અનોખી ભક્તિ: કન્યાને પિતા પાસેથી કન્યાદાનમાં મળેલા દોઢ લાખ કર્યા દાન, પછી એવું કહ્યું કે, મહેમાનો પણ ભાવુક થઈ ગયા

રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 15 જાન્યુઆરીથી દાન લેવાનું શરૂ કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના લાખો કાર્યકર્તા લોકોના ઘરે-ઘરે જઈને મૂડી એકઠી કરી રહ્યાં છે. આ અભિયાનને રામ મંદિર નિધિ સંકલ્પ સંગ્રહ અભિયાન નામ આપવામાં આવ્યું છે. દેશના રાષ્ટ્રપતિથી લઈને નવા નેતા અત્યાસુધી દાન આપી ચૂક્યા છે. તેમજ આ વચ્ચે ગુજરાતના સુરતથી એક રામ ભક્તની કહાની સામે આવી છે, ત્યાં એક નવવધૂએ તેમના લગ્નમાં કન્યાદાનમાં મળેલા દોઢા લાખ રૂપિયા મંદિર નિર્માણમાં દાન આપ્યાં છે.

નવવૂધના પિતાની ભેટને ભગવાન માટે દાન કર્યા
વાસ્તવમાં સુરતના હીરા ઉદ્યોગપતિ રમેશ ભાલાનીના પુત્રી દ્રષ્ટિના રવિવારે લગ્ન હતાં. જ્યાં નવવધૂએ લૂમ્સના ઉદ્યોગપતિ સિદ્ધાર્થ સાથે લગ્નના સાત ફેરા લીધાં. દિકરીના લગ્નમાં પિતા રમેશ ભાલાનીએ કન્યાદાનમાં 1.50 લાખ રૂપિયા આપ્યાં હતાં. દ્રષ્ટિએ આ મૂડીને રામ મંદિર માટે દાન આપ્યાં. એટલું જ નહીં જ્યારે દ્રષ્ટિએ લગ્નમાં આ રૂપિયા દાન કર્યું તો તેમનાથી પ્રેરિત થઈને મહેમાનોએ પણ રામ મંદિર નિર્માણમાં યોગદાન કર્યું.

જ્યારે અયોધ્યા જઈશ લગ્નની યાદ આવશે
કન્યાદામાં 1.50. રૂપિયા દાન કર્યા બાદ દ્રષ્ટિએ કહ્યું કે આજે એ સમય આવી ગયો છે, જેમની અમે વર્ષોથી વાત કરતા હતા. કયારે ભગવાન રામ મંદિરનું નિર્માણ થશે. હવે આ શુભ કામ થવા જઈ રહ્યું છે તો બધાએ મદદ કરવી જોઈએ. મે જે દાન આપ્યું તે પરિવાર માટે ગર્વની વાત છે. કારણ કે, મને મારા પિતાથી પ્રેરણા મળી છે, આ માટે મે તે કર્યું જે મારાથી થઈ શકતું હતું. જોકે, મે આવું કયારેય પણ નહતું વિચાર્યું કે મને આ અવસર મળશે. હવે જ્યારે આ અવસર મળ્યો તો તેમનો લાભ લીધો. જ્યારે કયારેય પણ હું અયોધ્યા જઈશ ભગવાન રામના દર્શન કરીશ, તો મને મારા લગ્નની યાદ આવશે.

3 દિવસમાં આવ્યાં 31 કરોડ, એક ઉદ્યોગપતિએ આપ્યા 11 કરોડ
તમને જણાવી દઈએ કે ગુજરાત અને સુરતમાં અહી લોકો રામ મંદિર નિર્માણમાં દાન માટે આગળ આવી રહ્યાં છે. દરરોજ અહીયાથી કરોડો રૂપિયાનું દાન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતના ત્રણ દિવસોમાં રામ મંદિર માટે ગુજરાતથી 31 કરોડ રૂપિયા જમા કરી લીધાં હતાં. રામ મંદિર માટે એકઠી આ મૂડીમાં સૌથી વધું યોગદાન સુરતના એક ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોલકિયાએ આપ્યાં છે, જેમણે ફંડ ભંડોળ માટે 11 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *