જો તમને પણ લાગે છે વારંવાર ખરાબ નજર તો અપનાવો આ દાદી-નાની ઘરેલુ નુસ્ખા, ચોક્કસ ફાયદો મળશે

બીમારી પછી ગમે તેવી હોય, ઘરેલુ નુસ્ખાથી દરેક બીમારીની સારવાર થઈ શકે છે. પછી તે માથામાં દુખાવો હોય, તાવ હોય, ઈજા હોય કે પછી કોઈની ખરાબ નજર લાગેલી હોય. આજના સમયે લોકો ઘરેલુ નુસ્ખાનો ખૂબ ઉપયોગ કરે છે, પરંતુ જૂના જમાનાની વાત કરીએ તો આપણી દાદી-નાની આજ નુસ્ખાની મદદથી મોટી મોટી બીમારીનો ઈલાજ કરતા હતાં.

નાના બાળકને હંમેશા નજર લાગતી રહે છે, જેના કારણે બાળક ખૂબ રડે છે. જોકે બાળકને નજર લાગવાથી કોઈ ડોક્ટર પાસે જાય, તો કોઈ જ્યોતિષની સલાહ લે છે. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે દાદી-નાનીના કેટલાક એવા નુસ્ખા છે, જે તમને હંમેશા માટે નજરદોષથી બચાવશે. તો આજે અમે તમને આ જ ઘરેલુ નુસ્ખા વિશે જાણાવીશું, તો આવો જાણીએ છેવટે કયા છે દાદી-નાની તે નુસ્ખા…

નુખ્સા એક
જો તમારા ઘરના કોઈપણ સભ્યને ખરાબ નજર લાગી જાય તો ઘરમાં જુવારની રોટલી બનાવો, પરંતુ સેકતા સમય એ ધ્યાન રાખો કે રોટલી ફક્ત એક જ તરફ સેકવાની છે. જે બાદ સેકેલા ભાગ પર ગાયનું ઘી લગાઓ અને તેને પીળા દોરાથી બાંધી લો, પછી આ રોટલીને નજર લાગેલી વ્યક્તિ પર 7 વાર ફેરવી અને કોઈ કૂતરાનો ખવડાવી દો. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી નજરદોષ ખતમ થાય છે.

નુસ્ખા બે
દાદી-નાનીનો આ સૌથી સસ્તો અને સારો નુસ્ખા છે. તેમાં તમારે ગોળના લોટથી કેટલાક દીવા બનાવવાના છે અને તે દીવામાં કાળા દોરાની વાટ બનાવીને સળગાવો. જે બાદ તેમાં બે લાલ મરચું અને તેને નજર લાગેલી વ્યક્તિ પર ઉતારો. આમ કરવાથી પણ નજર દોષ દૂર થાય છે એવું માનવામાં આવે છે.

નુસ્ખા ત્રણ
નજર ઉતારવા માટે ગાયના છાણનો પણ પ્રયોગ કરી શકાય છે. જો તમારા પરિવારમાં કોઈ સભ્યને નજર લાગી ગઈ હોય તો આ નુસ્ખો તેના માટે ખૂબ લાભદાયી છે. તેમાં તમારે ગાયના છાણથી એક ચારમુખી દીવો બનાવવાનો છે. દીવા બનાવ્યા બાદ તેમાં તલનું તેલનો એક દીવો પ્રગટાવો અને તેમાં થોડો ગોળ નાંખી લો. જે બાદ આ દીવાને તમારા ઘરના દરવાજા સામે રાખી દો. એવું કહેવામાં આવે છે કે આ નુસ્ખાથી નજર દોષ દૂર થઈ અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

નુસ્ખા ચાર
આમ તો ખરાબ નજર લગાવી સામાન્ય વાત છે, પરંતુ બાળકને ખરાબ નજર લાગી જાય તો તેને ખૂબ તકલીફ થાય છે. એવામાં જો તમારા ઘરના નાના બાળકને ખરાબ નજર લાગે તો શનિવારે અથવા રવિવારના દિવસ એક વાટકીમં થોડું દૂધ લો અને તેને બાળકના માથા પર ત્રણવાર ફેરવી દો. જે બાદ આ દૂધને કૂતરાને આપી દો. એવું માનવામાં આવે છે કે આવી કરવાથી નજર ઉતરી જાય છે. આ ઉપાય તમારે 3 થી 4 અઠવાડિયા સુધી અપનાવવાના છે, જેથી તમારા બાળકને ફરીવાર નજર દોષ ન લાગે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *