પુત્રદા એકાદશી વ્રત નિયમ તેમજ શુભ મુહૂર્ત, જાણો સંતાન પ્રાપ્તિની કામના માટે શું કરવું જોઈએ

દર માસમાં આવી રહેલી બે એકાદશીના હિસાબે વર્ષમાં 24 એકાદશીનું વ્રત કરી શકાય છે. પણ આ વર્ષે એક વધું એકાદશી એટલે 25 એકાદશી પડવાની છે. વ્રતમાં સૌથી મહત્વપૂર્ણ વ્રત એકાદશીનું વ્રત માનવામાં આવે છે, તેમજ તેને એકાદશીઓમાંથી પોષ માસમાં શુક્લ પક્ષની એકાદશી પોષ પુત્રદા એકાદશી કહેવાય છે. જે આ વર્ષે 24 જાન્યુઆરી 2021ના રોજ મનાવવામાં આવશે.

પોષ પુત્રદા એકાદશીના દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરનારા લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ નામથી પણ જાણીતું છે કે આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવું ઉત્તમ માનવામાં આવે છે.

પોષ પુત્રદા એકાદશી વ્રત મુહૂર્ત 2021
પોષ પુત્રદા એકાદશી પારણા મુહૂર્ત: 07: 12 : 49 થી 09: 21 :06 સુધી 25 જાન્યુઆરીના રોજ
અવધિ: 2 વાગ્યે 8 મિનીટ

આ વ્રતને રાખવાનો નિયમ?
આ વ્રત બે પ્રકારથી રાખવામાં આવે છે નિર્જલા (પાણી વગર) અને ફલાહારી અથવા પાણી વ્રત. માનવામાં આવે છે કે સામાન્ય રીતે નિર્જલ વ્રત પૂર્ણ સ્વરૂપથી તંદુરસ્ત વ્યક્તિએ જ રાખવું જોઈએ. તેમના અંતર્ગત એક દિવસ પહેલા સાત્વિક ભોજન કરવું જોઈએ. સવારે સ્નાન કર્યા બાદ સંકલ્પ લો. જે બાદ ગંગા જળ, તુલસી દળ, તલ, ફૂલ પંચામૃતથી વિષ્ણુ ભગવાનની પૂજા કરો વ્રતના આગલા દિવસ કોઈ જરૂરીયાત લોકોને ભોજન ખવડાઓ અને દાન-દક્ષિણા આપીને વ્રતનું પારણ કરો.

આ વ્રતને નિર્જલા એટલે પાણી વગરનું કરવામાં આવે છે. જો વિશેષ પરિસ્થિતિઓમાં વ્રત કરનારાની ક્ષમતા નથી તો સંધ્યા કાળમાં દીપદાન પછી ફળાહાર કરી શકાય છે.

નિસંતાન દંપતીઓ માટે ખાસ
એકાદશી તિથિઓમાં પુત્રદા એકાદશીનું પણ વિશેષ સ્થાન છે. નિસંતાના દંપતીઓ માટે આ વ્રત એક ખૂબ મહત્વ રાખે છે. આ વ્રત સંતાન પ્રાપ્તિ અને સંતાન ઉન્નત્તિની કામના માટે કરી શકાય છે. માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા, નિયમ અને વિધિ-વિધાનથી પુત્રદા એકાદશીનું વ્રત કરે છે. તેમને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે, આ જ કારણથી તેમને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. પોષ માસમાં આવી રહેવાના કારણ તેમને પોષ પુત્રદા એકાદશી કહેવાય છે.

પોષ પુત્રદા એકાદશી પૂજા વિધિ
પોષ પુત્રદા એકાદશીના દિવસ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુનુ પૂજન કરવામાં આવે છે. આ વ્રતની વિધિ આ પ્રકાર છે

પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખી રહેલા શ્રદ્ધાળુઓને વ્રતથી પહેલા દશમના દિવસ એક સમય સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. વ્રતીએ સંયમિત અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
દર એકાદશી તિથિની જેમ પોષ પુત્રદા એકાદશી વ્રતના નિયમ પણ દશમ તિથિથી જ આરંભ થાય છે. આ માટે જો તમે એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યાં છે, તો દશમી તિથિએ બીજા પ્રહરનું ભોજન એટલે સવારે 9 થી 10 વાગ્યે ભોજન કર્યા બાદ સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું જોઈએ.

સવારે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લઈને ભગવાનનું ધ્યાન કરો. ગંગા જળ, તુલસી દળ, તલ, ફૂલ પંચામૃતથી ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ.

આ વ્રતમાં વ્રત રાખી રહેલા લોકોએ પાણી વગર રહેવું જોઈએ. જો વ્રતી ઈચ્છે તો સંધ્યા સમયે દીપદાનના પછી ફલાહાર કરી શકે છે.

વ્રતના આગલા દિવસ દશમી પર કોઈ જરૂરતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવીને, દાન-દક્ષિણા આપીને વ્રતનું પારણ કરવું જોઈએ.

સંતાનની કામના માટે..
સંતાનની કામના માટે આ દિવસ ભગવાન કૃષ્ણના બાળગોપાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એટલા માટે સવારે પતિ-પત્નીએ સંયુક્ત રૂપથી શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. તેમને પીળુ ફળ, પીળુ ફળ, તુલસી દળ અને પંચામૃત અર્પણ કરો. જે બાદ સંતાન ગોપાલ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ બાદ પતિ-પત્ની સંયુક્ત રૂપથી પ્રસાદ ગ્રહણ કરો. એકાદશીના દિવસ ભગવાન કૃષ્ણને પંચામૃતનો ભોગ લગાવો.

પોષ પુત્રદા એકાદશીની પૌરાણિક કથા
એક સમયની વાત છે ભદ્રાવતી નગરમાં સુકેતુ નામના રાજાનું રાજ્યું હતું. રાજા સુકેતુ અને તેમની રાણી શૈવ્યાને કોઈ સંતાન નહતું. જેમના કારણ બંને પતિ-પત્ની અત્યંત દુખી રહેતાં હતાં. એક દિવસ રાજા સુકેતુએ પોતાના રાણી શૈવ્યા સાથે વનમાં જવાનું મન બનાવી લીધુ, અને પોતાનો રાજપાઠ મંત્રી સોંપીને નિકળી ગયાં. વન પહોચ્યા બાદ રાજા સુકેતુના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો, પરંતુ પછી તેના અંતર આત્માથી મનમાં અવાજ આવ્યો કે આપઘાત કરવાથી મોટો પાપ કોઈ અન્ય નથી.

ત્યારબાદ અચાનક રાજા સુકેતુના કાનમાં વેદોના પાઠ કંઠસ્થ થયાં અને રાજા સુકેતુ અને તેમના પત્ની આ ધ્વનિને સાંભળતા સાધુઓના પાસે પહોચ્યાં. જ્યાં સાધુઓએ તેમને પોષ પુત્રદા એકાદશીનું વ્રતના મહત્વ વિશે જ્ઞાત કરાવ્યાં. બંને પતિ-પત્નીએ પોષ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને તેમને સંતાન પ્રાપ્તિ થયું. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ત્યારથી જ પોષ પુત્રદા એકાદશી વ્રતનું મહત્વ વધતું ગયું , અને નિ:સંતાન દંપત્તી આ વ્રતને કરવા લાગ્યાં. આ માટે એવી માન્યતા છે કે જે દંપત્તી નિ:સંતાન છે, તેમણે પોષ પુત્રદા એકાદશી વ્રત જરૂર કરવું જોઈએ.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *