માલિકને બીમાર જોઈ કૂતરાની વધી ચિંતા, મળવા માટે એક અઠવાડિયું આ જગ્યા પર રહ્યો ઉભો..

કૂતરાને સૌથી વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તે પોતાના માલિક માટે જીવન પણ આપી દે છે. ત્યારે આવું એક જીવતું જાગતું ઉદાહરણ ઈસ્તાંબુલમાં જોવા મળ્યું. ત્યાં માલિકની રાહ જોવામાં પાલતૂ કૂતરો 24 કલાક એક અઠવાડિયા સુધી હોસ્પિટના ગેટ ઉભો રહ્યો. તેને પૂરી આશા હતી કે તેના માલિક જલ્દી સાજા થઈને બહાર તેને મળવા આવશે.

કૂતરાનું નામ બોનકુક છે. તે એક નાનો, મિક્સ બ્રીડનો કૂતરો છે. માલિકના પ્રત્યે તેની નિષ્ઠા અને પ્રેમને જોઈને હોસ્પિટલના લોકો પણ દંગ રહી ગયાં છે. જણાવવામાં આવે છે કે બોનકુક તેમના 68 વર્ષની માલિક સેમલ સેંતુર્કથી મળવાની આશામાં દરરોજ હોસ્પિટલના ગેટ બહાર આવીને ઉભો રહી જતો હતો.

Boncuk chased an ambulance carrying her unwell owner to a hospital in the Black Sea city of Trabzon

ઘણીવાર તેને વૃદ્ધ પુરૂષની દિકરી ઘરે લઈ જતી, છતાં તે દરરોજ સવારે એકલો ભાગીને જ હોસ્પિટલ આવી જતો હતો. આ મુંગુ પ્રાણી એટલું વફાદાર કે તે કોઈ બીજા લોકોને પણ પરેશાન નહતું કરતું. તેની વફાદારી જોઈ હોસ્પિટલ મેનેજમેન્ટે તેના માલિક સાથે મળવાની પરવાનગી આપી દીધી. કૂતરો અને માલિકના મિલનનો પ્રેમ ભર્યો વીડિયો અને તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે કૂતરાના માલિક સેંતુર્કને 14 જાન્યુઆરીના રોજ મગજની બીમારીના લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કૂતરો લગભગ એક અઠવાડિયું સુધી તુર્કીની એક હોસ્પિટલ બહાર તેમના માલિકની રાહ જોતો રહ્યો. પછી જ્યારે તે માલિકથી મળ્યો તો ખુશીના પગલે તેમની પૂછડી હલાવવાં લાગ્યો. તેમનો પ્રેમ જોઈ માલિક સહિત ત્યાં ઉભા લોકોની આંખ ભરાય ગઈ.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *