મકર સંક્રાંતિ 2021: 59 વર્ષ પછી ઉત્તરાયણ પર બની રહ્યો આ વિશેષ યોગ

પોષ શુક્લ પ્રતિપદા ગુરૂવારના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ સાથે જ મકર સંક્રાંતિનો પાવન પર્વ મનાવવામાં આવશે. જ્યોતિષવિદ્યાનાનો અનુસાર, સવારે 8:15 વાગ્યે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર સંક્રાંતિનો પુણ્યકાળ સવારે 7:31 થી સાંજે 5:50 વાગ્યે સુધી રહેશે. મકર સંક્રાંતિથી મલમાસ પૂર્ણ થશે, પરંતુ બે દિવસ બાદ જ ગુરૂના વૃદ્ધત્વ દોષ તથા પાંચ દિવસ બાદ ગુરૂ ગ્રહ અસ્ત હોવાથી શુભ કાર્યો પર પુન: વિરામ લાગી જશે.

બનશે પંચગ્રહી યોગ
જ્યોતિષાચાર્ય પં. દામોદર પ્રસાદ શર્માએ જણાવ્યું કે મકર સંક્રાંતિના દિવસે પંચગ્રહી યોગ રહેશે. 13 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં ચંદ્રમાનો પ્રવેશ, તેમજ સૂર્યનો 14 જાન્યુઆરીએ 8:15 કલાકે મકર રાશિમાં પ્રવેશ થવાની સાથે મકર રાશિમાં પહેલા ચાલી રહેલા બુધ, ગુરૂ અને શનિના હોવાથી પંચગ્રહી યોગનું નિર્માણ થશે. પં. શર્મા જણાવે છે કે ઋતુ પરિવર્તન સાથે જ ઠંડી મકર સંક્રાંતિમાં ઓછી પડવા લાગે છે, પરંતુ આ વખતે યોગના કારણ શીતલહરની અસર જોવા મળશે. શર્માના અનુસાર, 59 વર્ષ પહેલા ઈ.સ. 1962માં સંક્રાંતિ પર પંચગ્રહી યોગ બન્યો હતો.

ગૃહપ્રવેળ વગેરે થઈ શકશે
પં શર્માએ જણાવ્યું કે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ સાથે મલમાસ સમાપ્ત થશે. ધનુમાસ પૂર્ણ થવા સાથે પાંચ દિવસ બાદ ગુરૂ અસ્ત થશે, પરંતુ તેના પહેલા ત્રણ દિવસ વૃદ્ધતવ દોષ હોવાના લીધે 16 જાન્યુઆરી શનિવારે જ માંગલિક કાર્ય નહી થઈ શકે, પણ ગૃહપ્રવેશ, નામકરણ વગેરેના શુભ કાર્ય 15 જાન્યુઆરીએ જ થઈ શકશે. 19 જાન્યુઆરી સવારે 11:30 કલાકે ગુરૂ અસ્ત થશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *