ષટતિલ એકાદશી 2021: જાણો વ્રત પૂજા વિધિ અને મહત્વ, ભગવાન વિષ્ણુની કૃપાથી મળશે ધાર્યું ફળ

હિન્દુ ધર્મમાં એકાદશીનું આગવુ મહત્વ હોય છે. એકાદશી વ્રતથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. આ વખતે ષટતિલા એકાદશી ખૂબ વિશેષ છે. આ વર્ષ 2021માં આ એકાદશી 7 ફેબ્રુઆરી, રવિવારના રોજ આવી રહી છે. આવો જાણીએ આ વ્રતનું મહત્વ…

ષટતિલા એકાદશીનું મહત્વ
ષટતિલા એકાદશીના નામના સમાન જ આ દિવસ તલનું ખાસ મહત્વ હોય છે. પોતાના દિવસમાં તલના ઉપયોગ પર ધ્યાન આપો, તલનું દાન કરવાથી પુણ્ય મળે છે.

ષટતિલા એકાદશી વ્રત મુહૂર્ત 2021
ષટતિલા એકાદશી પારણા મુહૂર્ત : 07 :05 :20 થી 09 :17 :25 સુધી 8, ફેબ્રઆરીએ
અવધિ : 2 કલાક 12 મીનિટ

ષટતિલા એકાદશીના દિવસે તલના 6 પ્રકારના પ્રયોગ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ષટતિલા એકાદશી એટલે તલના 6 પ્રકારના પ્રયોગથી યુક્ત એકાદશી. આ એકાદશીના દિવસે તલનો ઉપયોગ 6 પ્રકારથી કરવામાં આવે છે. તલનો ઉપયોગને પરમ ફળાહારી માનવામાં આવે છે. આસ્થા છે કે ષટતિલા એકદશીનું વ્રતથી ઉપાસકે વાચા સંબંધ, માનસિક અને શારીરિક પાપોમાંથી મુક્તિ મળે છે.

આ દિવસ તલનો ઉપયોગ સ્નાન, ઉબટન, બલિદાન, તર્પણ અને ખાવામાં કરવામાં આવે છે.

ષટતિલા એકાદશી પૂજા વિધિ
એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસ સ્નાન કરીને સૌથી પહેલા ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન કરો. બીજા દિવસ દ્વાદશી પર પ્રભાતે સ્નાન કરીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવો અને પછી બ્રાહ્મણોને ભોજન કરાવો. જો બ્રહ્મણોને ભોજન કરાવવામાં સમર્થ ન હોય તો એક બ્રહ્માણના ઘરે સૂકો સીધો પણ આપી શકાય છે. સીધો આપ્યાં બાદ ખૂદ ભોજન ગ્રહણ કરો.

આ દિવસ જરૂર કરો આ કામ
આ દિવસ તલના જળથી સ્નાન કરો
તલનું ઉબટન લગાવો
તલનું હવન કરો
તલ વાળું પાણી પીઓ
તલનું દાન કરો
તલની મિઠાઈ બનાવો

ષટતિલા એકાદશીની વ્રત કથા
ભગાવન વિષ્ણુએ એક દિવસ નારદ મુનિને ષટતિલા એકાદશી (અગિયારસ) વ્રતની કથા સંભળાવી હતી, જેમના અનુસાર પ્રાચીન કાળમાં ધરતી પર એક વિધવા બ્રાહ્મણી રહેતી હતી. જે મારી મોટી ભક્ત હતી અને સંપૂર્ણ શ્રદ્ધાથી મારી પૂજા કરતી હતી. એકવાર તે બ્રાહ્મણીએ એક મહિના સુધી વ્રત રાખ્યું અને મારી આરાધના કરી.

વ્રતના પ્રભાવથી તેમનું શરીર તો શુદ્ધ થઈ ગયું પરંતુ તે બ્રાહ્મણી કયારેય અન્ન દાન નહતી કરતી, એક દિવસ ભગવાન વિષ્ણુ સ્વયં તે બ્રાહ્મણી પાસે ભિક્ષા માંગવા પહોચ્યાં. જ્યારે ભગવાન વિષ્ણુએ ભિક્ષા માંગી તો તેમણે એક માટીનો પિડો ઉઠાવીને આપી દીધો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જ્યારે બ્રાહ્મણી દેહ ત્યાગ કરીને મારા લોકોમાં આવી તો તેને અહી એક ખાલી ઝૂંપડું અને વૃક્ષ મળ્યું.

ખાલી ઝૂંપડુંને જોઈને બ્રાહ્મણીએ પૂછ્યુ કે હું તો ધર્મપરાયણ છું મને ખાલી ઝૂંપડું કેમ મળ્યુ? ત્યારે મે જણાવ્યું કે આ અન્નદાન નહી કરવું અને માટીનો પિડો આપવાના કારણે થયું છે. ત્યારે ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે જ્યારે દેવ કન્યાઓ પરસ્પર મળવા આવે, ત્યારે તમે તમારો દ્વાર ખોલજો જ્યારે તે તમને ષટતિલા એકાદશીના વ્રતનું વિધાન બતાવે. ત્યારે બ્રાહ્મણીએ ષટતિલા એકાદશીનું વ્રત કર્યું અને તેમાંથી તેની ઝૂંપડું ધન ધાન્યથી ભરાઈ ગઈ.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *