મધ્ય પ્રદેશના આ ગામમાં ભરાય છે અનોખો મેળો, પાન ખવડાવી પસંદ કરાય છે જીવનસાથી

લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. ત્યારે આ બંધન વિશે એવું કહેવાય છે કે એકવાર આ બંધનમાં બંધાયા બાદ આગલા સાત જન્મો સુધી આ બંધનમાં યુગલ બંધાયેલા રહે છે. લગ્નમાં ઘણી પ્રકારના રીત-રિવાજો નિભાવામાં આવતા હોય છે. જ્યાં ઘણી જગ્યાએ તો લગ્નના રિવાજ પણ વિચિત્ર હોય છે. ત્યારે મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં લગ્ન માટે અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે. અહી લગ્ન પહેલા પાન ખવડાવવામાં આવે છે અને પછી જ જીવનસાથી પસંદ કરે છે.

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે છોકરા અને છોકરી
મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં આવેલા આદિવાસી વિસ્તારમાં લગ્નની રીત આજે પણ ચાલી રહી છે. અહી રહેતા આદિવાસી પ્રજા પોતાના અનોખા લગ્ન માટે વિશ્વભરમાં જાણીતા છે. એક રિપોર્ટ અનુસાર, લગભગ 70 કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારમાં આવેલું મોરગઢી ગામમાં દરેક વર્ષે દિવાળીના એક અઠવાડિયા બાદ એક અદ્દભૂત મેળો ભરાય છે. તેમાં મોટી સંખ્યામાં આદિવાસી છોકરો-છોકરી ઉપસ્થિત રહે છે. એવું કહેવામાં આવે છે કે આ બજારમાં આદિવાસી યુવક અને યુવતી એકબીજાને પાન ખવાડાવી એકબીજાને પસંદ કરે છે પછી લગ્ન કરે છે.

પાન ખવડાવી કરે છે લગ્નનું એલાન
પરંપરા અનુસાર, યુવક પોતાની પસંદની યુવતીને પાન આપે છે જો યુવતી પાન ખાઈ લે તો તેને જીવનસાથી માનવામાં આવે છે. ખાસ વાત છે કે આ લગ્નને યુવક અને યુવતીના પરિવાજનો પણ માને છે. ઠોઠિયા બજાર નામના આ મેળામાં ઘણાં આદિવસી યુવક-યુવતી સામેલ થાય છે. આ મેળો બપોરે 12 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ચાલે છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *