. આ બંને પ્રેમી યુગલ 21 જૂલાઈએ ઘરેથી ભાગી ગયા હતા. અને 22 જુલાઈએ આ બંનેએ દુર્ગા માતાના મંદિરમાં લગ્ન પણ કરી લીધા.

જોકે લગ્ન બાદ પણ આ બંનેને પરિવારનો ડર લાગી રહ્યો હતો. કારણ કે, પરિવાર આ સંબંધની વિરોધમાં હતા. તેવામાં આ બંનેએ કોર્ટમાં જઈને સુરક્ષા માટે અપીલ માંગી અને 24 જુલાઈએ સુરક્ષા માટે બંનેએ અપીલ કરવાની હતી. પરંતુ અફસોસની વાત તો એ છે કે, તેમના આ પગલા વિશે સગા-સંબંધીઓને જાણ થઈ ગઈ. જેને લઈને ઘરના લોકો પહેલા જ જ કોર્ટના ગેટ આગળ આવીને ઉભી ગયા હતા. અને આ બંનેને શોધી રહ્યા હતા. ત્યાર બાદ આ પ્રેમી પંખીડાએ મહિલા હેલ્પલાઈન પોલિસકન્ટ્રોલમાં ફોન કરી મદદ માગી. બીજી તરફ પોલીસે પણ પોતાની ફરજ નિભાવતા સ્થળ પર પહોંચી અને બંનેને કોર્ટના આદેશ પહેલા જ સુરક્ષા પુરી પાડી.

મહત્વનું છે કે, પોલીસ સુરક્ષા વચ્ચે આ પ્રેમી પંખીડાને સેશન જજ જગદીપ જૈનની અદાલતમાં રજૂ કરાયા અને અંતમાં જજે પણ એક સુરક્ષિત ઘરમાં બંનેનો મોકલી આપ્યા. આ સિવાય સૂત્રોનું માનીએ તો એવું પણ સાંભળવા મળ્યું છે કે, છોકરીની માસી દેવઘરમાં રહે છે અને છોકરો ત્યાં કોઈના લગ્નમાં ગયો હતો. બસ આજ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. જોકે પ્રેમી ગૌરવનું કહેવું છે કેસ માસી લંબંધીઓને અમારા પ્રેમ વિશે ખબર પડી ગઈ હતી. જેને લઈને તેઓ મારી પ્રેમીકાના લગ્ન બીજે ક્યાંય કરવા માગતા હતા. તેવામાં અમે બંનેએ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

હાલ તો આપણે એવી જ દુવા કરી શકીએ કે, દરેક વ્યક્તિને પોતાને પ્રેમ મળે. પરંતુ આ રીતે ભાઈ-બહેનના સંબંધને તરાજુ પર રાખીને પતિ-પત્નીના સંબંધ બનાવવા સંપૂર્ણ રીતે અયોગ્ય છે. જેને આપણો સમાજ ક્યારેય પણ નહીં સ્વિકારે. તમારે આ ઘટના મુદ્દે શું કહેવું છે. તે અવશ્ય કમેન્ટમાં જણાવજો.


Posted

in

, ,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *