આ અનોખો જીવને છે 3 હૃદય અને 9 મગજ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ જાણકારી

સામાન્ય રીતે માણસ અને પ્રાણીને એક હૃદય અને એક જ મગજ હોય છે. વિશ્વભરમાં હજારો લાખો જીવ એવા છે. જે જોવામાં ખૂબ વિચિત્ર હોય છે. ત્યારે તમને પણ અનોખા જીવ અંગે જાણીને આશ્ચર્ય થશે. આ સૌથી અનોખો જીવ છે, જેને ત્રણ હૃદય અને નવ મગજ હોય છે. આ જાણીને ભલે તમને અજીબ લાગે પરંતુ આ સાવ સત્ય છે. ઓક્ટોપલ એક ખૂબ જ ગર્વિત સમુદ્રી જીવ છે, જેને ડેવિલફિશના રૂપમાં ઓળખવામાં આવે છે.

3 હૃદય અને 9 મગજ
ખૂબ ઓછો લોકોને જ ખબર હોય છે કે ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે. શરીરની ચારેય બાજુ લોહી પંપ કરવા માટે એક મુખ્ય હૃદય અને ગિલ માટે બે હૃદય. આ પોતાની ભુજાઓને નિયંત્રિત કરવા માટે પોતાના 8 નાના મગજ અને એક મુખ્ય મગજનો ઉપયોગ કરે છે. આ પ્રકાર કુલ 9 મગજ હોય છે. સૌથી ખાસ વાત એ છે કે તેને લોહીમાં એક તાંબુ આધારિત રંગદ્રવ્ય (હેમોસાયનિન) હોય છે. જેના કારણે તેના લોહીનો રંગ જોવા મળે છે.

300 પ્રજાતિઓ
તમને જણાવી દઈએ કે ઓક્ટોપસની 24 નહી પરંતુ લગભગ 300ના જેટલી પ્રજાતિઓ હોય છે. આ દુનિયાના દરેક મહાસાગરમાં મળી આવે છે. જે માત્ર 6 મહિના સુધી જ જીવી છે જ્યારે કેટલીક પ્રજાતિઓ એવી હોય છે જે 5 વર્ષ સુધી જીવતી રહે છે.

કેટલીક પ્રજાતિઓ હોય છે ઝેરી
એક રિપોર્ટ અનુસાર, ઓક્ટોપસની કેટલીક પ્રજાતિઓ ખૂબ જ ઝેરી હોય છે. એટલું ઝેરી કે જો તે માણસને એકવાર કરડી જાય તો તેથી વ્યક્તિનું મોત પણ શકે છે. જોકે 63 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1957માં દક્ષિણી કનેડામાં એક વિશાળ ઓક્ટોપસ મળ્યો હતો. જેનું વજન અંદાજે 270 કિલોગ્રામ હતું અને તેની ભુજાઓ પણ 5 મીટર લાંબી હતી.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *