15 જાન્યુઆરી 2021 રાશિફળ: આજે સાક્ષાત માતા લક્ષ્મી આ રાશિના જાતકનો કરી દેશે બેડો પાર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને દૈત્યોંના ગુરૂ એટલે દૈત્યગુરૂ પણ કહેવામાં આવે છે. તેમજ કુંડળીમાં તેમને ભાગ્યના કારક માનવામાં આવે છે. તેમનો રંગ ગુલાબી તેમજ રત્ન હીરો છે. આ દિવસના કારક દેવી સ્વયં માતા લક્ષ્મીજી છે. આ ઉપરાંત આ દિવસ માતા સંતોષજીની પૂજાનું પણ વિધાન છે. જાણો આજે 15 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારે દિવસ…

મેષ રાશિ
અભ્યાસમાં અવરોધ આવી શકે છે. કાર્ય સ્થળ પર કર્મચારીઓથી પરેશાન રહેશો. પેટનો રોગ થઈ શકે છે. જીવનસાથીથી અનાદર મળી શકે છે. વાહન સુખ સંભવ થશે.

વૃષભ રાશિ
પરાક્રમમાં વૃદ્ધિ થશે. કાર્ય પદ્ધતિ બદલવાથી લાભ થશે. સગા-વ્હાલાનું આગમન થઈ શકે છે. વિરોધીઓ પરાજિત થશે. પરિવારમાં કોઈ વૃદ્ધ લોકોનું આરોગ્ય બગડી શકે છે. પ્રેમ પ્રાપ્ત કરવા યોગ્ય સમય છે.

મિથુન રાશિ
સમય રહેતા તમારા મનની વાત કહી દો. જો તમે સાચા છો, તો સફળતા મળશે. તમારૂ ભોળાપણુંનો લોકો ફાયદો ઉઠાવશે, સાવચેત રહો. વ્યાપાર વિસ્તારનો યોગ છે. ભવન પરિવર્તનનો પણ યોગ છે.

કર્ક રાશિ
વ્યવસાયમાં ઉતાવળમાં નિર્ણય ન લો. વિતેલી વાતોને લઈને તમારો સમય બર્બાદ ન કરો. પરિવારનો સાથ મનને શાંતિ આપશે. પ્રેમ પ્રસંગોના પગલે વિવાદ થઈ શકે છે. જીવનસાથીની મદદ મળશે. ધન લાભ સંભવ છે.

સિંહ રાશિ
ધાર્મિક યાત્રાની રૂપરેખા બનશે. લગ્ન પ્રસ્તાવ સંબંધમાં બદલી શકે છે. મનગમતી નોકરી મળી શકે છે. ભાવનાત્મક સંબંધોમાં નિકટતા આવશે. લોકોથી પ્રશંસા સાંભળવા મળશે.

કન્યા રાશિ
લગ્ન જીવનમાં તણાવ વધી શકે છે. વિદેશ જવાનો યોગ બની રહ્યો છે. તમારી પ્રગતિમાં આવી રહેલી બાધા અકબંધ રહેશે. સમય રહેતા ઉચિત વિદ્વાનોનું માર્ગદર્શન લો. સમય અત્યારે અનુકૂલ નથી.

તુલા રાશિ
તમારા નજીકના લોકો નથી ઈચ્છતા કે તમે આગળ વધો, સાવધાન રહો અને તમારૂ કામ પૂરી ઈમાનદારીથી કરો. કાર્ય સ્થળ પર વિવાદની સ્થિતિ ઉત્પન્ન થશે. આર્થિક બાબત ઉકેલશો.

વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. સ્વયંને ગંભીર રાખો. તમારો વ્યવહાર જ લોકોને આકર્ષિત કરે છે. વ્યાપાર વિસ્તાર માટે લોન લેવી પડી શકે છે. જીવનસાથી પ્રત્યે તમારી જવાબદારી સમજો.

ધન રાશિ
અટકેલા કાર્યોમાં ગતિ આવશે. સ્વયંને એકલા અનુભવશો. કોર્ટ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. લગ્ન જીવન આનંદમય રહેશે. સમય અનુકૂળ છે.

મકર રાશિ
કોઈના ઉત્તરની આતૂરતાથી પ્રતિક્ષા કરી રહ્યાં છે. નોકરીમાં બદલાવનો યોગ છે. તકનીકીના પ્રયોગથી વિદ્યાર્થી સફળ થશે. દાંતોમાં રોગની સંભાવના છે. મહેનતના અનુકૂળ ફળ નહી મળી શકે.

મીન રાશિ
આવકના નવા સ્ત્રોત સ્થાપિત થશે. ભાગ્યનો સાથે અને તમારા દેવી-દેવાતાના આશીર્વાદથી નવી સફળતાને પ્રાપ્ત કરશો. નવા દુશ્મન બહાર આવી શકે છે. કુંટુબીક ખર્ચ વધશે. કાર્ય સ્થળ પર કોઈ કર્મચારી તમારો વિરોધ કરી શકે છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *