ઉત્તરાયણના પાવન પર્વ પર જો કરશો આ 6 વસ્તુનું દાન તો સૂર્યદેવના આશીર્વાદથી તમારા ઘરમાં કયારેય નહી રહે પૈસાની તંગી

પોષ માસમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાંતિનો પર્વ મનાવવામાં આવે છે. આ વખતે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસ સૂર્યદેવ પોતાના પુત્ર શનિથી મળવા માટે આવે છે. સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વથી હોવાના લીધે આ તહેવાર ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સામાન્યરીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થાય છે, આ માટે અહીયાથી શુભ કાર્યોનો આરંભ થાય છે.

ઉત્તરાયણના દિવસે સ્નાન અને દાન-પૂણ્ય જેવા કાર્યોનું આગવું મહત્વ હોય છે. આ દિવસ કરવામાં આવેલું દાન અક્ષય લાભદાયી હોય છે. આ દિવસ શનિદેવ માટે પ્રકાશનું જ્ઞાન પણ ખૂબ શુભ હોય છે. આવો જાણીએ ઉત્તરાયણના દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે.

તલ- ઉત્તરાયણના પાવન પર્વ પર તલ દાનનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે બ્રાહ્મણોને તલથી બનાવેલી વસ્તુનું દાન કરવા પુણ્યકારી ગણાય છે. આ ઉપરાંત આ દિવસ ભગવાન વિષ્ણુ, સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે શનિદેવે સ્વયંના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી જ કરી હતી, જેથી સૂર્યદેવ પ્રકટ થયાં હતાં. ઉત્તરાયણના દિવસે તલનું દાન કરીને શનિ દોષ પણ દૂર કરી શકાય છે.

ધાબળા- મકર સંક્રાંતિના દિવસે કોઈ જરૂરમંદને ધાબળાનું દાન કરવું જોઈએ. આ દિવસ ધાબળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ધાબળાનું દાન કરવાથી રાહુનો અશુભ પ્રભાવ નથી પડતો.

ખિચડી- ઉત્તરાયણને ખિચડી પણ કહેવામાં આવે છે. આ દિવસ ખિચડીનું દાન કરવા ખૂબ શુભ હોય છે. કોઈ ગરીબ જનને આ દિવસ ચોખા અને અડદની દાળની બનાવેલી ખિચડી દાન કરો. માન્યતા છે કે અડદનું દાન કરવાથી શનિ દોષથી બચી શકાય છે. તેમજ ચોખાનું દાન કરવું લાભદાયી માનવામાં આવે છે.

ઘી- સૂર્ય અને ગુરૂને પ્રસન્ન કરવા માટે ઘી ખૂબ શુભ માનવામાં આવે છે. આ વખતે ગુરૂવારના દિવસે ઉત્તરાયણનો પાવન પર્વ હોવાથી ઘીના દાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. માન્યતા છે કે મકસ સંક્રાંતિના દિવસે શુદ્ઘ ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને પૈસાની તંગી નથી રહેતી.

કપડા- ઉત્તરાયણના શુભ દિવસે કોઈ જરૂરીયાત લોકોને નવા વસ્ત્રનું દાન કરવું જોઈએ. વસ્ત્રનું દાન કરવાથી સમૃદ્ધિનો વાસ થાય છે. આ દિવસ કરવામાં આવેલા વસ્ત્રોનું દાન મહાદાન કહેવામાં આવે છે.

ગોળ- ગોળને ગુરૂની પ્રિય વસ્તુ માનવામાં આવે છે. આ વખતે મકર સંકાંતિનો પાવન પર્વ ગુરૂવારના દિવસે છે. એટલા માટે આ દિવસે ગોળનું દાન કરવાથી ગુરૂની આશીર્વાદ મળશે. તમે તલ અને ગોળના બનેલા લાડું પણ દાન કરી શકો છો. આ દિવસ ગોળ આરોગવો પણ શુભ માનવામાં આવે છે.


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *