આ મુસ્લિમ દેશમાં બની રહ્યું ભવ્ય અને વિશાળ મંદિર દિવાળી 2022 સુધી શ્રદ્ધાળુ કરી શકશે દર્શન

દુબઈમાં બધતી હિન્દુ વસ્તી જોઈને અહી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, જેમનો પાયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2019 માં નાખ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મંદિર શ્રદ્ધાળુઓ માટે 2022 સુધીમાં ખોલી દેવામાં આવશે. જણાવી દઈએ કે યુએઈમાં અંદાજે 30 લાખ ભારતીયો રહે છે. એવામાં તેમની આસ્થા જોઈને અહીં મંદિર બનાવવામાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અબૂ ધાબી ગયાં હતા, તે સમયે મંદિર માટે જમીન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ દુબઈ શહેરના બેજેલ અલી વિસ્તાર ગુરૂ નાનક સિંહ દરબાર નજીક થઈ રહ્યું છે, જે અહીયાનો સૌથી સિંધી ગુરૂદ્વાર છે. તેમનું નિર્માણ 1950માં થયું હતું.

25 હજાર વર્ગ ફૂટમાં બની રહ્યું વિશાળ મંદિર
રવિવારે ગલ્ફ ન્યૂઝથી સંપર્ક કરવા પર મંદિરના ટ્રસ્ટીમાંથી એક રાજૂ શ્રોફે જણાવ્યું કે આ મંદિરમાં યુએઈ અને દુબઈના નેતાઓના ખુલ્લા મત દર્શાવવામાં આવ્યા છે. આ મંદિરમાં 11 દેવી-દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જેમનું નિર્માણ 25000 વર્ગ ફૂટમાં થશે. જણાવી દઈએ કે ભારતની પારંપારિક મંદિર વાસ્તુકલાના અનુસાર આ મંદિરનું નિર્માણ સ્ટીલ અથવા તેમનાથી બનેલી સામગ્રીનો ઉપયોગ કરવામાં નહી આવે. મંદિરના પાયાને મજબૂત બનાવવા માટે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, આ મંદિર 7500 ચોરસ ફૂટ સુધી ફેલાયેલું છે. જેમાં બે ભોયરાં હશે. આ ઉપરાંત 4000 ચોરસ ફૂટના ભોજન સમારંભ હોલ પણ હશે, ત્યાં 775 લોકો એકઠા થઈ શકે છે, સાથે 100 ચોરસ ફૂટના મલ્ટીપર્પઝ હોલ હશે, ત્યાં 100 લોકો એકઠા થઈ શકે છે.

દિવાળી 2022માં ખુલશે મંદિરના દરવાજા
કહેવામાં આવે છે કે આ મંદિરને વર્ષ 2022 સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. જે બાદ દિવાળી 2022 સુધીમાં તેમને શ્રદ્ધાઓ માટે ખોલી દેવામાં આવશે. આ મંદિર બનવાથી દેશોની વચ્ચે સાંસ્કૃતિકનો આદાન-પ્રદાન થશે અને દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત થશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *