જો તમારી આસપાસ આવા લક્ષણો જોવા મળી રહ્યા છે તો સમજી જવું કે શનિદેવના પ્રકોપનો છે પ્રભાવ

શનિ એક એવો ગ્રહ જેમનું નામ સાંભળતા જ લોકોમાં ડર પેદા થવા લાગે છે. જોકે, જ્યોતિષમાં શનિને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે તમારા કર્મોના હિસાબે ફળ આપે છે, જેમાં ખોટા કર્મ કરી રહેલા લોકોને દંડ પણ આપે છે. જેમના કારણ તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. પરંતુ શનિ ફક્ત દંડ આપે એવું પણ નથી.

જાણકારોના અનુસાર, શનિ ફક્ત કર્મનું ફળ આપે છે, જો તમારા કર્મ સારા રહ્યાં તો શનિદેવ તમારાથી પ્રકટ થઈને તમને એવા આશીર્વાદ આપે છે, જેમની મદદથી તમે શુન્યથી સર્જન સુધી પહોચી જાવ છો. શનિદેવને દંડના વિધાન હેઠળ તેમને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. શનિનો રંગ કાળઓ અને રત્ન નીલમ છે.

પંડિતો તેમજ જાણકારોના મુજબ, ધાર્મિક માન્યતા છે કે જ્યારે શનિદેવ કોઈ પણ મનુષ્ય પર પ્રકટ થાય છે તો તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલી જાય છે, તેમને કયારેય કોઈપણ વસ્તુનો અભાવ નથી રહેતાો. તેમજ જ્યારે તે દંડ આપે છે તો મહાદશા, દશા, સાડાસાતી અને ઢય્યા લાગે છે. જેમાં ઘણીવાર ભયંકર દંડ પણ મળે છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે અને તેલ ચડાવવામાં આવે છે, જેમના દ્વારા અશુભ પ્રભાવથી મુક્તિ મળી શકે છે. એવામાં એક પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક પણ છે કે અંતમાં આપણે કેમ ઓળખીએ કે શનિદેવ આપણાં પર પ્રકટ અથવા નિરાશ છે, તો આ સંબંધમાં જાણકારોનું માનવું છે કે તેમના ઘણાં પ્રકાર છે, પરંતુ જાણકારીના અભાવમાં આપણે એ જાણકારી નથી મળતી.

ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવી જાણકારી કહી છે, જેમના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે ક્યાંક તમારા પર શનિદેવનો અશુભ પ્રભાવ તો નથી ને? આવો જાણીએ શનિદેવ તમારા ઉપર ભારી છે તો તમે કઈ રીતે ઓળખી શકો છો…

જ્યોતિશ શાસ્ત્ર અનુસાર, શનિ મહારાજનો રંગ કાળો અને વાદળી જણાવવામાં આવે છે. જ્યારે શનિદેવ અશુભ પ્રભાવ આપે છે તો તે વ્યક્તિના વાળ ઝડપથી ખરવા લાગે છે. એવી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને શનિદેવની પૂજા અને વ્રત કરવું જોઈએ. આથી તેમના આશીર્વાદ હંમેશા બની રહે. તમે એ પણ જાણી લો કે સૂર્યનો પ્રતિકૂળ પ્રભાવ હોવાથી પણ વાળ ઝપડપથી ખરવા લાગે છે. અને તાલ પડી જાય છે.

આમ જાણો શનિદેવને
-શનિદેવ જ્યારે તમારા ઉપર ભારી હોય છે ઘણાં લોકોના માથાનો રંગ બદલી જાય છે. માથાનું તેજ ધીમે-ધીમે ખતમ થવા લાગે છે અને કપાળ પર કાળાશ જોવા મળે છે. આવી વ્યક્તિએ દરેક કાર્ય સાવધાનીપૂર્વક કરવું જોઈએ, કારણ કે તેના પર કલંક લાગવાનો ભય રહે છે. આવી વ્યક્તિને અપમાનનો સામનો કરવો પડે છે અને વ્યક્તિ વિચારી છે બીજું અને થવા બીજું લાગે છે.

-શનિ જ્યારે અશુભ પ્રભાવ આપે છે તો પરિવાર અને વ્યવસાયમાં વસ્તુ ખરાબ થવા લાગે છે અને કાર્ય બગડવા લાગે છે. સાથે જ વ્યવસાયના સ્થાને અને ઘરમાં આગ લાગવાનો ભય પણ રહે છે. આ માટે તમારા વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન લાઓ અને શિવદેવથી પ્રાર્થના કરો.

-શનિનો પ્રકોપ જોવા મળે છે તો વ્યક્તિમાં અનૈતિક વસ્તુ કરવાનું મન કરે છે. તેનો શેર સટ્ટામાં પૈસા ઉડાવવાનો શોખ વધી જાય છે અને ખોટી સંગાથ પડી જાય છે. શનિનો પ્રભાવ વ્યક્તિના વિચારોને બદલી નાંખે છે અને તે એવા કાર્યો કરવા લાગે છે,જેથી તમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે.

-શનિદેવ જ્યારે પણ ભારી હોય છે તો તેમનું એક લક્ષણ એ પણ છે કે વ્યક્તિની ખાવા-પીવાની આદત બદલી જાય છે. વ્યક્તિની રૂચિ કડવી, તેલીય અને માંસાહારી ભોજનમાં વધવા લાગે છે. માંસ-મદિરાથી દૂર રહેતી વ્યક્તિ પણ તેમાં ઢળી જાય છે. આ માટે જ્યારે આ વસ્તુમાં રૂચિ વધવા લાગે તો વ્યક્તિને સંભાળીને ચાલવું જોઈએ.

-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિના અશુભ પ્રભાવથી વ્યક્તિનો સ્વભાવ બદલવા લાગે છે. તે ખોટું વધું બોલવા લાગે છે અને ક્રોધની ભાવના પણ વધવા લાગે છે. નાની નાની વસ્તુઓ પર ખોટું અને ક્રોધ કરવો તેના સ્વભાવમાં આવી જાય છે. ધર્મ-કર્મમાં મન નથી લાગતું.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *