મહિલાએ વરરાજાને ભેટમાં આપી એવી વસ્તુ કે જેને જોઈને લોકોના થંભી ગયા શ્વાસ, જુઓ વીડિયો

લગ્નમાં પધારી રહેલા મહેમાન વર અને વધૂ માટે કોઈને કોઈ ભેટ જરૂરથી લઈને આવે છે. જેમાં કેટલાક લોકો પૈસા આપે છે, તો તેના નજીકના લોકો વર અને વધૂને મોંઘી ખાસ ભેટ પણ આપે છે. ઘણીવાર વર-વધૂને એવી ભેટ પણ મળતી હોય છે જેના વિશે તેણે કયારેય વિચાર્યું પણ ન હોય. ત્યારે એક વીડિયો સોશિ઼યલ મીડિયામાં ખૂબ ઝપડથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા વરરાજાને ભેટમાં એક એકે-47 રાઈફલ આપી રહી છે. આ વીડિયો આપણો પાડોશી દેસ પાકિસ્તાનનો જણાવવામાં આવી રહ્યો છે. જોકે, આ વીડિયો જૂનો છે, પરંતુ એકરવાર ફરી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભેટમાં આપી એકે-47
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-વધૂ સ્ટેજ પર બેઠા છે અને તેના પર ફૂલનો વરસાવવામાં આવી રહ્યાં છે. વરરાજાને એક મહિલા સગી સંબંધી પોતાનો પ્રેમ વ્યક્ત કરતી તેના માથાને સ્પર્શ કરે છે અને પછી તેને એક 47 રાઈફલ આપે છે. વીડિયોમાં વરરાજો શરમાણ અંદાજમાં સ્મિત આપતો રાઈફલ લેવા માટે ખુરશી પર ઉભો થઈને હાથમાં લઈ છે.

લોકો જોરશોરમાં કરી રહ્યાં છે કોમેન્ટ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ દમિયાન વિવાહ સમારોહમાં ઉપસ્થિત અન્ય મહેમાન આશ્ચર્યચકિત થઈ રહ્યાં છે અને ખુશીમાં બુમબરાડા પાડી રહ્યાં છે. આ વીડિયોને જોઈ અન્ય પણ લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. ઘણાં લોકો તેને આતંકવાદીથી જોડીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાક લોકોએ લખ્યું, ગરીબ દેશના અમીર લોકો. તેમજ એક યૂઝરે લખ્યુ, આ જ કારણથી પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર બની ગયું છે. એક આઈપીએસ અધિકારીએ આ વીડિયોને શેર કરતા લખ્યું કે ‘ઉપહાર અને ખુશીઓ’, આપણાં આડોસ-પાડોસની માનસિકતા, જેનું આપણી ચારો તરફ આટલું લોહી વહે છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *