ગુરૂવારનો મહિમા: ધન સંપતિ માટે કરો આ મંત્રનો જાપ, આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અવશ્ય પૂર્ણ કરશે તમારા અટકેલા કામ

અઠવાડિયમાં સાત દિવસ હોય છે અને તમામ દિવસોનું જુદુ જુદુ મહત્વ હોય છે. વાત ગુરૂવારની કરીએ તો આ દિવસ ખૂબ શુભ માનવામાં આવ્યો છે. આ દિવસ વિશેષ રૂપથી જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુરૂ એક મહત્વ પૂર્ણ ગ્રહ છે. ગુરૂ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂવારને ધન અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ ગણાય છે.

ગુરૂવારે ભગવાન વિષ્ણુ- માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવાથી જીવન ખુશખુશાલ બને છે અને પતિ પત્નીમાં પણ પ્રેમ બન્યો રહે છે. સાથે જ ધનમાં પણ વૃદ્ધિ થાય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી ઘરેલું સમસ્યાઓ, માનસિક તણાવ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. આ દિવસ પૂજનથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

ધાર્મિક દ્રષ્ટિએ ગુરૂવારનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ દિવસ જો તમે વિધિવત કેટલાક ઉપાય કરશો તો તમે જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાથી છુટકારો મળવશો. એવા ઘણાં ઉપાય છે જે તમને જીવનની તમામ પ્રકારની મુશ્કેલીથી બચાવી લેશે. તો ચાલો જાણીએ આજે ગુરૂવારના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે…

ગુરૂવાર ઉપાય…

-આ દિવસ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વસ્છ થઈ જાઓ.

-સ્નાન કરતા ॐ બૃ બૃહસ્પતે નમ:નો જાપણ પણ કરતા રહો.

-સ્નાન કર્યા બાદ પીળા રંગના કપડા પહેરો.

-ત્યારબાદ ભગવાન શ્રીવિષ્ણુની પ્રતિમા અથવા તસવીર સામે ઘીનો દીવો પ્રગટાવો.

-વિષ્ણુજીને પીળાક રંગના ફૂલ સાથે તુલસીનું નાનું પાન અર્પણ કરી તેમની પૂજા-અર્ચના કરો.

-સાથે જ તમારા કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો.

-જો તમે ગુરૂવારના દિવસે વ્રત રાખો છો અથવા રાખવાનાશો તો આ તમારા માટે સૌથી શ્રેષ્ઠ હશે. સાથે જ આ દિવસે કેળાના વૃક્ષમાં જળ અર્પણ કરી તેમની પૂજા અર્ચના કરો. આમ કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણ દૂર થઈ જશે.

-ધાર્મિક માન્યતા છે કે ગુરૂવારે પીળા રંગની વસ્તુને ધારણ કરવી ખૂબ શુભ હોય છે. તમે આ દિવસ પીળા રંગના વસ્ત્ર અવશ્ય પહેરો. સાથે જ તમે આ દિવસ જો બ્રાહ્મણોને પીળા રંગની વસ્તુ જેમ કે, ચણાની દાળ, ફળ વગેરે દાન કરશો તો તમને શુભ ફળ મળશે.

-ચણાની દાળ અને થોડા ગોળને ગુરૂવારના દિવસ ઘરને મુખ્ય દ્વાર પર રાખો.

-જો તમે ઈચ્છો છો કે, તમારા ઘરમાં ધનનું આગમન બની રહે અને તમને ધનને લગતી કોઈ પ્રકારની સમસ્યાનો સમાનો કરવો પડે તો ગુરૂવારે તમે આ ઉપાય જરૂર કરો.

-ગુરૂવારના દિવસ જો તમે વ્રત રાખો છો તો આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે આ દિવસ તમારે ભગવાન સત્યનારાયણની વ્રત કથા જરૂર વાંચવી અથવા સાંભળવી જોઈએ.

ધન-સંપત્તિ અને વૈભવ માટે ગુરૂવારે કરો આ મંત્રનો જાપ..

ॐ બૃં બૃહસ્પતે નમ: !

ॐ ક્લીં બૃહસ્પતયે નમ: !

ॐ ગ્રાં ગ્રીં ગૌં સ: નમ: !

ॐ એં શ્રીં બૃહસ્પતયે નમ: !

ॐ ગું ગુરવે નમ: !


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *